વાંચો તમારું 20 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. મોસાળપક્ષે-સાસરીપક્ષે ચિંતા-ખર્ચ જણાય.
વૃષભ : આપે ધંધામાં ધ્યાન રાખવું પડે. ઉતાવળમાં આવી જઈને કોઈ નિર્ણય કરવા નહીં. વાણીની સંયમતા રાખવી.
મિથુન : આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામમાં રૂકાવટ જણાય. દોડધામ-શ્રમમાં વધારો થાય.
કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપે સંભાળવું પડે. નોકર-ચાકરવર્ગની તકલીફ જણાય.
સિંહ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
કન્યા : આપના અગત્યના કામકાજમાં અન્ય કોઈના ભરોસે રહેવું નહીં. ઇચ્છિત વ્યક્તિ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે.
તુલા : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગ કોઈને કોઈ મુશ્કેલી ઉભી કરે કોર્ટ-કચેરીના કામમાં ધ્યાન રાખવું.
વૃશ્ચિક : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-દોડધામ જણાય. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું.
ધન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં આપને પ્રતિકૂળતા રહે. ખર્ચ જણાય.
મકર : ભાઈભાંડુવર્ગ સાથે, અડોશ-પડોશમાં વાદ-વિવાદથી આપે સંભાળવું પડે. યશ-પદ-ધનને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી.
કુંભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. સામાજિક-વ્યવહારિક કામમાં મુશ્કેલી અનુભવાય.
મીન : આપના ગણત્રી-ધારણા અવળાં પડતાં ઉચાટ-ઉદ્વેગ રહે. અગત્યના કામકાજ અંગેના મિલન-મુલાકાત મુલતવી રાખવા.
- અગ્નિદત્ત પદમનાભ




