Entertainment

ફરહાને લાલા અમરનાથની બાયોપિક લલકાર છોડી દીધી

By GS Team
4 Aug 20261 min read
TukuTouch Logo
ફરહાન અખ્તરે આમિર ખાનની ફિલ્મ 'લલકાર' છોડતા, તેના સ્થાને 'જુબિલી' ફેમ સિદ્ધાંત ગુપ્તાની પસંદગી થઈ છે. ફરહાને તારીખોના બહાને ફિલ્મ છોડી, પરંતુ સહનિર્માતા તરીકે જોડાયેલ રહેશે. આમિર ખાન લાલા અમરનાથની ભૂમિકામાં છે, જ્યારે સિદ્ધાંત તેના મિત્ર બનશે. આશુતોષ ગોવારીકર દિગ્દર્શિત ફિલ્મનું શૂટિંગ 1 ઓક્ટોબરથી મુંબઈમાં શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરહાને લાલા અમરનાથની બાયોપિક લલકાર છોડી દીધી
  • ફરહાનના સ્થાને સિદ્ધાંત ગુપ્તા ગોઠવાઈ ગયો
  • ફરહાન અને આમિરનું સ્ક્રીન શેરિંગ ટળ્યું, તારીખોનું બહાનું આપી નિર્ણય

મુંબઈ : ફરહાન અખ્તરે આમિરખાન અને આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'લલકાર' છોડી દેતાં તેના સ્થાને 'જ્યુબિલિ' સીરિઝ ફેમ સિદ્ધાંત ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે.
આર.ડી. બર્મનની બાયોપિકમાં ડેટ્સ આપી દીધી હોઇ ફરહાન માટે આ ફિલ્મની તૈયારીઓ માટે પૂરતો સમય કાઢવાનું મુશ્કેલ હોઇ તેણે લાલા અમરનાથની કહાની કહેતી સ્પોર્ટસ ફિલ્મ 'લલકાર' છોડી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જો કે ફરહાન સહનિર્માતા તરીકે તો આ ફિલ્મ સાથે સંકળાયેલો રહેશે.
આમિરખાનની આ ફિલ્મનું શૂટિંગ પહેલી ઓક્ટોબરથી મુંબઇમાં શરૂ કરવામાં આવશે. સિદ્ધાંત ગુપ્તા આ ફિલ્મમાં આમિરખાનના દોસ્તોમાંથી એકની ભૂમિકા કરશે. આમિરખાન આ ફિલ્મમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ક્રિકેટ કેપ્ટન લાલા અમરનાથની ભૂમિકા ભજવવાનો છે.
૧૯૫૨ની ઐતિહાસિક ભારત-પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ સિરિઝ પર આધારીત આ ફિલ્મ બનાવવા માટે આશુતોષ ગોવારીકર અને આમિરખાન ૨૦૦૧માંઆવેલી 'લગાન' ફિલ્મ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ પિયુષ ગુપ્તા અને નીરજસિંહે લખી છે.