હવે WhatsApp મેસેજને પણ શેડ્યૂલ કરી શકાશે, આવી રહ્યું છે નવું ફીચર, જાણો કેવી રીતે…
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

WhatsApp New Feature: WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈ પણ મેસેજને શેડ્યૂલ કરી શકશે. આ ફીચર હાલમાં iOS માટેના ટેસ્ટફ્લાઇટ પ્રોગ્રામ હેઠળ બીટા વર્ઝન 26.7.10.72 માં જોવા મળી રહ્યું છે. આ ફીચર પર હાલમાં કામ ચાલી રહ્યું છે. ટેસ્ટફ્લાઇટ હેઠળ આ ફીચર છે, પરંતુ બીટા ટેસ્ટિંગ અથવા તો સામાન્ય યુઝર્સ માટે એનો ઉપયોગ નથી કરી શકાતો.
મેસેજને કરી શકાશે શેડ્યૂલ
મેસેજ શેડ્યૂલિંગનું ફીચર લોન્ચ થયા બાદ યુઝર મેસેજ લખીને એને ઓટોમેટિક સેન્ડ કરવા માટે ચોક્કસ તારીખ અને સમય પસંદ કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ જન્મદિવસ જેવા મહત્ત્વના દિવસે શુભેચ્છા પાઠવવા, રીમાઇન્ડર તરીકે અને અન્ય મહત્ત્વની વાતો માટે ખૂબ જ કામ આવી શકે છે. જેટલા પણ મેસેજ શેડ્યૂલ કર્યા હશે એને WhatsApp ચેટ ઇન્ફોમાં આ દરેક શેડ્યૂલ મેસેજ જોઈ શકાશે. આથી આ તમામ મેસેજને સરળતાથી મેનેજ પણ કરી શકાશે.
શેડ્યૂલ મેસેજને કરી શકાશે ડિલીટ
આ ફીચરની સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે શેડ્યૂલ કરેલા મેસેજને યુઝર ઇચ્છે ત્યારે ડિલીટ કરી શકે છે. આ મેસેજ જેના માટે શેડ્યૂલ કરવામાં આવ્યો છે એને ખબર નહીં પડે કે મેસેજ ડિલીટ કરવામાં આવ્યો છે. iOS માં હાલમાં Shortcuts એપ દ્વારા ઓટોમેશન બનાવીને ચોક્કસ મેસેજ કોઈને પણ મોકલી શકાય છે. જોકે હવે આ ફીચર WhatsApp દ્વારા જ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. Shortcuts બનાવવું એટલું સરળ નથી, આથી યુઝરને હવે બિલ્ટ-ઇન ફીચર આપવામાં આવી રહ્યું છે જે ખૂબ જ સરળ રહેશે.
આ પણ વાંચો: મેટા એપ્રિલથી મેસેન્જર વેબસાઇટ બંધ કરશે, યુઝર્સને ફેસબુક પર રીડાયરેક્ટ કરવામાં આવશે…
પર્સનલ અને ગ્રૂપ ચેટ બન્ને માટે કામ કરશે
શેડ્યૂલ કરેલા મેસેજના ફીચર દ્વારા યુઝર્સને કમ્યુનિકેશન પર વધુ કન્ટ્રોલ મળશે. આથી યુઝરને કોઈ પણ મેસેજને ચોક્કસ સમયે સેન્ડ કરવાનું યાદ રાખવાની જરૂર નહીં પડે. આ મેસેજ ફીચર પર્સનલ ચેટ અને ગ્રૂપ બન્ને માટે રજૂ કરવામાં આવી રહ્યું છે. આથી યુઝર હવે આ ફીચરનો ઉપયોગ એનાઉન્સમેન્ટ માટે પણ કરી શકે છે. Business Broadcasts માં આ એક પેઇડ ફીચર છે, પરંતુ હવે સામાન્ય યુઝર્સ માટે એને ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.









