ઇલોન મસ્ક પર ગંભીર આરોપ? ગ્રોકીપીડિયા વિકિપીડિયા પરથી આર્ટિકલ કોપી કરે છે

Grokopedia Article Copied From Wikipedia?: ઇલોન મસ્કના xAI દ્વારા ગ્રોકીપિડિયા લોન્ચ કરવામાં આવ્યું છે. આ વિકિપીડિયાના જેમ ઓનલાઇન એન્સાયક્લોપીડિયા છે. આ ગ્રોકીપિડિયા માટે જે માહિતી જોઈએ છે એ તમામ xAIના AI ટૂલ ગ્રોક દ્વારા વેરિફાય કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગ્રોક દ્વારા ઘણી વાર ખોટી માહિતી જનરેટ કરવામાં આવી હોવાથી એ માહિતીની વાસ્તવિકતા વિશે પણ સવાલો ઊઠી રહ્યા છે. મસ્ક દ્વારા એ વાતની ખાતરી આપવામાં આવી છે કે વિકિપીડિયા કરતાં ગ્રોકીપિડિયામાં ઘણી સારી માહિતી જોવા મળશે. જોકે એના પર હાલમાં જેટલા પણ આર્ટિકલ છે એમાંથી થોડા વિકિપીડિયા પરથી સીધા ઉઠાવવામાં આવ્યા હોય એવો એના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઉદાહરણ તરીકે મેકબૂક એર પેજ પર લખવામાં આવ્યું છે કે ‘The content is adapted from Wikipedia, licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.’
યુઝર્સ પેજને એડિટ નથી કરી શકતા
ગ્રોકીપિડિયાને વિકિપીડિયા જેવું બનાવવાની કોશિશ કરવામાં આવી છે. એના સર્ચ બાર, એન્ટ્રી અને હેડલાઇન, સબહેડિંગ વગેરેને એક સરખું બનાવવાની કોશિશ કરવામાં આવી છે. જોકે બન્ને વચ્ચે એક તફાવત છે. વિકિપીડિયા પર યુઝર્સ પેજને એડિટ કરી શકે છે. જોકે ગ્રોકીપિડિયા પર એ શક્ય નથી. ગ્રોકીપિડિયા પર કેટલાક પેજ પર એડિટનું બટન દેખાય જરૂર છે, પરંતુ યુઝર્સ એમાં સૂચન કે બદલાવ નથી કરી શકતા.
આ પણ વાંચો: ભારતમાં ચેટજીપીટી ગો એક વર્ષ માટે થયું ફ્રી, જાણો ક્યારથી ઉપયોગ કરી શકશો…
ક્લાયમેટ ચેન્જને લઈને વિકિપીડિયાથી અલગ વિવાદાસ્પદ જવાબ
વિકિપીડિયા કહે છે કે મોટાભાગના વિજ્ઞાનીઓ એકમત છે કે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને એ માનવ પ્રવૃત્તિઓના કારણે થાય છે. જોકે ગ્રોકીપિડિયાના માત્ર એક પેરાગ્રાફમાં કહેવામાં આવ્યું છે કે વિજ્ઞાનીઓ એકમત છે. ગ્રોકીપિડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે માનવ પ્રવૃત્તિઓને કારણે તાપમાન વધી રહ્યું છે એ વિશે વિજ્ઞાનીઓ એકમત છે એ એકદમ ખોટી વાત છે કારણ કે લિટરેચર રિવ્યુમાં તેમના દ્વારા અમુક જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને કેટેગરી અનુસાર એને રજૂ કરવામાં આવી છે. આથી ગ્રોકીપિડિયા દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ ક્લાયમેટ ચેન્જ વિશે એકદમ અલગ છે. તેમ જ એ વિવાદાસ્પદ પણ છે.
ગ્રોકીપિડિયા અને વિકિપીડિયા વચ્ચે શું તફાવત છે?
વિકિપીડિયા પર અંદાજે 70 લાખથી વધુ અંગ્રેજીમાં પેજ છે, જ્યારે ગ્રોકીપિડિયા પર 8,85,000 આર્ટિકલ છે. ગ્રોકીપિડિયા દ્વારા હજી તો શરુઆત કરવામાં આવી છે એ પણ સમજવું જરૂરી છે. બીજી તરફ 2001માં વિકિપીડિયાની શરુઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ઓનલાઇન માહિતી માટે એ ઘણા લોકોનો આધાર સ્તંભ બન્યું છે. આ વેબસાઇટને વિકિમિડિયા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. દુનિયાની આ એક માત્ર ટોચની વેબસાઇટ છે જેને નોન-પ્રોફિટ ઑર્ગેનાઇઝેશન દ્વારા ચલાવવામાં આવે છે. ગ્રોકીપિડિયામાં બદલાવ નથી કરી શકાતો. વિકિપીડિયાની પોલિસી ખૂબ જ પારદર્શક છે. એમાં કોઈ પણ યુઝર્સ એડિટ કરી શકે છે અને માહિતીનો સમાવેશ કરી શકે છે. એ માટેની એન્ટ્રી વિકિપીડિયા પાસે રહે છે. આથી વિકિપીડિયા સતત પોતાનામાં સુધારો પણ કરતું રહે છે અને લોકોને ચોક્કસ માહિતી પણ પૂરી પાડતું રહે છે.

