Sports

131 વર્ષ બાદ ક્રિકેટમાં બની અનોખી ઘટના, આ કારનામું કરીને ભારતીય બોલરે રચ્યો ઈતિહાસ

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય સ્પિનર માનવ સુથારે ઇંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં વોર્વિકશાયર તરફથી રમતા ગ્લેમોર્ગન સામે ઇતિહાસ રચ્યો છે. કાર્ડિફ ખાતેની મેચમાં તેમણે બંને ઇનિંગ્સમાં એકપણ રન આપ્યા વિના 3 વિકેટ ઝડપી 131 વર્ષ જૂના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી. આ અગાઉ 1895માં ટોમ હેવર્ડે આ સિદ્ધિ મેળવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

131 વર્ષ બાદ ક્રિકેટમાં બની અનોખી ઘટના, આ કારનામું કરીને ભારતીય બોલરે રચ્યો ઈતિહાસ

India Cricket Record : ભારતીય ડાબોડી સ્પિનર માનવ સુથારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક અનોખો અને ઐતિહાસિક ચમત્કાર કરી બતાવ્યો છે. ઇંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં વોર્વિકશાયર તરફથી રમતા સુથારે ગ્લેમોર્ગન સામેની મેચની બંને ઇનિંગ્સમાં એક પણ રન આપ્યા વિના વિકેટો ઝડપીને 131 વર્ષ જૂના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

Manav Suthar-2.jpg

બંને ઇનિંગ્સમાં એકપણ રન આપ્યા વિના ઝડપી 3 વિકેટ

કાર્ડિફ ખાતે રમાયેલી મેચમાં માનવ સુથાર (Manav Suthar) એ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 3 બોલ ફેંક્યા હતા અને મીર હમઝા (Mir Hamza) ને બોલ્ડ કર્યો હતો. બીજી ઇનિંગ્સમાં બોલિંગમાં આવીને તેમણે પ્રથમ ઓવર મેડન નાખી અને ત્યારબાદની ઓવરમાં માત્ર 4 બોલના અંતરે ક્રિસ કૂક (Chris Cooke) તેમજ જેમી મેકઇલરોય (Jamie McIlroy) ને બોલ્ડ કર્યા હતા. સમગ્ર મેચમાં તેમણે એક પણ રન આપ્યા વગર કુલ 3 વિકેટ પોતાના નામે કરી હતી અને આ ત્રણેય બેટ્સમેનો બોલ્ડ આઉટ થયા હતા.

131 વર્ષ જૂના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં આ માત્ર બીજી વખત બન્યું છે જ્યારે કોઈ બોલરે મેચની બંને ઇનિંગ્સમાં ઓછામાં ઓછી એક વિકેટ લીધી હોય અને એક પણ રન ખર્ચ ન કર્યો હોય. આ અગાઉ વર્ષ 1895માં ઇંગ્લેન્ડના ટોમ હેવર્ડ (Tom Hayward) એ સરે સામે રમતા આ સિદ્ધિ મેળવી હતી. હવે સુથારે 131 વર્ષ બાદ આ અતિ દુર્લભ રેકોર્ડની બરાબરી કરીને ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચી દીધો છે.

વોર્વિકશાયરની ઇનિંગ્સ અને 257 રને ભવ્ય જીત

આ મેચમાં વોર્વિકશાયરે પ્રથમ ઇનિંગ્સમાં 391 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ગ્લેમોર્ગનની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 69 રન અને બીજી ઇનિંગ્સમાં 65 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે વોર્વિકશાયરે ઇનિંગ્સ અને 257 રનથી એકતરફી જીત મેળવીને પોઇન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રહ્યો છે દમદાર દેખાવ

26 વર્ષીય સ્પિનરે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં અફઘાનિસ્તાન સામે એક ઇનિંગ્સમાં 6 વિકેટ સહિત કુલ 7 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પણ શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા 16 વિકેટ મેળવીને ભારતને શ્રેણી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.