Science & Technology

ટ્રમ્પે આપ્યું અલ્ટીમેટમ, ‘એન્થ્રોપિકનો ઉપયોગ બંધ કરો’: OpenAI સાથે પેન્ટાગને કરી મોટી ડીલ…

By GS Team
28 Feb 20263 mins read
TukuTouch Logo
અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં શુક્રવારે મોટો ભૂકંપ આવ્યો છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ઇરાન પર અટેક કરવાની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ એ પહેલાં જ તેમણે એન્થ્રોપિક પર સીધો હુમલો કર્યો છે. તેમણે ઓર્ડર આપ્યો છે કે તમામ ફેડરલ એજન્સીઓએ તેમના એન્થ્રોપિક AI સિસ્ટમનો ઉપયોગ તરત જ બંધ કરી દેવો. બીજી તરફ તેમણે OpenAIને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ વૉર સાથે એક મહત્ત્વપૂર્ણ ડીલ કરી છે. આ કારણસર એન્થ્રોપિક અને OpenAI બન્ને વચ્ચેની કમ્પિટિશન વધી ગઈ છે અને આ રેસમાં ચેટજીપીટીની પેરન્ટ કંપની આગળ નીકળી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે આપ્યું અલ્ટીમેટમ, ‘એન્થ્રોપિકનો ઉપયોગ બંધ કરો’: OpenAI સાથે પેન્ટાગને કરી મોટી ડીલ…

USA AI Deal With OpenAI: અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં શુક્રવારે મોટો ભૂકંપ આવ્યો છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ઇરાન પર અટેક કરવાની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ એ પહેલાં જ તેમણે એન્થ્રોપિક પર સીધો હુમલો કર્યો છે. તેમણે ઓર્ડર આપ્યો છે કે તમામ ફેડરલ એજન્સીઓએ તેમના એન્થ્રોપિક AI સિસ્ટમનો ઉપયોગ તરત જ બંધ કરી દેવો. બીજી તરફ તેમણે OpenAIને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ વૉર સાથે એક મહત્ત્વપૂર્ણ ડીલ કરી છે. આ કારણસર એન્થ્રોપિક અને OpenAI બન્ને વચ્ચેની કમ્પિટિશન વધી ગઈ છે અને આ રેસમાં ચેટજીપીટીની પેરન્ટ કંપની આગળ નીકળી ગઈ છે.

ટ્રમ્પનો આદેશ: 'એન્થ્રોપિકની જરૂર નથી, 6 મહિનામાં સિસ્ટમ હટાવો'

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે ‘હું ઓર્ડર આપી રહ્યો છું કે અમેરિકાની દરેક સરકારી એજન્સી એન્થ્રોપિકની ટેકનોલોજીનો ઉપયોગ તરત જ બંધ કરે. આપણને તેમની જરૂર નથી. એનો ઉપયોગ કરવાની હવે અમને કોઈ ઇચ્છા નથી અને હવે અમે એ AIનો ઉપયોગ નહીં કરીએ.’ તેમણે કહ્યું કે ડિફેન્સ ડિપાર્ટમેન્ટ સહિત જ્યાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યાં 6 મહિનાની અંદર ફેઝ‑આઉટ પૂર્ણ કરવો પડશે. ટ્રમ્પે એન્થ્રોપિક પર આરોપ મૂક્યો છે કે કંપની રક્ષા મંત્રાલય પર દબાણ બનાવીને યુદ્ધ સંચાલનની રીતોને પ્રભાવિત કરવા માંગે છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આ ખતરો છે એમ કહીને એના પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પેન્ટાગને પણ એન્થ્રોપિકને 'રાષ્ટ્રીય સુરક્ષા જોખમ' જાહેર કર્યું

રક્ષા મંત્રી પીટ હેગસેથે પણ એન્થ્રોપિકને સપ્લાય-ચેઇન રિસ્ક ટુ નેશનલ સિક્યુરિટી જાહેર કર્યું છે. તેમણે એ પણ કહી દીધું છે કે કોઈ પણ સૈન્ય કોન્ટ્રાક્ટર કંપની હવે એન્થ્રોપિક સાથે બિઝનેસ પણ નહીં કરી શકશે. તેમણે એન્થ્રોપિક પર અહંકાર અને ગદ્દારી જેવા ઘણાં આરોપ મૂક્યાં છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે કંપની આર્મી પર AIના ઉપયોગ માટે ખોટી શરતો લગાવી રહી છે.

AIનો ઉપયોગ ઇચ્છા અનુસાર કરવાની પરવાનગી નહીં આપી એન્થ્રોપિકે

એન્થ્રોપિકના CEO ડારિયો અમોદેઈએ કહ્યું કે પેન્ટાગન દ્વારા એવી ડિમાન્ડ કરવામાં આવી હતી જેમાં હથિયારનો ઉપયોગ સ્વતંત્ર રીતે તેઓ કરી શકે. તેમ જ ઘરેલું દેખરેખ માટે પણ AIનો ઉપયોગ કરવાની માંગણી કરવામાં આવી છે. જોકે પેન્ટાગનની આ માંગણીને ફગાવી દેવામાં આવી છે કારણ કે એમાં કંપનીને ખૂબ જ જોખમ લાગી રહ્યું છે. આ વિશે ડારિયો અમોદેઈએ કહ્યું કે ‘અમે અમારી સુરક્ષાની લિમિટેશનને દૂર કરવાનું જોખમ નથી લઈ શકતા. હાલના AI મોડલ એટલા વિશ્વસનીય નથી કે માનવીય દેખરેખ વિના યુદ્ધક્ષેત્રમાં નિર્ણય લઈ શકે.’

OpenAIને મોટો ફાયદો: પેન્ટાગન સાથે ડીલ

એન્થ્રોપિક અને ટ્રમ્પના ટકરાવ વચ્ચે OpenAIએ ડિપાર્ટમેન્ટ ઑફ વૉર સાથે એક મહત્ત્વપૂર્ણ ડીલ સાઇન કરી છે. CEO સેમ ઑલ્ટમેનએ જાહેરાત કરી કે કંપની પોતાના AI મોડલ્સને રક્ષા વિભાગના ક્લાસિફાઇડ નેટવર્ક્સ પર તૈયાર રાખશે.

આ કરારના બે મુખ્ય સિદ્ધાંતો છે:

• ઘરેલુ મોટા પાયાની દેખરેખ પર સંપૂર્ણ પ્રતિબંધ.

• હથિયારોના ઉપયોગનો અંતિમ નિર્ણય હંમેશા માનવીના હાથમાં રહેશે.

પેન્ટાગને આ સિદ્ધાંતોને કરારનો ભાગ બનાવ્યો છે. સાથે OpenAI ખાસ ફૉરવર્ડ-ડિપ્લોયડ એન્જિનિયર્સ પણ તૈયાર કરશે, જે સિસ્ટમની સુરક્ષા અને કામગીરી પર દેખરેખ રાખશે.

OpenAI અને Anthropic બન્નેની વિચારધારા અલગ

Anthropicએ યુદ્ધમાં AIની મર્યાદાઓ નક્કી કરી, ત્યાં OpenAIએ નિયંત્રિત અને નિયમ-આધારિત આર્મીના ઉપયોગ માટે સંમતિ આપી છે. આથી અમેરિકાની બે મોટી AI કંપનીઓની વ્યૂહરચનાઓ સંપૂર્ણપણે અલગ દિશામાં જતી રહી છે.

આ પણ વાંચો: સોમવારથી રોજ એક નવા પ્રોડક્ટની જાહેરાત કરશે એપલ, જાણો વિગત…

AI ઉદ્યોગ પર મોટી અસર

એક્સપર્ટના જણાવ્યા અનુસાર ફેડરલ એજન્સીઓમાંથી એન્થ્રોપિકને હટાવવું તેમ જ પેન્ટાગન દ્વારા આપવામાં આવેલું સપ્લાય ચેઇન રિસ્ક ટેગ તેમ જ OpenAI સાથેની નવી પાર્ટનરશિપ, બધું AI ઉદ્યોગના બેલેન્સને સંપૂર્ણપણે બદલી શકે છે. આ પગલાં આવતા વર્ષોમાં અમેરિકાની સરકારમાં અને આર્મીમાં AIની દિશા બદલાઈ જશે. તેમ જ AIના ઉદ્યોગને પણ નવો આકાર આપશે.