હવે YouTube પર સેલિબ્રિટીઝનો Deepfake કરશો તો પકડાઈ જશો: ગૂગલે લોન્ચ કર્યું નવું Likeness Detection ટૂલ, જાણો વિગત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New YouTube Tool: યૂટ્યુબે તેની લાઈકનેસ ડિટેક્શન ટેકનોલોજીને હવે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ લાવવાની જાહેરાત કરી છે. આ નવી સિસ્ટમ AI દ્વારા બનાવાયેલા કન્ટેન્ટ, જેમ કે ડીપફેકને ઓળખી શકે છે અને યૂટ્યુબની હાલની Content ID સિસ્ટમ જેવી જ રીતે કાર્ય કરે છે. તેનો મુખ્ય હેતુ સર્જકો અને જાહેર હસ્તીઓને તેમની મંજૂરી વગર તેમની ઓળખના દુરુપયોગથી બચાવવાનો છે. ખાસ કરીને સેલિબ્રિટીઓ માટે સામાન્ય સમસ્યા બની ગઈ છે, કારણ કે તેમની છબીનો ઉપયોગ ઘણીવાર છેતરપિંડીયુક્ત જાહેરાતોમાં થાય છે. આથી આ ટેક્નોલોજીથી યુઝર્સ પણ હવે એવી છેતરપિંડીનો ભોગ નહીં બને.
ટેલેન્ટ એજન્સીઓએ આ ટૂલને સમર્થન આપ્યું
આ લાઈકનેસ ડિટેક્શન ટેકનોલોજીને પહેલી વાર ગયા વર્ષે પસંદગીના યૂટ્યુબ સર્જકો સાથે પાયલોટ પ્રોગ્રામ હેઠળ ટેસ્ટ કરવામાં આવી હતી. બાદમાં આ ટેકનોલોજીમાં રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને પત્રકારોને પણ સમાવેશ કરવામાં આવ્યો. તેમના ડીપફેક નહોતા બનાવી શકાતા. હવે આ ટેકનોલોજી મનોરંજન ઉદ્યોગમાં ટેલેન્ટ એજન્સીઓ અને મેનેજમેન્ટ કંપનીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. CAA, UTA, WME અને Untitled Management જેવી મુખ્ય એજન્સીઓએ પણ આ ટેક્નોલોજીને સ્વીકારી એને સમર્થન આપ્યું છે.
લાઈકનેસ ડિટેક્શન ટૂલ કેવી રીતે કાર્ય કરે છે?
આ ટૂલ AI દ્વારા બનાવાયેલા કન્ટેન્ટને સ્કેન કરીને તેના ડેટાબેઝમાં જે પણ વ્યક્તિના ચહેરા નોંધાયેલા હોય એની સાથે મેળ ખાય છે કે નહીં તેને ચેક કરે છે. ત્યારબાદ આ ટૂલનો ઉપયોગ કરનાર યુઝર પાસે વિકલ્પ હશે કે તે આ વિડિયોને પ્રાઇવસી નીતિના ઉલ્લંઘન હેઠળ દૂર કરાવે, કૉપિરાઇટ હટાવવાની વિનંતી કરે અથવા તો કોઈ કાર્યવાહી ન કરવાની પણ પસંદગી આપે છે. તેમ છતાં યૂટ્યુબ સ્પષ્ટ કરે છે કે તમામ કન્ટેન્ટ દૂર કરવામાં નહીં આવે, કારણ કે પેરોડી અને સેટાયર પ્રકારનું કન્ટેન્ટ તેના નિયમો હેઠળ માન્ય છે.
આ પણ વાંચો: દુકાનો અને રેસ્ટોરન્ટમાં QR કોડ સ્કેમ: ગ્રાહકો માટે નવો ખતરો, કેવી રીતે બચવું
ફેડરલ કાયદાકીય પગલાં માટે પણ યૂટ્યુબ કામ કરી રહ્યું છે
યૂટ્યુબ ભવિષ્યમાં આ લાઈકનેસ ડિટેક્શન ટેકનોલોજીને ઓડિયો કન્ટેન્ટ સુધી પણ વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. કંપનીએ ફેડરલ સ્તરે સમાન સુરક્ષા માટે પણ પ્રયત્નો કર્યા છે અને વોશિંગ્ટન, ડી.સી.માં NO FAKES Actને સમર્થન આપ્યું છે. આ કાયદો AIનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિના અવાજ અને તેના જેવા દેખાતા વ્યક્તિનો ગેરકાયદે વીડિયો બનાવવામાં આવે તો એને અટકાવી શકે છે.









