Science & Technology

સાઈલેન્ટ કોલથી કેવી રીતે થઈ શકે છે AI સ્કેમ? જાણો માહિતી…

By GS Team
23 Mar 20263 mins read
TukuTouch Logo
શું તમને ક્યારેય સાઈલેન્ટ કોલ આવ્યો છે? એટલે કે ફોન વાગે પરંતુ સામે કોઈ બોલતું નથી. સામાન્ય રીતે આને નેટવર્કની સમસ્યા માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં આવા કોલ્સ નવા પ્રકારના સ્કેમનો ભાગ હોઈ શકે છે. આ રીતમાં સ્કેમર્સ અજાણ્યા નંબર પરથી કોલ કરે છે અને જાણજોઈને શાંતિ રાખે છે. તેમનો હેતુ એ હોય છે કે તમે પહેલા બોલો, જેથી તેઓ તમારા અવાજનો ડેટા મેળવી શકે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાઈલેન્ટ કોલથી કેવી રીતે થઈ શકે છે AI સ્કેમ? જાણો માહિતી…

Silent Call Scam: શું તમને ક્યારેય સાઈલેન્ટ કોલ આવ્યો છે? એટલે કે ફોન વાગે પરંતુ સામે કોઈ બોલતું નથી. સામાન્ય રીતે આને નેટવર્કની સમસ્યા માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં આવા કોલ્સ નવા પ્રકારના સ્કેમનો ભાગ હોઈ શકે છે. આ રીતમાં સ્કેમર્સ અજાણ્યા નંબર પરથી કોલ કરે છે અને જાણજોઈને શાંતિ રાખે છે. તેમનો હેતુ એ હોય છે કે તમે પહેલા બોલો, જેથી તેઓ તમારા અવાજનો ડેટા મેળવી શકે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી શકે.

સાઈલેન્ટ કોલ દરમિયાન સ્કેમર્સ કેવી રીતે ડેટા ભેગા કરે છે?

સ્કેમર સાઈલેન્ટ કોલ કરે છે, ત્યારે તે સામાન્ય રીતે સામેની વ્યક્તિના બોલવાની રાહ જુએ છે. મોટા ભાગના લોકો સ્વાભાવિક રીતે “હેલો” કહે છે અથવા કોલ કનેક્ટ થયો છે કે નહીં તે ચેક કરે છે, અને આ બધું રેકોર્ડ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ થોડા સેકન્ડના અવાજના સેમ્પલથી પણ અવાજને પ્રોસેસ કરીને નકલ કરી શકે છે. એટલું જ નહીં, સ્કેમર્સ યુઝર્સના બોલવાના અંદાજ, અવાજનો ટોન, આત્મવિશ્વાસ અને સંકોચ જેવા પાસાઓને પણ એનાલાઇઝ કરે છે. આથી તેઓ આગામી પરિસ્થિતિમાં યુઝરની પ્રતિક્રિયા કેવી રહેશે તે જાણી શકે છે.

સ્કેમર્સ યુઝરની કોલ રિસ્પોન્સ આદતોને ટ્રેક કરી શકે છે

સમય જતાં સ્કેમર્સ યુઝરની કોલ ઉઠાવવાની આદતો અને પ્રતિભાવનો સમય ટ્રેક કરી શકે છે. આ માહિતીના આધારે તેઓ વધુ ટાર્ગેટેડ સ્કેમ તૈયાર કરે છે, જેમ કે કોઈની નકલ કરીને કોલ કરવો અથવા તાત્કાલિક છેતરપિંડીના પ્રયાસો વગેરે દ્વારા કરવામાં આવી શકે છે. કોઈપણ વ્યક્તિ આ પ્રકારના કોલનો શિકાર બની શકે છે, પરંતુ કેટલાક લોકો વધુ સંવેદનશીલ હોય છે. વૃદ્ધ લોકો શું ચાલી રહ્યું છે તે સમજવા માટે વધુ સમય સુધી કોલ પર રહે છે, જ્યારે માતા-પિતા કોઈ અજીબ લાગણી થાય તો તરત પ્રતિક્રિયા આપે છે. આથી યુઝરના અવાજનો ઉપયોગ કરીને તેમની ફેમિલીને પણ ટાર્ગેટ કરી શકાય છે.

સાઈલેન્ટ કોલ આવે તો શું કરવું?

પ્રોફેશનલ્સ અને બિઝનેસ ઓનર્સ પણ આ સ્કેમના મુખ્ય ટાર્ગેટ હોય છે, કારણ કે તેઓ અજાણ્યા નંબર પરથી આવેલા કોલને મહત્ત્વપૂર્ણ માનીને ઉઠાવે છે. જો તમને સાઈલેન્ટ કોલ આવે, તો સૌથી યોગ્ય પગલું શાંતિ રાખવાનું છે. “હેલો” ન કહો, કોઈ પ્રશ્ન ન પૂછો અને વાત આગળ વધારવાનો પ્રયત્ન ન કરો, કારણ કે થોડા સેકન્ડનું બોલવું પણ સ્કેમર્સ માટે ઉપયોગી ડેટા આપી શકે છે.

આ પણ વાંચો: CEOની ખુરશી પર હવે AI? સુંદર પિચાઈનું નિવેદન અને માર્ક ઝકરબર્ગે શરૂ કર્યો અનોખો પ્રયોગ!

સ્કેમથી બચવા માટેની ટીપ્સ

ફોન પર પ્રતિસાદ આપવાના બદલે થોડા સમય માટે કોલને સ્પીકર પર રાખો. ટીવી અથવા મ્યુઝિક જેવા બેકગ્રાઉન્ડ અવાજ ચલાવવાથી રેકોર્ડિંગ ઓછું ઉપયોગી બને છે. કેટલાક લોકો સ્પષ્ટ ન બોલવા અથવા નેટવર્ક ખરાબ હોય તેવી નકલ કરીને પણ અવાજની ગુણવત્તા ઘટાડવાનો પ્રયત્ન કરે છે. આથી આ યુક્તિનો પણ ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારના સ્કેમ્સ હંમેશાં તરત નાણાકીય નુકસાન પહોંચાડતા સ્કેમ માટે નથી થતા, પરંતુ ધીમે ધીમે યુઝર્સના ડેટા એકત્ર કરીને પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે અને ત્યાર બાદ સ્કેમ કરવામાં આવે છે.