Business

વાયદા બજારમાં મહાકડાકો, 5 મિનિટમાં ચાંદી 9448 તૂટી દોઢ લાખની નીચે ગબડી, સોનામાં 5000થી વધુનો ઘટાડો

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
MCX બજારમાં આજે સોના-ચાંદીમાં મોટો કડાકો બોલ્યો છે. બજાર ખુલતાં જ સોનામાં 5218 રૂપિયાનો ઘટાડો નોંધાયો, જ્યારે ચાંદીમાં માત્ર 5 મિનિટમાં 9448 રૂપિયાનો એકઝાટકે કડાકો થતાં બજારમાં ખળભળાટ મચી ગયો. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો, મજબૂત ડોલર, બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને AI શેરોમાં વેચવાલી જેવા કારણોસર આ ઘટાડો જોવા મળ્યો છે. આગામી સમયમાં પણ ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાયદા બજારમાં મહાકડાકો, 5 મિનિટમાં ચાંદી 9448 તૂટી દોઢ લાખની નીચે ગબડી, સોનામાં 5000થી વધુનો ઘટાડો

Gold and Silver Price Updates : સોના-ચાંદીના MCX માર્કેટમાં આજે ભારે વેચવાલીના દબાણ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મહાકડાકો બોલી ગયો છે. બજાર ખુલતાં જ સોનામાં 5218 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં માત્ર 5 મિનિટના કારોબારમાં જ 9448 રૂપિયાનો એકઝાટકે કડાકો થતાં બજારમાં ખળભળાટ મચી ગયો છે.

આજના કારોબાર દરમિયાન ચાંદી તેના જૂના બંધ ભાવ 157482 સામે ગગડીને 151183 ના સ્તરે ખૂલી હતી, જે આજનો તેનો ઊંચો સ્તર (હાઈ) પણ રહ્યો હતો. ત્યારબાદ ઝડપી ઘટાડા સાથે ચાંદી નીચામાં 148034 ના સ્તરે પહોંચી ગઈ હતી. આમ, ચાંદીમાં એકઝાટકે 5 મિનિટમાં જ 9448 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે.

બીજી તરફ, સોનામાં પણ સવારથી જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું તેના જૂના બંધ ભાવ 127452 સામે ઘટીને 123629 ના નવા ઓપન ભાવે ખૂલ્યું હતું, જે આજનો હાઈ પણ રહ્યો હતો. ત્યારબાદ ભાવ વધુ તૂટીને નીચામાં 122234 ના સ્તરે પહોંચ્યા હતા. આમ, બજાર ખુલતાં જ સોનામાં 5218 રૂપિયાનો મોટો કડાકો નોંધાયો છે.

સોના-ચાંદીમાં ઘટાડાના 4 મુખ્ય કારણો

વ્યાજદર વધવાની આશંકા: અમેરિકામાં મોંઘવારીની ચિંતા વચ્ચે ફેડરલ રિઝર્વ (Fed) દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી આશંકા વધી છે.

ડોલરમાં મજબૂતી: ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજીને કારણે સોના પર દબાણ વધ્યું છે. ડોલર મજબૂત થતાં અન્ય દેશોના ખરીદદારો માટે સોનાની ખરીદી મોંઘી બને છે.

બોન્ડ યીલ્ડમાં ઉછાળો: અમેરિકાના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 5% થી ઉપર જળવાઈ રહી છે, જેના કારણે રોકાણકારો માટે સોનાની સરખામણીએ બોન્ડ વધુ આકર્ષક બન્યા છે.

AI શેરોમાં વેચવાલી: ટેક્નોલોજી અને AI કંપનીઓના શેરોમાં ઘટાડાને પગલે રોકાણકારો અન્ય એસેટ્સમાં પણ વેચવાલી કરી રહ્યા છે, જેની અસર સોના પર પણ પડી છે.

આગામી વલણ અંગે શું છે સંકેત?

ડોલરની મજબૂતી, અમેરિકી બોન્ડ યીલ્ડમાં તેજી અને ફેડની કડક નાણાકીય નીતિની આશંકા હાલ સોના માટે પડકારરૂપ બની રહી છે. આ સ્થિતિને જોતાં આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે.