Shatdal

ઇન્દ્રિયાતીત જ્ઞાન : મનની અજ્ઞાત શક્તિ

By GS Team
11 Aug 20266 mins read
ઇન્દ્રિયાતીત જ્ઞાન : મનની અજ્ઞાત શક્તિ
  • ગોચર-અગોચર-દેવેશ મહેતા
  • 'આપણા બધામાં અંત:પ્રેરણાની ક્ષમતા હોય છે, પરંતુ મોટાભાગના લોકો તેના પર ભાગ્યે જ વિશ્વાસ કરે છે. મનથી મનનો સંચાર દરેક વ્યક્તિમાં રહેલી એક કુદરતી સંવેદનાત્મક ક્ષમતા છે.' ‘The Intuitive mind is a sacred gift and the rational mind is a faithful servent.
    અંતઃપ્રેરણાવાળું મન એક પવિત્ર ભેટ છે અને તર્કબદ્ધ મન તેનું વિશ્વાસુ સેવક છે.
  • Albert Einstein
    (આલ્બર્ટ આઈન્સ્ટાઈન)
    ‘Clairvoyance concerns distant events in space while precognition concerns events in time."
    ક્લેરવોયન્સ (ઇન્દ્રિયાતીત જ્ઞાાન દર્શન) દૂરના સ્થળની ઘટનાઓ સાથે સંબંધિત, છે, જ્યારે પ્રીકોગ્નિશન (પૂર્વજ્ઞાાન/પૂર્વાભાસ) ભવિષ્યમાં બનનારી ઘટનાઓ સાથે સંબંધિત છે.
  • Dean Radin (ડીલ રેડિન)
    ‘ The evidence for extra sensory perception should be judged by the same scientific standards as any other evidence."
    અતીન્દ્રીય જ્ઞાાન દર્શન/અતીન્દ્રિય બોધ માટેના પુરાવાનું મૂલ્યાંકન પણ અન્ય કોઈપણ પુરાવાની જેમ સમાન વૈજ્ઞાાનિક ધોરણો પર થવું જોઈએ.'
  • J. B. Rhine (જે.બી.રહાઈન)
    ‘We all possess Intuitive abilities, though most people rarely truse them.
    આપણા બધામાં અંતઃપ્રેરણાની ક્ષમતા હોય છે, પરંતુ મોટાભાગના લોકો તેના પર ભાગ્યે જ વિશ્વાસ કરે છે.
  • Russel Targ (રસેલ ટાર્ગ)
    ‘Mind-to-mind communication is a natural sensory channel possessed by everyone."
    મનથી મનનો સંચાર દરેક વ્યક્તિમાં રહેલી એક કુદરતી સંવેદનાત્મક ક્ષમતા છે.'
  • Dr. David Hoy
    (ડૉ. ડેવિડ હોય)
    ‘ESP is not connected with spirits crystal balls or tarot cards, it is natural human ability.'
    ઈ.એસ.પી. (અતીન્દ્રીય બોધ) આત્માઓ, ક્રિસ્ટલ બોલ અથવા ટેરો કાર્ડસ સાથે જોડાયેલ નથી, તે માનવીમાં રહેલી એક કુદરતી ક્ષમતા છે.'
  • Dr. David Hoy
    (ડૉ. ડેવિડ હોય)
    અમેરિકન મેન્ટાલિસ્ટ (માઈન્ડ રીડર), સાઈકિક પરફોર્મર અને વિલક્ષણ ચૈતસિક ક્ષમતા ધરાવનારા ડૉ. ડેવિડ એડવિન હોય (૧૯૩૦-૧૯૮૧) સ્ટેડ પર ડૉ. ફોસ્ટ (Dr. Faust) નામથી જાણીતા હતા. તે ઇન્દ્રિયાતીત જ્ઞાાન બોધ, ટેલિપથી, અંતઃપ્રેરણા અને પ્રીકોગ્નિશન (ભવિષ્યનું પૂર્વજ્ઞાાન) જેવી અદ્ભુત ચૈતસિક શક્તિઓ ધરાવતા હતા. ઓસ્ટ્રેલિયન લેખક, ક્રાઈમ રિપોર્ટર અને ફોરેન કોરસ્પોન્ડન્ટ જ્હોન ગોડવિન (John Godwin) દ્વારા લખાયેલ ૧૯૭૪ ના પુસ્તક 'સુપર સાઈકિક ઃ ધ ઇનક્રેડિબલ ડૉ. હોય (Super-Psychic & The Incredible Dr. Hoy) થી તેમને સારી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. આ પુસ્તકમાં ડૉ. ડેવિક હોયનું જીવન, કારકિર્દી અને તેમની અસાધારણ ચૈતસિક શક્તિને લગતી ઘટનાઓ નિરૂપિત થયેલી છે.
    ડૉ. ડેવિડ એડવિન હોય એક બેપ્ટિસ્ટ ધર્મપ્રચારકના પુત્ર હતા અને પોતે પણ ધર્મગુરૂ (Rsverend) તરીકે સેવા આપી હતી. તેમણે દક્ષિણ અમેરિકામાં એક વર્ષ મિશનરી તરીકે કાર્ય કર્યું હતું. તે પછી તે ઇવાન્સવિલેમાં રેડિયો બ્રોડકાસ્ટર બન્યા હતા. તેમની કારકિર્દી અર્ધ-વ્યાવસાયિકથી વ્યાવસાયિક મેન્ટાલિસ્ટ અને પછી ડૉ. ફોસ્ટ નામે સાઇકિક કલાકાર તરીકે વિકસિત થઈ હતી. તેમની ભવિષ્યવાણીઓ પર આધારિત એક સાપ્તાહિક કૉલમ દેશભરના ૩૫૦ વર્તમાનપત્રોમાં પ્રકાશિત થતી હતી. તેમણે ૧૯૬૩ સુધીમાં ટોસ્ડ આઉટ ડેક (Tossed Out Deck) નામની જાણીતી જાદુઈ કાર્ડ પ્રસ્તુતિની રચના કરી હતી. તેમણે મિનિસ્ટર્સ મેજિક સર્વિસ (Minister's Magic Service) નામનું પ્રકાશન ૧૯૫૮ માં સંપાદિત કર્યું હતું. તેમણે પાંચેક પુસ્તકો પણ લખ્યા હતા. તેમાં બોલ્ડ એન્ડ સટલ મિરેકલ્સ ઓફ ડૉ. ફોસ્ટ (Bold and subtle Miracles of Dr. Faust) વધારે લોકપ્રિય બન્યું હતું.
    જ્હોન ગોડવિન તેમના વિશે લખાયેલા પુસ્તકમાં લખે છે - 'ડેવિડ હોય આપણે જોયેલાં ચૈતસિક શક્તિ ધરાવતા લોકોના ચોક્ઠામાં બેસતા નથી. તે ગૂઢ વિદ્યાનો ઉપયોગ કરતા નથી, તે ક્રિસ્ટલ બોલમાં જોતા નથી, તે ટ્રાન્સમાં જતા નથી કે કોઈ દૈવી શક્તિની સહાય મેળવતા નથી કે તે ભૂત-પ્રેતના અવાજો સાંભળતા નથી. છતાં તે ગજબનાક, માન્યામાં ન આવે એવી ચૈતસિક શક્તિ ધરાવે છે. તે ગમે તેવા ગૂઢ રહસ્યોને ઉકેલી દે છે. ખોવાયેલી વસ્તુઓ કે વ્યક્તિઓને, રીઢા ગુનેગારો અને હત્યારાઓને શોધી આપે છે. ભૂતકાળ કે ભવિષ્યકાળની કોઈપણ બાબત હોય તે ઘડીના છઠ્ઠા ભાગમાં જાણી લે છે. તેમની આ શક્તિનો ઉપયોગ દુનિયાભરના લાખો લોકોએ કર્યો છે.'
    ગોડવિન કહે છે - 'જ્યારે મેં એમના વિશે સાંભળ્યું ત્યારે મને એમને મળવાનું થયું. હું એમને કેન્ટુકીના પાડુકાહ ખાતે આવેલા એમના ઘેર મળવા ગયો. મને જોઈને તે કહેવા લાગ્યા - તમે આવી શક્યા તે સારું થયું. તમે ઓસ્ટ્રેલિયા પાછા જવાનો વિચાર માંડી વાળ્યો એ યોગ્ય જ હતું. તમારી માતાને હવે સારું છે અને તેમને મેલબોર્નની હોસ્પિટલમાંથી ઘેર જવાની રજા પણ આપી દીધી છે ને ? હું તો આ સાંભળી અવાક થઈ ગયો. મારી અમેરિકાની મુલાકાત દરમિયાન મેં કોઈને પણ મારી માતાની બીમારી અંગે જાણ કરી નહોતી. હજુ ગઈકાલે જ મારી માતાને હોસ્પિટલમાંથી ઘેર જવાની રજા આપવામાં આવી હતી. તેને હૃદયરોગનો હુમલો થવાથી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. એમણે એમની ચૈતસિક શક્તિથી આ વાત જાણી લીધી એ જોઈ મને અચરજ થયું.
    ડેવિડ હોય તેમના પર પત્રો આવતાં તેના જવાબ હમેશા લખતા. તે વખતે હું તેમની પાસે બેસતો. આવા એક પત્રમાં એક માતાએ તેની પુત્રી ગુમ થઈ ગયા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે ક્યાં છે અને ક્યારે આવશે એવો પ્રશ્ન પૂછ્યો હતો. તેનો જવાબ આપતાં ડેવિડે લખ્યું હતું - 'મેડમ, તમારી પુત્રી મજામાં છે. તે એના બોયફ્રેન્ડ સાથે ન્યૂયોર્ક ભાગી ગઈ છે. મે મહિનાની શરૂઆતમાં તમને તેના તરફથી સમાચાર મળશે. તે ઘેર પણ આવી જશે. મે મહિનાના પહેલા જ અઠવાડિયે તે મહિલાનો પત્ર આવ્યો. તેણે જણાવ્યું- 'ડેવિડ, તમારી ભવિષ્યવાણી સાચી પડી છે. મારી દીકરી એના બોયફ્રેન્ડ સાથે ન્યૂયોર્ક ભાગી હતી. તે ઘેર પાછી આવી ગઈ છે.'
    ૧૯૬૭ના ડિસેમ્બર મહિનાની એક બપોરે લુઇસવિલેના કુરિયર જર્નલની સ્ટાફ રિપોર્ટર બ્રેન્ડા ટાઈરે (Brenda Tirey) એ ઇવાન્સવિલે ખાતે આવેલા ડેવિડ હોયના ઘરની મુલાકાત લીધી હતી અને ડેવિડને પૂછ્યું હતું - 'આવતા વર્ષે કેન્ટુકી ડર્બીનું પરિણામ શું આવશે ?' ડેવિડે કહ્યું હતું - 'ચોથા નંબરનો ઘોડો જીતશે.' બીજા વર્ષે યોજાયેલી કેન્ટુકી ડર્બીમાં ચોથા નંબરનો ઘોડો જ જીત્યો હતો. બ્રેન્ડાએ ડેવિડને એમ પણ પૂછ્યું હતું - ઉઇર્ંઢ સ્ટેશન પર તમે અઠવાડિયા પહેલા પ્રેસિડેન્ટ જ્હોન્સન વિશે ભવિષ્યવાણી કરી હતી કે આવતા વર્ષે પ્રેસિડેન્ટ જ્હોન્સન હારી જશે. જોકે અત્યારે તો એમની લોકપ્રિયતા ઓક્ટોબર કરતા ૧૦ પોઈન્ટ ઉપર ગઈ છે !' ડેવિડે તેના જવાબમાં કહ્યું હતું - અત્યારે લોકમત શું કહે છે એનું મહત્ત્વ નથી. આવતા વર્ષે જ્હોન્સ પ્રેસિડેન્ટ પદે નહીં ચૂંટાય તે નક્કી છે.' ખરેખર તેમ જ થયું હતું.
    ૧૯૭૧ની ૧૬મી જાન્યુઆરીએ મિશિગનની મેટ્રોપોલિટન ડિનર કલબ ઓફ માર્કેટ કાઉન્ટીની મિટિંગમાં ડેવિડ હોયે એક વિમાન દુર્ઘટનાની જાહેરાત કરી. ઓમિનિંગ જર્નલ (OMINING JOURNAL) ના રિપોર્ટર બરોગા ડે એ એને શબ્દશઃ રજૂ કરી - The next major airline crash in the world will occur within eighteen days in either Switzarland or Spain. There will be no more than two survivors - one of them a young boy - વિશ્વમાં આગામી મોટી વિમાની દુર્ઘટના આવતા અઢાર દિવસની અંદર સ્વિટ્ઝર્લેન્ડ અથવા સ્પેનમાં થશે. તેમાં બે કરતાં વધુ લોકો જીવતા બચશે નહીં - અને બચી ગયેલામાંથી એક નાનો છોકરો હશે.' ૧૮મી જાન્યુઆરીએ ચાર એન્જિનવાળું બલ્ગેરિયન એરલાઇનર સ્વિટ્ઝર્લેન્ડના ઝુરિચ ખાતે ઉતરાણ વખતે એક ટેકરી સાથે અથડાયું હતું. તેમાં મુસાફરી કરી રહેલા ૩૭ લોકોમાંથી ૩૫ લોકો મરણ પામ્યા હતા. એક પાયલોટ અને ૧૨ વર્ષનો છોકરો બચી ગયા હતા. આમ ડેવિડ હોયની ભવિષ્યવાણી સાચી પડી હતી.