Entertainment

રક્ષાબંધનની જાહેરાતમાં અર્ધવસ્ત્રો પહેરતાં ક્રિતી ટ્રોલ થઈ

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ક્રિતી સેનોન એક જ્વેલરી બ્રાન્ડની રક્ષાબંધન એડમાં બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ પહેરીને જોવા મળતાં ટ્રોલ થઈ રહી છે. નેટીઝન્સ પૂછી રહ્યા છે કે રક્ષાબંધન પર આવા વસ્ત્રો કેમ? પૂજાની થાળી ક્યાં છે? કેટલાક ચાહકોએ ક્રિતીનો બચાવ કરતા કહ્યું કે આ બહુ સામાન્ય છે અને તેમાં કંઈ ખોટું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

રક્ષાબંધનની જાહેરાતમાં અર્ધવસ્ત્રો પહેરતાં ક્રિતી ટ્રોલ થઈ
  • જોકે, ક્રિતીના ચાહકોએ બચાવ પણ કર્યો
  • રક્ષા બંધને કોઈ બહેન ભાઈ સામે આવાં વસ્ત્રો પહેરીને ન જાય, હિન્દુ તહેવારોમાં જ અટકચાળું

મુંબઈ : ક્રિતી સેનોને એક જ્વેલરી બ્રાન્ડની રક્ષાબંધન નિમિતે રીલિઝ કરાયેલી એડમાં બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેરી કામ કરતાં તે ભારે ટ્રોલ થઈ રહી છે. જોકે, આ વિવાદ આગળ વધતાં ક્રિતીના કેટલાક ચાહકો તેની તરફેણમાં પણ આવ્યા છે અને તેમણે જણાવ્યું છે કે કેટલાય લોકો તહેવાર નિમિત્તે પણ યુવતીઓ પર ડ્રેસ કોડ લાદી રહ્યા છે. ક્રિતીએ પહેર્યું છે તે બહુ કોમન છે અને તેમાં કશું ખોટું નથી.
કેટલાક નેટીઝન્સ સવાલ પૂછી રહ્યા છે કે પૂજાની થાળી ક્યાં છે? તારા ભાઇની સામે તેં બ્રા શા માટે પહેરી છે? શું આ રક્ષા બંધન છે? તિલક ક્યાં છે? અન્ય એક નેટીઝને જણાવ્યું હતું કે રક્ષાબંધનના દિવસે કોઇ મહિલા આવો ડ્રેસ ન પહેરે. ક્રિતી તને શરમ આવવી જોઇએ. કોઈએ એવો પણ સવાલ કર્યો હતો કે બોલિવુડ કલાકારોને કાયમ હિન્દુ તહેવારો સંદર્ભમાં જ આવું અટકચાળું કેમ સૂઝે છે.
બીજી તરફ ક્રિતીની તરફેણ કરનારા નેટીઝને જણાવ્યું હતું કે તેણે અયોગ્ય કપડાં પહેર્યા નથી. તેનો ડ્રેસ તમારી શાલીનતાની વ્યાખ્યામાં ફીટ થતો નહીં હોય. હું પણ મારા ભાઇ સામે આવો ડ્રેસ પહેરી શકું. જે લોકો ફિલ્મોમાં બિકિની પહેરવા બદલ તેના વખાણ કરતાં થાકતાં નહોતાં એ જ લોકો હવે પોલિસીંગ કરી રહ્યા છે.