સ્પેસએક્સ અને NVIDIA અંતરિક્ષમાં સ્થાપશે AI ડેટા સેન્ટર: લો-અર્થ ઓર્બિટમાં સુપરકમ્પ્યુટિંગનો નવો યુગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SpaceX NVIDIA Space AI Data-Centers: અંતરિક્ષ ક્ષેત્રે અગ્રણી કંપની સ્પેસએક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રની દિગ્ગજ કંપની NVIDIA દ્વારા એક ઐતિહાસિક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. બંને કંપનીઓએ મળીને 'સ્ટારમાઇન્ડ AI1' નામના એક વિશેષ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેટેલાઈટ પ્રોજેક્ટ પર કામ કરવાની યોજના જાહેર કરી છે. 4 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લો-અર્થ ઓર્બિટમાં અદ્યતન AI કમ્પ્યુટિંગ સિસ્ટમ સ્થાપીને ડેટા પ્રોસેસિંગ અને કમ્યુનિકેશનમાં ક્રાંતિ લાવવાનો છે.
લો-અર્થ ઓર્બિટમાં NVIDIAના પાવરફુલ પ્રોસેસર
'સ્ટારમાઇન્ડ AI1' સેટેલાઈટ અંતરિક્ષમાં AI સંબંધિત જટિલ કામગીરી અને પ્રોસેસિંગ માટે NVIDIAના આધુનિક હાર્ડવેરનો ઉપયોગ કરશે. સ્પેસએક્સ પોતાના આ પ્રથમ પ્રોજેક્ટ માટે NVIDIAના વેરા CPU અને રૂબિન GPUનો ઉપયોગ કરશે, જે NVIDIA દ્વારા ખાસ સ્પેસ કમ્પ્યુટિંગ માટે તૈયાર કરવામાં આવ્યા છે. સ્પેસએક્સના કર્તાધર્તા ઈલોન મસ્કે આ ભાગીદારીને સમર્થન આપતાં જણાવ્યું છે કે તેઓ માત્ર NVIDIAના GPUsનો જ ઉપયોગ કરશે કારણ કે "તે ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ છે."
10 લાખ સેટેલાઈટ બનાવશે વિશ્વનું પ્રથમ ઓર્બિટલ સુપરકમ્પ્યુટર
સ્ટારમાઇન્ડ પ્રોજેક્ટ માત્ર એક શરુઆત છે. સ્પેસએક્સ ભવિષ્યમાં અંતરિક્ષમાં 10 લાખ સેટેલાઈટનું એક વિશાળ નેટવર્ક સ્થાપવાની યોજના ધરાવે છે. આ નેટવર્ક અંતરિક્ષમાં એક ડિસ્ટ્રીબ્યુટેડ AI સુપરકમ્પ્યુટર તરીકે કામ કરશે, જે પૃથ્વી પરના સામાન્ય ડેટા સેન્ટરો કરતાં અનેકગણી વધુ પ્રોસેસિંગ ક્ષમતા પૂરી પાડશે. આ સેટેલાઈટ્સ એકબીજા સાથે ડેટા ટ્રાન્સફર કરવા માટે અત્યંત ઝડપી લેઝર લિંક્સનો ઉપયોગ કરશે.
હાર્ડવેર-ફ્લેક્સિબલ આર્કિટેક્ચર અને પીટાબાઈટ-સ્કેલ નેટવર્ક
- ઉચ્ચ પ્રોસેસિંગ સ્પીડ: NVIDIAના દાવા અનુસાર, તેમનું Space-1 Vera Rubin મોડ્યુલ વર્તમાન H100 GPU કરતાં 25 ગણી વધુ AI પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. આ પ્લેટફોર્મનું વ્યાપારી શિપમેન્ટ આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે.
- હાર્ડવેર ફ્લેક્સિબિલિટી: સ્ટારમાઇન્ડ સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ભવિષ્યમાં સેટેલાઈટના સમગ્ર માળખાને બદલ્યા વિના અન્ય સપ્લાયર્સની નવી પ્રોસેસર ચિપ્સ પણ સરળતાથી અપગ્રેડ કરી શકાશે.
- પીટાબાઈટ-સ્કેલ નેટવર્ક: સ્પેસએક્સે પૃથ્વીથી 500 kmથી 2,000 kmની ઊંચાઈ પર 10 લાખ ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઈટ સ્થાપવા માટે એફસીસી પાસે મંજૂરી માગી છે. આ નેટવર્ક પીટાબાઈટ-સ્કેલ ઓપ્ટિકલ કમ્યુનિકેશન કનેક્ટિવિટી પ્રદાન કરશે. વર્તમાન સમયમાં અંતરિક્ષમાં સક્રિય 15,000 સેટેલાઈટ્સની સરખામણીએ આ માનવ ઈતિહાસનો સૌથી મોટો અંતરિક્ષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનશે.
પ્રોટોટાઈપ ટેસ્ટિંગ અને મંજૂરીની પ્રક્રિયા
સ્ટારમાઇન્ડ AI1 સેટેલાઈટના પ્રોટોટાઈપનું ટેસ્ટિંગ Early 2027માં કરવાનો પ્લાન છે. જો તમામ વિકાસ પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે તો 2027ના અંત સુધીમાં તેનું માસ પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. જોકે, આ પ્રોજેક્ટ માટે રેગ્યુલેટરી મંજૂરીઓ મેળવવાની કામગીરી ચાલુ છે. એફસીસી દ્વારા પ્રાથમિક અરજી મંજૂર કરવામાં આવી છે, પરંતુ સમગ્ર સેટલાઈટ નેટવર્ક સ્થાપના અંગેનો આખરી નિર્ણય હજુ પણ પેન્ડિંગ છે.









