Sports

ICC ODI રેન્કિંગમાં કોહલીની લાંબી છલાંગ, સીધો નંબર-2 પર કબજો, શુભમન ગિલ નંબર-1

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
તિરુવનંતપુરમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારનાર વિરાટ કોહલી ICC ODI રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો છે. શુભમન ગિલે 816 પોઈન્ટ સાથે નંબર-1 સ્થાન જાળવી રાખ્યું છે. કોહલીના હવે 796 રેટિંગ પોઈન્ટ્સ થયા છે. બોલિંગમાં કુલદીપ યાદવ 4 સ્થાનની છલાંગ લગાવી પાંચમા ક્રમે આવ્યો છે. કેશવ મહારાજ ત્રીજા સ્થાને પહોંચ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC ODI રેન્કિંગમાં કોહલીની લાંબી છલાંગ, સીધો નંબર-2 પર કબજો, શુભમન ગિલ નંબર-1

ICC ODI Ranking: તિરુવનંતપુરમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં વિસ્ફોટક સદી ફટકારીને ટીમને ભવ્ય જીત અપાવનાર ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન વિરાટ કોહલીને ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ODI રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે. વન-ડે કરિયરની 55મી સદી ફટકારવાની સાથે જ કોહલીએ ICC રેન્કિંગમાં મોટી છલાંગ લગાવીને સીધું બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝ સામે 110 રનની શાનદાર ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલ 816 રેટિંગ પોઈન્ટ્સ સાથે વન-ડે રેન્કિંગમાં નંબર-1 ના સ્થાન મજબૂતીથી જાળવી રાખ્યું છે.

ડેરિલ મિશેલને પછાડી વિરાટ બીજા સ્થાને: જુલાઈ 2022 પછી સર્વોચ્ચ રેટિંગ
વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 88 બોલમાં 139 રનની અણનમ અને તૂફાની ઇનિંગ રમનાર વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલને પાછળ છોડી દીધો છે. આ શાનદાર પ્રદર્શનના જોરે વિરાટના રેટિંગ પોઈન્ટ્સ વધીને 796 થઈ ગયા છે. જુલાઈ 2022 પછી પ્રથમ વાર વિરાટ કોહલી આટલા ઊંચા રેટિંગ પોઈન્ટ્સ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. હવે તે નંબર-1 પર રહેલા શુભમન ગિલથી બહુ દૂર નથી.

ચાઇનામેન સ્પીનર કુલદીપ યાદવ ટોપ-5 માં સામેલ
માત્ર બેટિંગ જ નહીં, પરંતુ બોલિંગ રેન્કિંગમાં પણ ભારતીય ખેલાડીઓનો ડંકો વાગ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વન-ડેમાં 4 વિકેટ ઝડપનાર ચાઇનામેન સ્પીનર કુલદીપ યાદવ ને રેન્કિંગમાં બંપર ઈનામ મળ્યું છે. કુલદીપ 4 સ્થાનની લાંબી છલાંગ લગાવીને સીધો પાંચમા સ્થાને પહોંચી ગયો છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકાના ડાબોડી સ્પીનર કેશવ મહારાજ પણ 3 સ્થાનના સુધારા સાથે ત્રીજા સ્થાને પહોંચ્યો છે.