વૈભવ સૂર્યવંશીની ચર્ચા વચ્ચે રાહુલ દ્રવિડના પુત્ર સહિત 11 ખેલાડીઓનું ડેબ્યૂ, શ્રીલંકામાં ઉતરી અંડર-19 ટીમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Dravid Son Debut: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આજનો દિવસ અત્યંત વિશેષ અને ઐતિહાસિક બની ગયો છે. શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતની અન્ડર-19 ક્રિકેટ ટીમ જ્યારે હંબનટોટાના મેદાન પર પ્રથમ અનઓફિશિયલ વનડે મેચ રમવા ઉતરી, ત્યારે એક અનોખો અને દુર્લભ નજારો જોવા મળ્યો હતો. આ મુકાબલામાં પ્લેઇંગ-11માં સામેલ તમામ 11 ખેલાડીઓએ એકસાથે ભારત માટે પોતાનું અન્ડર-19 વનડે ડેબ્યૂ કર્યું છે. એટલે કે, મેદાન પર ભારતની બિલકુલ નવી અને યુવા સેના ઉતારવામાં આવી છે. આ સંપૂર્ણપણે નવી ટીમમાં સૌથી મોટું અને ચર્ચાસ્પદ નામ ભારતના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વય દ્રવિડનું છે, જેણે બ્લુ જર્સીમાં પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે.
પિતાની રાહ પર ચાલ્યો અન્વય દ્રવિડ
કેપ્ટન યશવર્ધન ચૌહાણની આગેવાની હેઠળની આ ટીમમાં અન્વય દ્રવિડને વિકેટકીપર-બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યો છે. અન્વયે સ્થાનિક અને જુનિયર લેવલના ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી સતત શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના ઇનામ સ્વરૂપે તેની ભારતીય અન્ડર-19 ટીમમાં પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ દ્રવિડના મોટા પુત્ર સમિત દ્રવિડ પહેલાથી જ ક્રિકેટ સર્કિટમાં પોતાનું નામ બનાવી રહ્યા છે, અને હવે નાના પુત્ર અન્વયે પણ દેશનું પ્રતિનિધિત્વ કરીને દ્રવિડ પરિવારના ક્રિકેટ વારસાને આગળ ધપાવ્યો છે.
તમામ 11 ખેલાડીઓનું એકસાથે અનોખું ડેબ્યૂ
ક્રિકેટ જગતમાં આવું બહુ ઓછું જોવા મળે છે જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય મેચમાં આખી ટીમ જ એકસાથે ડેબ્યૂ કરી રહી હોય. ભારતીય અન્ડર-19 ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે. આ વનડે સીરિઝ પૂરી થયા બાદ બંને દેશોના યુવા ખેલાડીઓ વચ્ચે બે યુથ ટેસ્ટ મેચ પણ રમાશે. ક્રિકેટ ફેન્સને આશા છે કે રાહુલ દ્રવિડની જેમ જ તેમનો પુત્ર અને દેશના આ અન્ય યુવા સ્ટાર્સ શ્રીલંકાની ધરતી પર દમદાર પ્રદર્શન કરીને ભારતનો પરચમ લહેરાવશે.
મેચ માટે ભારતની પ્લેઇંગ-11:
યશવર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાની, સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, અન્વય દ્રવિડ (વિકેટકીપર), યશવીર ગૌડ, અર્જુન રાજપૂત, શાવિન વિનોદ, મોહિત ઉલ્વા, કાવ્ય પરેશ પટેલ અને રોહિત યાદવ.









