Science & Technology

iOS 18 અપડેટ બાદ આઇફોનમાં બેટરી ખૂબ જ જલદી ઉતરી રહી હોવાની ફરિયાદો

By GS Team
3 Oct 20242 mins read
This article was originally published on 3 Oct 2024
TukuTouch Logo
iOS 18 અપડેટ બાદ આઇફોનમાં બેટરી ખૂબ જ જલદી ઉતરી રહી હોવાની ફરિયાદો યુઝર્સ કરી રહ્યા છે. એપલની આઇફોન સીરિઝ 16 લોન્ચને લઈને લોકોમાં ખૂબ જ કૂતુહલ હતું. એ સીરિઝને લોન્ચની સાથે iOS 18ને લઈને પણ યુઝર્સ રાહ જોઈ રહ્યા હતા. જો કે હવે તેમની રાહ તો પૂરી થઈ છે, પરંતુ એમાં હવે પ્રોબ્લેમ આવી રહ્યા હોવાની ફરિયાદો થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

iOS 18 અપડેટ બાદ આઇફોનમાં બેટરી ખૂબ જ જલદી ઉતરી રહી હોવાની ફરિયાદો

iPhone Battery Issue: iOS 18 અપડેટ બાદ આઇફોનમાં બેટરી ખૂબ જ જલદી ઉતરી રહી હોવાની ફરિયાદો યુઝર્સ કરી રહ્યા છે. એપલની આઇફોન સીરિઝ 16 લોન્ચને લઈને લોકોમાં ખૂબ જ કૂતુહલ હતું. એ સીરિઝને લોન્ચની સાથે iOS 18ને લઈને પણ યુઝર્સ રાહ જોઈ રહ્યા હતા. જો કે હવે તેમની રાહ તો પૂરી થઈ છે, પરંતુ એમાં હવે પ્રોબ્લેમ આવી રહ્યા હોવાની ફરિયાદો થઈ રહી છે.

નવા ફીચર્સ

iOS 18માં ઘણાં નવા ફીચર્સ છે. તેમ જ એને પહેલાંની ઓપરેટિંગ સિસ્ટમ કરતાં વધુ ફાસ્ટ પણ બનાવવામાં આવી છે. આ કારણસર યુઝર્સ એની અપડેટ માટે રાહ જોઈ રહ્યા હતા. આ અપડેટ જેવી આવી કે ઘણાં યુઝર્સે એને અપડેટ કરી દીધી હતી. જો કે આ અપડેટ બાદ થોડા દિવસ તેમને મજા તો આવી, પરંતુ ત્યાર બાદ એમાં પ્રોબ્લેમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


બેટરી ઉતરવી અને આઇફોન ગરમ થવો

યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ફરિયાદ કરવામાં આવી રહી છે કે iOS 18ને અપડેટ કર્યા બાદ તેમણે એક વસ્તુ નોટિસ કરી હોય તો એ છે કે ફોનની બેટરી જલદી ઉતરી રહી છે. તેમ જ નવી અપડેટ બાદ તેમનો આઇફોન પણ ખૂબ જ જલદી ગરમ થઈ રહ્યો હોવાની વાતો ચાલી રહી છે. આને લઈને સોશિયલ મીડિયા પર ઘણી મજાક પણ બની છે.

ટચ સ્ક્રીનમાં પ્રોબ્લેમ

આઇફોનની દરેક સીરિઝમાં બેટરીનો ઇશ્યુ આવી રહ્યો છે. જો કે આઇફોન 16 સીરિઝમાં ટચ સ્ક્રીન પણ કામ નથી કરતી એવી ફરિયાદ યુઝર્સ કરી રહ્યા છે. બેટરી અને ટચ સ્ક્રીન બન્નેનો ઇશ્યુ ખરેખર હોય તો એપલ બહુ જલદી નવી અપડેટ દ્વારા એનો ઉકેલ લાવવાની કોશિશ કરશે.