નંબર સેવ ના હોય તો પણ ફોન રણકતા જ દેખાશે કૉલરનું નામ, સરકાર જ લાવી નવું ફીચર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Calling Name Presentation Feature: જો અજાણ્યા નંબર પર કૉલ કરનારનું અસલી નામ પણ સ્ક્રીન પર દેખાય તો તે કેટલું સારું રહે! આ સુવિધા અંગેના અગાઉના સમાચારોની પુષ્ટિ કરતાં, 'DoT (દૂરસંચાર વિભાગ)'ની CNAP (Calling Name Presentation) સુવિધા પર નવી અપડેટ આવી છે. DoT દ્વારા CNAP પર કામ કરવામાં આવી રહ્યું છે અને હવે આગામી એક અઠવાડિયાની અંદર અજાણ્યા નંબરનું નામ પણ સ્ક્રીન પર દેખાવાનું શરુ થઈ જશે.
કૉલરનું નામ સ્ક્રીન પર દેખાશે
આ સુવિધા લાગુ થતાં જ ફોન ઉપાડતાં પહેલાં જ તમને ખબર પડી જશે કે કૉલ કોણ કરી રહ્યું છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે આ ફીચર સ્પામ અને બનાવટી નંબર પણ જણાવશે કે માત્ર નામ જ દર્શાવશે. પરંતુ પહેલા તબક્કામાં CNAP 4G અને 5G નેટવર્ક પર શરુ થશે. ત્યાર બાદ તેને 2G નેટવર્કમાં પણ ઇનેબલ કરવામાં આવશે. આગામી એક અઠવાડિયામાં ઓછામાં ઓછા એક સર્કલમાં ટેલિકોમ કંપનીઓએ આ ફીચર શરુ કરવું પડશે.
CNAP માટે CAF ડેટાબેઝ જરૂરી
CNAP ફીચર ઇનેબલ કરવા માટે ટેલિકોમ કંપનીઓએ Customer Application Form (CAF)ના ડેટા બેઝનો ઉપયોગ કરવો પડશે. CAFએ ગ્રાહક દ્વારા નવું સિમ લેતી વખતે ટેલિકોમ કંપનીઓને આપવામાં આવતું ફોર્મ છે, જેમાં નામ, જન્મ તારીખ અને કાયમી સરનામું જેવી યુઝરની તમામ અસલી જાણકારી હોય છે. નોંધનીય છે કે, CAF માટે હાલમાં આધાર કાર્ડ આધારિત બાયોમેટ્રિક લેવામાં આવે છે.
Telecom Regulatory Authority of India(Trai)એ જાન્યુઆરી 2024માં આ ફીચર લાવવાની વાત કરી હતી. ત્યારથી દેશની તમામ ટેલિકોમ કંપનીઓ તેને સિસ્ટમમાં ફિટ કરવાની તૈયારી કરી રહી છે. ટેલિકોમ કંપનીઓએ આ ફીચરને ઇનેબલ કરવા માટે HP, Dell, Ericsson, અને Nokia જેવી ટેક કંપનીઓ સાથે હાથ મિલાવ્યો છે.
આ પણ વાંચો: ઇલોન મસ્ક પર ગંભીર આરોપ? ગ્રોકીપીડિયા વિકિપીડિયા પરથી આર્ટિકલ કોપી કરે છે
ડેટા શેરિંગ અને ક્રોસ-નેટવર્કનો સવાલ
દૂરસંચાર વિભાગે આ ફીચર શરુ કરવા માટે કહી દીધું છે, પરંતુ હજી પણ કેટલાક સવાલોના જવાબ મળવાના બાકી છે. જેમ કે, ટેલિકોમ કંપનીઓ આપસમાં ડેટા કેવી રીતે શેર કરશે? એટલે કે ક્રોસ-નેટવર્ક કૉલરનું નામ પ્રદર્શિત થશે કે પછી માત્ર પોતાના નેટવર્ક પર જ આ સુવિધા કામ કરશે. જોકે, જે પણ હોય, સંપૂર્ણ સ્કેલ પર CNAP આવ્યા પછી થર્ડ પાર્ટી એપ્સ પરની નિર્ભરતા ઓછી તો થઈ જ જશે.





