Sports

ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, BCCI પર ઊઠ્યા મોટા સવાલો

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. BCCIના બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા સહિતના ખેલાડીઓ સારવાર હેઠળ છે. રિપોર્ટ મુજબ, સપ્તાહના અંત સુધીમાં આ સંખ્યા 12 સુધી પહોંચી શકે છે. ખરાબ ફિટનેસને કારણે ફિલ્ડિંગનું સ્તર પણ કથળ્યું છે, જેથી ટીમના પ્રદર્શન પર અસર પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, BCCI પર ઊઠ્યા મોટા સવાલો

Team India Injury Crisis : BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)માં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની લાઈન લાગી ગઈ છે. હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા સહિત 6 મોટા ખેલાડીઓ હાલ ઈજા સામે ઝૂઝી રહ્યા છે.
ટીમ ઈન્ડિયા મેદાનમાં તો ખરાબ પ્રદર્શન કરી જ રહી છે, પરંતુ તેના ખેલાડીઓની ફિટનેસના પણ ખરાબ હાલ છે. ટીમ ઈન્ડિયાના એક નહીં, બે નહીં પરંતુ 6-6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. રિપોર્ટ અનુસાર બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ક્રિકેટરોની ભીડ જામેલી છે. રિપોર્ટ્સનું માનીએ તો, સપ્તાહના અંત સુધીમાં COEમાં 12 ખેલાડીઓ પહોંચી શકે છે. મતલબ કે 12 ખેલાડીઓ એવા છે, જેમની ફિટનેસ ખરાબ છે. આ ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સહિત સ્થાનિક (ડોમેસ્ટિક) ક્રિકેટરો પણ સામેલ છે.

કયા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે?

ટીમ ઈન્ડિયાના જે ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે, તેમાં હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડીનું નામ સામેલ છે. આ સિવાય ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા પણ સેન્ટર ઓફ એક્સેલન્સમાં હાજર છે. આકાશ દીપ પહેલાથી જ ત્યાં હાજર છે, જ્યારે વોશિંગ્ટન સુંદર અને બીજા કેટલાક ખેલાડીઓ પણ બેંગલુરુ પહોંચવાના છે. રિપોર્ટ્સ મુજબ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં રમવા જઈ રહેલા કેટલાક ખેલાડીઓને પણ ફિટનેસની તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. જેમાં મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ છે.

ભારતીય ખેલાડીઓની ફિટનેસ પર થયો મોટો ખુલાસો

ખાનગી અહેવાલો અનુસાર હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરને સંપૂર્ણ રીતે ફિટ થયા વગર જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હર્ષિત રાણા વિશે એવા અહેવાલ છે કે, ઘૂંટણની ઈજા બાદ આ ખેલાડીનું વજન ઘણું ઘટી ગયું હતું. વાપસી સમયે હર્ષિતે પોતાનું જૂનું વજન પાછું જાળવ્યું નહોતું, છતાં તેમને ટીમમાં સ્થાન મળી ગયું. તો વોશિંગ્ટન સુંદરને T20 વર્લ્ડ કપ 2026 માટે મેચ ફિટ થયા વગર જ ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યા હતા. તેઓ ટીમમાં સામેલ થયાના 10 થી 12 દિવસ પછી મેચ ફિટ થયા હતા.

રિપોર્ટ્સ અનુસાર ખરાબ ફિટનેસના કારણે જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિલ્ડિંગનું સ્તર કથળ્યું છે. જેના લીધે ઘણા કેચ છૂટી રહ્યા છે, અને ગ્રાઉન્ડ ફિલ્ડિંગ દરમિયાન પણ ઘણા રન લીક થઈ રહ્યા છે.