World

દુનિયાના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમોની યાદી જાહેર: 22 ભારતીયોને મળ્યું સ્થાન, જાણો ટોપ પર કોણ?

By GS Team
19 Nov 20262 mins read
TukuTouch Logo
જોર્ડનના રોયલ ઇસ્લામિક સેન્ટરે 'ધ મુસ્લિમ 500'ની 18મી આવૃત્તિ બહાર પાડી છે. આ લિસ્ટમાં વિશ્વના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમોમાં 22 ભારતીયોનો સમાવેશ થયો છે. જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદની 18મા ક્રમે ટોચના ભારતીય છે. શાહરુખ ખાન, આમિર ખાન, શબાના આઝમી, એ.આર. રહેમાન, અસદુદ્દીન ઓવૈસી અને અઝીમ પ્રેમજી પણ આ લિસ્ટમાં સ્થાન પામ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયાના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમોની યાદી જાહેર: 22 ભારતીયોને મળ્યું સ્થાન, જાણો ટોપ પર કોણ?

The Muslim 500 : વિશ્વના 500 સૌથી પ્રભાવશાળી મુસલમાનોના લિસ્ટને 'ધ મુસ્લિમ 500' તરીકે ઓળખવામાં આવે છે. આ લિસ્ટ જોર્ડનની રાજધાની અમ્માનમાં આવેલા 'રોયલ ઇસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટર' દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. રોયલ ઇસ્લામિક સેન્ટરે તેની 2027ની 18મી આવૃત્તિ બહાર પાડી છે. આ લિસ્ટમાં વિશ્વભરના દેશોના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમોનાં નામ સામેલ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે 22 ભારતીય નાગરિકોનાં નામ પણ સામેલ છે.

આમાં ધાર્મિક વિદ્વાનો અને ધર્મગુરુઓની સાથે-સાથે બોલિવૂડના અભિનેતા, સંગીતકાર, રાજનેતા, બિઝનેસમેનથી લઈને વૈજ્ઞાનિકોનાં નામ પણ સામેલ છે. જોકે, વિશ્વના 500 પ્રભાવશાળી મુસ્લિમોના લિસ્ટમાં ટોપ 50માં માત્ર એક જ ભારતીય નાગરિકનું નામ જોડવામાં આવ્યું છે.

કોણ છે ભારતના સૌથી પ્રભાવશાળી મુસલમાન?

વિશ્વના 500 સૌથી પ્રભાવશાળી મુસલમાનોના લિસ્ટમાં ભારત તરફથી જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીને સૌથી ઊંચું રેન્કિંગ મળ્યું છે અને તેઓ ટોપ 50માં સામેલ એકમાત્ર ભારતીય છે, જે લિસ્ટમાં 18મા ક્રમે છે.

આ સિવાય લિસ્ટમાં બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન, આમિર ખાન અને અભિનેત્રી શબાના આઝમીને પણ સ્થાન મળ્યું છે. બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનનું નામ આ લિસ્ટમાં પહેલી વખત સામેલ કરવામાં આવ્યું છે. જ્યારે ઑસ્કર અને ગ્રેમી એવોર્ડથી સન્માનિત ભારતીય સંગીતકાર એ.આર. રહેમાન પણ લિસ્ટમાં સામેલ છે.

ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા અબુબક્ર અહમદ, મૌલાના કમરૂઝઝમા આઝમી, સૈયદ ઇબ્રાહીમ ખલીલ અલ-બુખારી, મીરવાઇઝ ઉમર ફારૂક, મૌલાના સાદ કાંધલવી, મૌલાના ઝુબેર ઉલ હસન કાંધલવી, મૌલાના સૈયદ અરશદ મદની, ડૉ. બહાઉદ્દીન ખાન, ડૉ. ઝાકિર નાઇક, મુફ્તી અબુલ કાસિમ નોમાની, મૌલાના શાકિર અલી નૂરી અને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનનું નામ પણ લિસ્ટમાં સામેલ છે.

રાજનીતિ અને બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા ભારતીય મુસલમાન

વિશ્વના 500 સૌથી પ્રભાવશાળી મુસલમાનોના લિસ્ટમાં ભારતીય રાજનીતિમાંથી AIMIM પ્રમુખ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી તથા AIUDF સ્થાપક બદરુદ્દીન અજમલનું નામ સામેલ કરવામાં આવ્યું છે. જ્યારે બિઝનેસ અને પરોપકાર ક્ષેત્રમાંથી વિપ્રોના સ્થાપક અધ્યક્ષ અઝીમ પ્રેમજીનું નામ જોડવામાં આવ્યું છે.

લિસ્ટમાં પહેલા નંબર પર કોણ?

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસીમ મુનીરને વિશ્વના સૌથી પ્રભાવશાળી મુસલમાનોના લિસ્ટમાં સંયુક્ત રીતે પહેલો ક્રમ આપવામાં આવ્યો છે. આ બંને નેતાઓની સાથે-સાથે સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદ, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) અને તુર્કીયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગનને પણ પહેલા નંબર પર રાખવામાં આવ્યા છે.