Get The App

મેટા એપ્રિલથી મેસેન્જર વેબસાઇટ બંધ કરશે, યુઝર્સને ફેસબુક પર રીડાયરેક્ટ કરવામાં આવશે…

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
મેટા એપ્રિલથી મેસેન્જર વેબસાઇટ બંધ કરશે, યુઝર્સને ફેસબુક પર રીડાયરેક્ટ કરવામાં આવશે… 1 - image


Messenger Website Shut Down: મેટાએ જાહેરાત કરી છે કે 2026ની એપ્રિલથી તેની સ્વતંત્ર મેસેન્જર વેબસાઇટ (messenger.com) બંધ કરવા જઈ રહ્યું છે. આ સાથે ફેસબુકથી અલગ ચેટ સર્વિસ રાખવાનો દાયકાનો પ્રયાસનો અંત થઈ રહ્યો છે. એપ્રિલ પછી messenger.com પર જનાર યુઝર્સને આપમેળે facebook.com/messages પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જેથી તેઓ ડેસ્કટોપ પર વાતચીત ચાલુ રાખી શકે.

વેબ યુઝર્સ ફેસબુક તરફ રીડાયરેક્ટ

મેટાના હેલ્પ પેજ મુજબ ડેસ્કટોપ યુઝર્સને હવે વેબ પર સીધો મેસેન્જર ઍક્સેસ નહીં મળે. તેના બદલે તમામ બ્રાઉઝર આધારિત ચેટ્સ ફેસબુકના મેસેજિંગ ઇન્ટરફેસ મારફતે ચાલશે. મેસેન્જર મોબાઇલ એપ યથાવત કાર્યરત રહેશે જેથી મોબાઇલ યુઝર્સને કોઈ અડચણ નહીં પડે.

ફેસબુક એકાઉન્ટ વગર મેસેન્જરનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે હવે એક લિમિટેશન આવી જશે. તેઓ માત્ર મોબાઇલ એપ દ્વારા જ વાતચીત કરી શકશે. ચેટ હિસ્ટ્રી સુરક્ષિત બેકઅપ પિન સિસ્ટમ દ્વારા ફરીથી રિસ્ટોર કરી શકાશે. ભૂલાયેલ પિનને પણ ફરીથી સેટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.

મેટાની મેસેન્જરને લઈને સ્ટ્રેટેજી

આ પગલું મેટાના અગાઉના નિર્ણયને અનુસરે છે જેમાં તેણે Windows અને Mac માટેના સ્વતંત્ર મેસેન્જર ડેસ્કટોપ એપ્સ બંધ કર્યા હતા. તે સમયે યુઝર્સને ફેસબુકના વેબ ઇન્ટરફેસ તરફ રીડાયરેક્ટ કરવામાં આવ્યા હતા. જોકે હવે messenger.comનો પણ અંત આવી ગયો છે.

મેસેન્જરની સફર 2008માં Facebook Chat તરીકે શરૂ થઈ હતી. 2011માં તેને અલગ એપ તરીકે રજૂ કરવામાં આવી હતી. 2014માં ફેસબુકે તેના મુખ્ય મોબાઇલ એપમાંથી મેસેજિંગ અલગ કરીને મેસેન્જરને સ્વતંત્ર સર્વિસ તરીકે રજૂ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં મેટાએ પોતાની સ્ટ્રેટેજી બદલી છે. 2023માં ફેસબુકે ફરીથી મેસેન્જરની સુવિધાઓ પોતાના મુખ્ય એપમાં સામેલ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: ઝકરબર્ગનો ક્લાસ લીધો જજએ: તેની ટીમ દ્વારા કોર્ટમાં મેટા રે-બન સ્માર્ટ ગ્લાસ પહેર્યા હોવાથી થઈ કન્ટ્રોવર્સી

યુઝર્સની પ્રતિક્રિયા

આ જાહેરાતથી ઘણા યુઝર્સમાં અસંતોષ જોવા મળ્યો છે. ખાસ કરીને તેઓમાં જેઓએ પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું છે, પરંતુ વેબ પર મેસેન્જરનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો. તેમના માટે ફેસબુક તરફ રીડાયરેક્ટ થવું એક બેક સ્ટેપ બરાબર છે કારણ કે હવે તેઓ સર્વિસને સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકશે નહીં.