વાંચો તમારું 11 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપની બુદ્ધિ- અનુભવ- આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
વૃષભ : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
મિથુન : આપના કાર્યમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ, નોકર-ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય
કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામ અંગે દોડધામ- શ્રમ જણાય કામનો ઉકેલ આવતો જાય.
સિંહ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જવાથી રાહત અનુભવાય. અગત્યના નિર્ણય લેવામાં સરળતા રહે.
કન્યા : રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ધ્યાન રાખવું પડે. વાદ- વિવાદ, ગેરસમજ, મનદુ:ખથી સંભાળવું.
તુલા : આપના કાર્યની કદર પ્રશંસા થવાથી આનંદ જણાય સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.
વૃશ્ચિક : આપના કામની સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ, મિત્રવર્ગનું કામકાજ રહે. દોડધામ- શ્રમ અનુભવાય.
ધન : અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાત થઈ શકે. ધર્મકાર્ય- શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે.
મકર : આપે સીઝનલ- વાયરલ બીમારીથી સંભાળવું પડે. તબિયતની અસ્વસ્થતાના લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
કુંભ : સંસ્થાકીય કામ અંગે, જાહેર ક્ષેત્રના કામ માટે આપે વ્યસ્ત રહેવું પડે. દોડધામ રહે પરંતુ અન્યનો સહકાર મળી રહે.
મીન : સીઝનલ ધંધામાં આપે ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. વાહન ધીરે ચલાવવું.
- અગ્નિદત્ત પદમનાભ




