Get The App

આ નવું પેટ્રોલ દર વર્ષે 100 કિમી વધારાની માઇલેજ આપે છે, જાણો કેમ?

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
આ નવું પેટ્રોલ દર વર્ષે 100 કિમી વધારાની માઇલેજ આપે છે, જાણો કેમ? 1 - image


New Technology Petrol: જિયો-બીપી (Jio-BP) એ ગોવામાં યોજાયેલા ઇન્ડિયા એનર્જી વીક 2026 દરમિયાન નવા પ્રકારનું પેટ્રોલ લોન્ચ કર્યું છે. આ પેટ્રોલ કંપની દ્વારા “એન્જિન-ક્લીનિંગ ACTIVE ટેકનોલોજી” તરીકે ઓળખાવાતી ટેક્નોલોજી પર આધારિત છે. એની મદદથી દર વર્ષે વાહનચાલકોને વધારાના 100 કિમી ડ્રાઇવિંગ અંતર કાપી શકશે એટલે કે વધુ માઇલેજ આપશે. તે પણ ફ્યુઅલ સ્ટેશન પર કોઈ વધારાના ખર્ચ વિના. આ નવીન ઉત્પાદન 29 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવે છે કે તે એન્જિનના મહત્ત્વપૂર્ણ ભાગોમાં રહેલા જૂના જમા થયેલા કચરાને પણ સાફ કરે છે. જિયો એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસ લિમિટેડ અને બ્રિટિશ પ્રેટોલિયમ સાથે મળીને આ પેટ્રોલની શોધ કરવામાં આવી છે.

નવું પેટ્રોલ એન્જિનની કામગીરી સુધારવાનું લક્ષ્ય ધરાવે છે

જિયો-બીપીનું નવું પેટ્રોલ માત્ર મૂળભૂત એન્જિનના રક્ષણ પૂરતું નથી. તે સમય સાથે જમા થતા કચરાને પણ સાફ કરે છે, જે એન્જિનની સ્મૂથનેસ, કાર્યક્ષમતા અને લાંબા ગાળાની વિશ્વસનીયતા વધારે છે. આ કચરાને દૂર કરીને પેટ્રોલ એન્જિનની કામગીરી પુનઃસ્થાપિત કરવાનો અને માઇલેજ સુધારવાનો પ્રયાસ કરે છે. કંપનીનો દાવો છે કે આ પેટ્રોલનો ફાયદો સામાન્ય ભારતીય ડ્રાઇવિંગ પેટર્ન બે-વ્હીલર અને ચાર-વ્હીલર બંને માટે છે.

જિયો-બીપીનું નવું પેટ્રોલનું કરવામાં આવ્યું ટેસ્ટિંગ

આ નવું પેટ્રોલ બીપીની નવી ટેક્નોલોજી અને રિસર્ચ ટીમનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું છે અને ભારતીય પરિસ્થિતિઓ હેઠળ વ્યાપક રીતે પરીક્ષણ કરાયું છે. તેની વાસ્તવિક અસરકારકતા સાબિત કરવા માટે જિયો-બીપીએ કોમ્બતૂર ટેસ્ટ ટ્રેક પર 4,000 કિમીથી વધુ અંતર સુધી એક મોટરસાયકલ ચલાવી હતી. ત્યાર બાદ તેને સામાન્ય પેટ્રોલ વાપરતી બાઈક સાથે સરખાવવામાં આવ્યું હતું. પરિણામોમાં એન્જિનની સફાઈમાં સ્પષ્ટ તફાવત જોવા મળ્યો જે બોરસ્કોપ ઇમેજિંગ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો.ઇવેન્ટ દરમિયાન કંપનીના સ્ટોલ પર એને પ્રદર્શિત પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Explainer: અંતરિક્ષમાં નાસા રેડિયેશન સામે અંતરિક્ષયાત્રીઓને કેવી રીતે સુરક્ષિત રાખશે, સમજો સરળ શબ્દોમાં

જિયો-બીપીનું વિશાળ મોબિલિટી પોર્ટફોલિયો

નવું પેટ્રોલ લોન્ચ કરવા સાથે, જિયો-બીપીએ ઇન્ડિયા એનર્જી વીકમાં તેનું વિશાળ મોબિલિટી પોર્ટફોલિયો પણ રજૂ કર્યું. તેમાં ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સોલ્યુશન્સ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ, ડોરસ્ટેપ ડીઝલ ડિલિવરી સર્વિસિસ અને ભવિષ્ય માટે તૈયાર ગેસિયસ ફ્યુઅલ્સનો સમાવેશ થાય છે.