Science & Technology

સોમવારથી રોજ એક નવા પ્રોડક્ટની જાહેરાત કરશે એપલ, જાણો વિગત…

By GS Team
27 Feb 20262 mins read
TukuTouch Logo
એપલના CEO ટિમ કૂકે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે એપલ દ્વારા સોમવારથી એટલે કે 2 માર્ચથી રોજ નવા પ્રોડક્ટ્સની જાહેરાત કરવામાં આવશે. આ જાહેરાત ત્રણ દિવસ એટલે કે બુધવાર 4 માર્ચ સુધી કરવામાં આવશે. એપલ દ્વારા 4 માર્ચે એપલ ઇવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. કૂક દ્વારા શેર કરાયેલા ટીઝર વીડિયોમાં હાથ દ્વારા એપલનો લોગો બનાવવામાં આવી રહ્યો હોય એવું દેખાડવામાં આવી રહ્યું છે. આ નવા હાર્ડવેર વિશે સંકેત આપવામાં આવી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોમવારથી રોજ એક નવા પ્રોડક્ટની જાહેરાત કરશે એપલ, જાણો વિગત…

Apple To Launch Product Daily: એપલના CEO ટિમ કૂકે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે એપલ દ્વારા સોમવારથી એટલે કે 2 માર્ચથી રોજ નવા પ્રોડક્ટ્સની જાહેરાત કરવામાં આવશે. આ જાહેરાત ત્રણ દિવસ એટલે કે બુધવાર 4 માર્ચ સુધી કરવામાં આવશે. એપલ દ્વારા 4 માર્ચે એપલ ઇવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. કૂક દ્વારા શેર કરાયેલા ટીઝર વીડિયોમાં હાથ દ્વારા એપલનો લોગો બનાવવામાં આવી રહ્યો હોય એવું દેખાડવામાં આવી રહ્યું છે. આ નવા હાર્ડવેર વિશે સંકેત આપવામાં આવી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એપલે પ્રોડક્ટ લોન્ચ કરવાની પદ્ધતિ બદલી

એપલ એકસાથે બધા પ્રોડક્ટ્સ જાહેર કરવા કરતાં સ્ટેગર્ડ કેમ્પેઈન પસંદ કરી રહ્યું હોવાની ચર્ચા છે. આ સ્ટ્રેટેજીમાં અનેક દિવસો સુધી પ્રેસ રિલીઝ અને પ્રોડક્ટ વીડિયોઝને લોન્ચ કરવામાં આવે છે. આ કેમ્પેઈન દ્વારા દરેક પ્રોડક્ટ પર ચોક્કસ ધ્યાન આપવામાં આવે છે અને આખા અઠવાડિયા દરમિયાન એની ચર્ચા જોવા મળે છે. 4 માર્ચે મીડિયા ઇવેન્ટ યોજવામાં આવી રહી છે. આ ઇવેન્ટ એપલ ન્યૂયોર્ક સિટી, લંડન અને શાંઘાઈમાં એક સાથે હોસ્ટ કરશે.

iPhone 17e અને iPad Air અપડેટ્સ

આ લોન્ચમાં iPhone 17eનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા છે. ગયા વર્ષના iPhone 16eની જેમ આ વર્ષે પણ એપલ તેમની 17 સિરીઝનો સૌથી સસ્તું મોડલ લોન્ચ કરશે. એપલ હવે તેના લો-કોસ્ટ iPhonesને દર વર્ષે આ સમયે લોન્ચ કરે એવી શક્યતા છે. iPad Airને પણ M3 ચિપમાંથી નવા M4 પ્રોસેસરમાં અપગ્રેડ કરવામાં આવે એવી ભરપૂર શક્યતા છે. એપલના મેક લાઇનઅપમાં પણ અપડેટ્સ આવશે, જેમાં નવા MacBook Air મોડલ અને અપડેટેડ MacBook Pro વેરિઅન્ટ્સ (M4 Pro/Max રિપ્લેસમેન્ટ્સ)નો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો: ટીનેજર સેલ્ફ-હાર્મ અને સુસાઈડ વિશે સર્ચ કરશે તો પેરન્ટ્સને એલર્ટ કરશે ઇન્સ્ટાગ્રામ, જાણો વિગત…

મેકમાં A-સિરીઝ ચિપની શક્યતા

એપલ મેક પ્રોડક્ટમાં iPhone-ક્લાસ A-સિરીઝ ચિપ રજૂ કરી શકે છે, જે પ્રોડક્ટ સેગમેન્ટેશનમાં મોટો ફેરફાર ગણાશે. કંપની પહેલેથી જ M5 ચિપ લોન્ચ કરી ચૂકી છે, પરંતુ તે હાલમાં માત્ર પસંદગીના ડિવાઇસિસ જેમ કે iPad Pro અને 14-ઇંચ MacBook Proમાં ઉપલબ્ધ છે. નવા ડેસ્કટોપ ડિસ્પ્લે પણ આ વર્ષના અંતે લોન્ચ થવાની તૈયારીમાં છે. જોકે iPhone 17e અને બજેટ MacBook આ ઇવેન્ટની હાઇલાઇટ્સ હશે.