Sports

ઇંગ્લેન્ડ સામે કારમી હાર બાદ રડી પડ્યો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમ માટે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી T20 ડેબ્યુમાં નિરાશ થયો. પ્રથમ 3 મેચમાં નિષ્ફળતા બાદ અંતિમ મેચમાંથી તેને પડતો મુકાતા તે મેદાન પર જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હતો. આ ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઇંગ્લેન્ડે શ્રેણી 4-0થી જીતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇંગ્લેન્ડ સામે કારમી હાર બાદ રડી પડ્યો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Vaibhav Sooryavanshi Viral Video: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમ માટે માત્ર 15 વર્ષની ઉંમરે T20 ક્રિકેટમાં ડેબ્યુ કરનાર વન્ડરકિડ વૈભવ સૂર્યવંશી માટે આ પ્રવાસ ઘણો નિરાશાજનક રહ્યો છે. IPLમાં શાનદાર પ્રદર્શનના જોરે ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર વૈભવ આ આંતરરાષ્ટ્રીય તકનો ખાસ ફાયદો ઉઠાવી શક્યો નહોતો. સિરીઝની પ્રથમ ત્રણ મેચમાં તે અનુક્રમે 13, 14 અને 15 રન જ બનાવી શક્યો હતો. સતત ફ્લોપ પ્રદર્શનને કારણે સિરીઝની 5મી અને અંતિમ મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર (ડ્રોપ) કરી દેવાયો હતો, જેને લઈને ટીમ મેનેજમેન્ટની પણ સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે.

મેદાન પર જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો વૈભવ

અંતિમ મેચ દરમિયાન વૈભવ સૂર્યવંશી બાઉન્ડ્રી લાઇન પાસે નિરાશ ચહેરે બેઠેલો જોવા મળ્યો હતો. પરંતુ, મેચ પૂરી થયા બાદ એક હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું હતું. 5મી T20માં ભારતની હાર બાદ વૈભવ પોતાને સંભાળી શક્યો નહોતો અને મેદાન પર જ જોરજોરથી રડવા લાગ્યો હતો. મેચ પૂરી થયા પછી જ્યારે દરેક ખેલાડી પોતાની ધૂનમાં વ્યસ્ત હતા, ત્યારે હાર અને ટીમમાંથી બહાર થવાના સદમાને કારણે વૈભવ એકલો પડી ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઇંગ્લેન્ડે સિરીઝ 4-0થી જીતી, ભારતીય બોલરોની ધોલાઈ

આ T20 સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે અને ઇંગ્લેન્ડે ભારતનો 4-0થી વ્હાઇટવોશ કર્યો છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. છેલ્લી મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડના ઓપનર જોસ બટલર અને કેપ્ટન હેરી બ્રુકે ભારતીય બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. બટલરે માત્ર 64 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 131 રનની વિસ્ફોટક સદી ફટકારી હતી. જ્યારે હેરી બ્રુકે 45 બોલમાં 8 છગ્ગા સાથે અણનમ 95 રન ઝૂડી કાઢ્યા હતા, જેના કારણે ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 3 વિકેટે 257 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

ભારતની 56 રનથી હાર

258 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 201 રન જ બનાવી શકી હતી, જેના કારણે ટીમ ઇન્ડિયાએ આ મેચ 56 રનથી ગુમાવવી પડી હતી. ભારત તરફથી બેટિંગમાં વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને સૌથી વધુ 56 રન અને તિલક વર્માએ 53 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા નહોતા.