2027 ODI વર્લ્ડ કપ માટે 10 ટીમો નક્કી: અફઘાનિસ્તાનની ધમાકેદાર એન્ટ્રી, બે વારની ચેમ્પિયન ટીમ બહાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

All Teams Qualified For 2027 ODI World Cup: દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની યજમાનીમાં યોજાનારા 2027 ODI વર્લ્ડ કપ માટે 10 ટીમોએ ક્વોલિફાય કરી લીધું છે. ત્રીજી વન-ડેમાં આયર્લેન્ડને 3 વિકેટે હરાવવાની સાથે જ અફઘાનિસ્તાને પણ વર્લ્ડ કપમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ ક્વોલિફિકેશન રેન્કિંગના આધારે થતાં 2 વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવાની અણી પર છે.
યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને છોડીને ICCની વન-ડે રેન્કિંગમાં ટોપ-8માં રહેનારી ટીમોને વર્લ્ડ કપ માટે ડાયરેક્ટ ક્વોલિફિકેશન મળ્યું છે. અફઘાનિસ્તાન માટે આયર્લેન્ડ સામેની સિરીઝ જીતવી ખૂબ જ જરૂરી હતી અને એ કરીને તેણે વર્લ્ડ કપમાં સ્થાન પાક્કું કરી લીધું છે.
અત્યાર સુધીમાં 10 ટીમોએ ક્વોલિફાય કર્યું
રેન્કિંગના આધારે ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા ક્વોલિફાય કરી ચૂક્યા છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને ટૂર્નામેન્ટના હોસ્ટ હોવાના નાતે વર્લ્ડ કપમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. આ રીતે આ 10 ટીમોએ અત્યાર સુધી ક્વોલિફાય કર્યું છે.
વાસ્તવમાં ICCએ 30 સપ્ટેમ્બર 2026ની ડેડલાઈન રાખી હતી. આ દિવસે વન-ડે રેન્કિંગમાં જે પણ ટોપ-8 ટીમ હશે, તેમને વર્લ્ડ કપની ટિકિટ મળશે. અફઘાનિસ્તાનની આયર્લેન્ડ સામેની સિરીઝ જીતથી એ સુનિશ્ચિત થઈ ગયું છે કે વેસ્ટઈન્ડીઝ વન-ડે રેન્કિંગમાં 30 સપ્ટેમ્બર પહેલા અફઘાનિસ્તાનને પાછળ નહીં છોડી શકશે. તેથી વેસ્ટઈન્ડીઝને આગામી વર્ષે વર્લ્ડ કપ રમવા માટે ક્વોલિફાયરમાંથી પસાર થવું પડશે.
- ભારત
- પાકિસ્તાન
- ઓસ્ટ્રેલિયા
- ઈંગ્લેન્ડ
- બાંગ્લાદેશ
- શ્રીલંકા
- ન્યુઝીલેન્ડ
- દક્ષિણ આફ્રિકા
- ઝિમ્બાબ્વે
- અફઘાનિસ્તાન
હજુ 4 સ્લોટ બાકી
આ વખતે વર્લ્ડ કપનું ફોર્મેટ બદલી દેવામાં આવ્યું છે. આમ તો વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે હજુ 4 સ્લોટ ખાલી છે, પરંતુ તેમાંથી માત્ર 2 જ સુપર-12 સ્ટેજ સુધી પહોંચી શકશે. તાજેતરમાં જ ICCએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે, ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમ ભાગ લેશે, જેના વિજેતાને સીધી વર્લ્ડ કપની ટિકિટ મળી જશે.
બીજી તરફ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં જે ટીમ બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેશે, તેમની વચ્ચે એક સુપર સિરીઝ રમાશે. આ સુપર સિરીઝ વર્લ્ડ કપનો જ હિસ્સો હશે, અને તેનાથી જ 2027માં ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આ સુપર સિરીઝનો વિજેતા સુપર-12 સ્ટેજને પૂર્ણ કરશે.
બીજી તરફ વેસ્ટઈન્ડીઝ માટે આ અત્યંત શરમજનક બાબત છે, જે સતત બીજી વખત ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય નથી કરી શકી. આ પહેલાં તે 2023ના વર્લ્ડ કપનું ક્વોલિફિકેશન પણ મેળવી શકી ન હતી.









