Entertainment

ડ્રાઇવરે ચાહકનો પગ કાર નીચે કચડતાં સલમાને ઠપકો આપ્યો

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
બાન્દ્રામાં ગણપતિ દર્શને ગયેલા સલમાન ખાનને ચાહકોએ ઘેરી લીધો હતો. ભીડમાં તેના ડ્રાઈવરે કાર ચલાવતા એક ચાહકનો પગ ટાયર નીચે કચડાયો. સલમાને ડ્રાઈવરને ઠપકો આપ્યો. જોકે, એક બાળક હાથ મિલાવવા આવતા, સલમાને સુરક્ષાકર્મીઓને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા સૂચના આપી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રાઇવરે ચાહકનો પગ કાર નીચે કચડતાં સલમાને ઠપકો આપ્યો

મુંબઇ: સલમાનના ડ્રાઈવરે એક ચાહકનો પગ કાર નીચે કચડતાં સલમાન ડ્રાઈવર પર ભારે નારાજ થયો હતો. આ સમગ્ર પ્રસંગનો વીડિયો વાયરલ થયો છે.
સલમાન ખાન બાન્દ્રામાં એક સ્થળે ગણપતિદર્શન કરવા ગયો ત્યારે તેના ચાહકોએ તેને ઘેરી લીધો હતો. સલમાને હાથ જોડી ભીડને તેને જવા દેવાની વિનંતી કરી પણ તેની કોઇ અસર થઇ નહોતી. દરમ્યાન તેના ડ્રાઇવરે ભીડમાંથી કાર કાઢવા માંડી ત્યારે એક ચાહકનો પગ કારના ટાયર નીચે આવી જતાં લોકોએ દેકારો બોલાવ્યો હતો. સલમાનખાને પણ ડ્રાઇવરને ઠપકો આપ્યો હતો. આ ભીડમાં એક નાનો બાળક પણ સલમાન સાથે હાથ મિલાવવા માટે પહોંચી ગયો હતો. સલમાને તેની સિક્યોરિટીને બાળકને અટકાવવાને બદલે તેની સાથે હાથ મિલાવ્યા બાદ તેને સહીસલામત ભીડમાંથી કાઢવા માટે સિક્યુરિટીને સૂચના આપી હતી. બાળક સહીસલામત ભીડમાંથી બહાર નીકળ્યો એ પછી સલમાન કારમાં બેસી રવાના થયો હતો.