Astro

દેવઉઠી અગિયારસ: વૃષભ-મીન સહિત આ 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન! તોળાઈ રહ્યું છે મોટું સંકટ

By GS Team
19 Nov 20262 mins read
TukuTouch Logo
હિન્દુ ધર્મમાં દેવઉઠી અગિયારસનું વિશેષ મહત્વ છે. આ વર્ષે 20 નવેમ્બરે ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગનિદ્રામાંથી જાગશે. આ પાવન દિવસે લગ્ન અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો ફરી શરૂ થશે. મેષ, મિથુન, કન્યા અને ધનુ રાશિના જાતકોને આર્થિક લાભ થશે, પરંતુ વૃષભ, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને આર્થિક મોરચે સંઘર્ષ કરવો પડશે અને રાહ જોવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેવઉઠી અગિયારસ: વૃષભ-મીન સહિત આ 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન! તોળાઈ રહ્યું છે મોટું સંકટ

Devuthani Ekadashi 2026: હિન્દુ ધર્મમાં દેવઉઠી અગિયારસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ વર્ષે 20 નવેમ્બરના રોજ દેવઉઠી અગિયારસ ઉજવવામાં આવશે. આ પાવન દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગનિદ્રામાંથી બહાર આવતાની સાથે જ લગ્ન, ગૃહપ્રવેશ જેવા તમામ શુભ અને માંગલિક કાર્યો ફરીથી શરૂ થઈ જશે. ભગવાન વિષ્ણુના જાગતા જ જ્યાં મેષ, મિથુન, કન્યા અને ધનુ રાશિના જાતકોને મોટો આર્થિક અને વ્યવસાયિક લાભ થવાનો છે, ત્યાં કેટલીક રાશિઓ એવી પણ છે જેમનું ભાગ્ય ભગવાન જાગ્યા બાદ પણ સૂતેલું રહેશે. આ રાશિના જાતકોનું નસીબ ખૂલવામાં હજુ સમય લાગશે. ગ્રહ-નક્ષત્રોની ચાલ પર નજર નાખીએ તો 3 રાશિઓ એવી છે જેમને આર્થિક મોરચે લાભ મેળવવા માટે હજુ થોડો સમય વધુ સંઘર્ષ કરવો પડશે અને રાહ જોવી પડશે.

વૃષભ રાશિ: ઉધાર લેવડ-દેવડ મોટા વિવાદનું કારણ બની શકે છે

  • વૃષભ રાશિના જાતકો માટે આ સમય આર્થિક બાબતોમાં થોડું સંભાળીને ચાલવાનો સંકેત આપી રહ્યો છે.
  • કારોબારમાં ઉતાર-ચઢાવ આવી શકે છે અને કેટલાક નિર્ણયો અપેક્ષા મુજબના પરિણામો નહીં આપે.
  • કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા સારી રીતે વિચાર કરી લેવો. હાલ ઉતાવળમાં પૈસા લગાવવાથી બચવું.
  • ઉધાર આપવું કે નાણાંની લેવડ-દેવડ કરવી મોટા વિવાદનું કારણ બની શકે છે.
  • નોકરી અને વેપાર સાથે જોડાયેલા પડકારોનો સામનો ધીરજપૂર્વક કરવો પડશે.
  • નાની-નાની વાતો પર ગુસ્સો કરવાથી પરિસ્થિતિ બગડી શકે છે, તેથી તમારા વર્તનમાં સંયમ જાળવી રાખવો.

વૃશ્ચિક રાશિ: બેંક-બેલેન્સમાં ઘટાડો થશે, બજેટ બનાવીને ચાલવું

  • વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળામાં ખર્ચાઓમાં વધારો થઈ શકે છે.
  • અનેક બિનજરૂરી ખર્ચાઓ તમારી આર્થિક સ્થિતિ પર દબાણ લાવી શકે છે, જેના કારણે બેંક-બેલેન્સમાં ઘટાડો આવશે.
  • લગ્નજીવનમાં પણ કેટલીક પરેશાનીઓ આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને જરા પણ બેદરકારી ન દાખવવી.
  • પાર્ટનરશિપમાં વેપાર કરનારાઓએ પણ વિશેષ સાવધાની રાખવી પડશે, કારણ કે ભાગીદાર સાથે કોઈ મુદ્દે અસહમતિ વધી શકે છે.
  • કોઈ મહિલા સાથે વિવાદ થવાની આશંકા પણ છે, જેનાથી તમને નુકસાન વેઠવું પડી શકે છે.

મીન રાશિ: હાથમાંથી નીકળી શકે છે મોટી બિઝનેસ ડીલ

  • મીન રાશિના જાતકો માટે વ્યવસાય અને સ્વાસ્થ્ય બંને મોરચે સતર્ક રહેવાનો સમય છે.
  • કારોબાર સાથે જોડાયેલા લોકોએ ખાસ સતર્ક રહેવાની જરૂર છે. જરા સરખી બેદરકારીના કારણે તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.
  • કોઈ મોટો વ્યવસાયિક સોદો હાથમાંથી નીકળી શકે છે, જેનાથી નિરાશા થઈ શકે છે.
  • તબિયતની બાબતમાં પણ લાપરવાહી ભારે પડી શકે છે. તમારી આસપાસ સ્વચ્છતા જાળવી રાખો અને ખાન-પાન પર વિશેષ ધ્યાન આપો.
  • નાના ભાઈ-બહેનો સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે, તેથી વાતચીત કરતી વખતે તમારા શબ્દોની પસંદગી સમજી-વિચારીને કરવી.
  • જૂના મિત્રો સાથે પણ મતભેદ ઉભરવાની આશંકા છે.