Get The App

5 વર્લ્ડ ક્લાસ બેટર્સ જે IPL માં સૌથી વધુ રન કરવા છતાં ઓરેન્જ કેપ ન જીતી શક્યા

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
5 વર્લ્ડ ક્લાસ બેટર્સ જે IPL માં સૌથી વધુ રન કરવા છતાં ઓરેન્જ કેપ ન જીતી શક્યા 1 - image

5 World-Class Batsmen Who Could Not Win The Orange Cap: થોડા જ દિવસોમાં IPL 2026ની શરૂઆત થવા જઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 28 માર્ચે આ લીગની 19મી સીઝનની પ્રથમ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે આ વચ્ચે IPL 2026ની શરૂઆત પહેલાં અમે તમારા માટે ઓરેન્જ કેપ સંબંધિત એક રસપ્રદ આંકડો લઈને આવ્યા છીએ. અમે એ 5 વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ અંગે તમને જણાવીશું જેમણે સૌથી વધુ રન બનાવવા છતાં, ક્યારેય ઓરેન્જ કેપ નથી જીતી. 

એબી ડી વિલિયર્સ

દિલ્હી કેપિટલ્સ (અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ)થી IPL ડેબ્યૂ કરનાર એબી ડી વિલિયર્સ આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે. એબી ડી વિલિયર્સ શરૂઆતના ત્રણ વર્ષ દિલ્હી માટે રમ્યા પછી 2011માં RCB એ તેમને પોતાની ટીમમાં સામેલ કર્યો ત્યારે ડી વિલિયર્સ સંપૂર્ણપણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો થઈ ગયો. આ લીગમાં 14 સીઝન ધૂમ મચાવ્યા ડી વિલિયર્સના ખાતામાં 5,000થી વધુ રન રહ્યા છે, પરંતુ તે ક્યારેય ઓરેન્જ કેપ ન જીતી શક્યો. એબી ડી વિલિયર્સે પોતાના IPL કરિયરમાં કુલ 5,162 રન બનાવ્યા હતા.

એમએસ ધોની

ચેન્નાઈ સુપર કિંગ્સને 1-2 નહીં 5-5 ખિતાબ જીતાડનાર પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. ધોની સીએસકે માટે ખૂબ જ નીચલા ક્રમે બેટિંગ કરવા આવે છે, છતાં તેના નામે IPLમાં 5,439 રન નોંધાયેલા છે. તેણે ઘણી વખત CSKને હારેલી બાજી જીતાડી છે, પરંતુ તે ક્યારેય ઓરેન્જ કેપ ન જીતી શક્યો.

સુરેશ રૈના

મિસ્ટર IPLના નામથી પ્રખ્યાત ચેન્નાઈ સુપર કિંગ્સના સુરેશ રૈના પણ આ લિસ્ટમાં સામેલ છે. રૈનાએ પોતાના IPL કરિયરમાં 200થી વધુ મેચ રમી હતી, પરંતુ એક સીઝનમાં સૌથી વધુ રન બનાવીને ક્યારેય ઓરેન્જ કેપ નહોતો જીતી શક્યો. ચિન્ના થાલા IPL ઈઇતિહાસમાં એ ટોપ-10 ખેલાડીઓમાં સામેલ છે, જેમણે આ લીગમાં 200થી વધુ મેચ રમી છે. રૈનાએ 205 IPL મેચોમાં 5528 રન બનાવ્યા હતા, પરંતુ ક્યારેય ઓરેન્જ કેપ નહોતો જીતી શક્યો. 

શિખર ધવન

ગબ્બરના નામથી પ્રખ્યાત શિખર ધવનનું પણ IPL કરિયર ખૂબ એક્સાઈટિંગ રહ્યું છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની રેસમાં તે વિરાટ કોહલી અને રોહિત શર્માને ટક્કર આપતો આવ્યો છે, પરંતુ ક્યારેય ઓરેન્જ કેપ નથી જીતી શક્યો. શિખર ધવને પોતાના IPL કરિયર દરમિયાન મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને પંજાબ જેવી ટીમો માટે રમ્યો છે. તેણે 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદમાં રહીને ટ્રોફી ઉઠાવવમાં પણ સફળ રહ્યો હતો. ધવને 222 IPL મેચ રમીને 6769 રન બનાવ્યા, પરંતુ ક્યારેય ઓરેન્જ કેપ ન જીતી શક્યો.

આ પણ વાંચો: Explainer: પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

રોહિત શર્મા

આ યાદીમાં 'મુંબઈ ચા રાજા' રોહિત શર્માનું નામ ખૂબ જ ચોંકાવનારું છે. પોતાના IPL કરિયરમાં 7000થી વધુ રન બનાવ્યા છે અને મુંબઈ ઈન્ડિયન્સને 5-5 આઈપીએલ ખિતાબ જીતાડનાર હિટમેન શર્મા પણ આજ સુધી ઓરેન્જ કેપ નથી જીતી શક્યો. તે IPLના ઈતિહાસમાં વિરાટ કોહલી (8661) બાદ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે પોતાના IPL કરિયરમાં 272 મેચમાં 7046 રન બનાવ્યા છે, પરંતુ તેમ છતાં તે હજુ સુધી ક્યારેય ઓરેન્જ કેપ નથી જીતી શક્યો. રોહિત શર્મા પોતાના કરિયરના અંતિમ પડાવ પર છે, આશા છે કે આ સીઝનમાં તે શાનદાર પ્રદર્શન કરશે અને કરિયર ખતમ થાય તે પહેલા પોતાના આ સપનાને પૂર્ણ કરી શકશે.