Sports

કોમનવેલ્થ ગેમ્સ 2026: કુલ 13 ગોલ્ડ મેડલ છતાં ભારતનો છેલ્લા 24 વર્ષમાં સૌથી ખરાબ દેખાવ, જાણો ઇતિહાસ

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
સ્કોટલૅન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નું 2 ઑગસ્ટના રોજ સમાપન થયું. ભારતે 39 મેડલ જીત્યા, જે છેલ્લા 24 વર્ષમાં સૌથી નબળું પ્રદર્શન છે. ઓસ્ટ્રેલિયા 170 મેડલ સાથે પ્રથમ રહ્યું. કુશ્તી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી ભારતની પરંપરાગત મેડલ વિજેતા રમતો રદ થતાં મેડલની સંખ્યા ઘટી. આયોજન ખર્ચને કારણે વિક્ટોરિયાએ યજમાની પાછી ખેંચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

કોમનવેલ્થ ગેમ્સ 2026: કુલ 13 ગોલ્ડ મેડલ છતાં ભારતનો છેલ્લા 24 વર્ષમાં સૌથી ખરાબ દેખાવ, જાણો ઇતિહાસ
IMAGE - IANS

Commonwealth Games 2026: સ્કોટલૅન્ડના ગ્લાસગો ખાતે 23 જુલાઈથી શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નું 2 ઑગસ્ટના રોજ સમાપન થયું છે. આ રમતોત્સવમાં ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 170 મેડલ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ઇંગ્લૅન્ડ પણ મેડલની સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યું છે. બીજી તરફ, ભારતે આ વખતે 39 મેડલ પોતાના નામે કર્યા છે, જે છેલ્લા 24 વર્ષમાં ભારતનું સૌથી નબળું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. જોકે, આ મેડલ ઓછા આવવા પાછળ એક ખાસ આયોજનાત્મક કારણ જવાબદાર છે.

CWG 2026માં ભારતનું પ્રદર્શન

ભારતે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં કુલ 39 મેડલ જીત્યા છે, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય રમતવીરોએ સૌથી વધુ મેડલ એથ્લેટિક્સમાં મેળવ્યા છે, જ્યારે બોક્સિંગમાં બીજા અને વેઇટલિફ્ટિંગ ત્રીજા સ્થાને રહ્યું છે. ભારતીય બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરતાં 7 ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

Screenshot (193).png

24 વર્ષમાં સૌથી ઓછો મેડલ ગ્રાફ

વર્ષ 2002ના માન્ચેસ્ટર કોમનવેલ્થ ગેમ્સથી ભારતે સતત દરેક વખતે 50 કે તેથી વધુ મેડલ જીતવાનો રૅકોર્ડ જાળવી રાખ્યો હતો:

2002 (માન્ચેસ્ટર): 69 મેડલ
2006 (મેલબોર્ન): 50 મેડલ
2010 (નવી દિલ્હી): 101 મેડલ
2014 (ગ્લાસગો): 64 મેડલ
2018 (ગોલ્ડ કોસ્ટ): 66 મેડલ
2022 (બર્મિંગહામ): 60 મેડલ

સતત છ વખતથી 50થી વધુ મેડલ જીતતી ભારતીય ટીમ આ વખતે માત્ર 39 મેડલ સુધી જ સીમિત રહી ગઈ હતી.

મેડલની સંખ્યા ઘટવાનું મુખ્ય કારણ

મેડલની સંખ્યા ઘટીને 39 થવા પાછળનું મુખ્ય કારણ આયોજન સંબંધિત એક મોટી મજબૂરી હતી. મૂળ યોજના મુજબ 2026ની કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં યોજાવાની હતી. પરંતુ, 2023માં આયોજનનો ખર્ચ 6થી 7 બિલિયન ડૉલર સુધી વધી જતાં વિક્ટોરિયા સરકારે ખર્ચ વધુ હોવાનું કહીને યજમાની પાછી ખેંચી લીધી હતી. આશરે એક વર્ષ સુધી કોઈ નવો યજમાન ન મળ્યા બાદ, 2024માં ગ્લાસગો આ રમતોનું આયોજન કરવા માટે આગળ આવ્યું હતું.

ભારતના પરંપરાગત ખેલ રદ કરાયા

ગ્લાસગો પાસે આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ ઓછો સમય હોવાથી કુશ્તી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને હોકી જેવી રમતને આ વખતથી હટાવી દેવામાં આવી હતી. આ બધી એ જ રમતો હતી જેમાં ભારત દર વખતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સૌથી વધુ મેડલ જીતતું હતું. 2022ની બર્મિંગહામ ગેમ્સમાં ભારતે કુશ્તીમાં 12, ટેબલ ટેનિસમાં 7, બેડમિન્ટનમાં 6 અને હોકીમાં 2 મેડલ મેળવ્યા હતા. જો આ રમતો રદ ન થઈ હોત, તો ભારત આ વખતે પણ સરળતાથી 70થી વધુ મેડલ જીતી ગયું હોત.