સેમસંગનો નવો ધમાકો: 'Galaxy AI' ફીચર્સ સાથે પાવરફુલ ફ્લિપ 8 અને ફોલ્ડ 8 Ultra સ્માર્ટફોન્સ લોન્ચ, જાણો કિંમત અને તમામ સ્પેસિફિકેશન્સ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Samsung Unveils Next-Gen AI Folds: ગ્લોબલ ટેક જાયન્ટ સેમસંગે સ્માર્ટફોન માર્કેટમાં ફરી એકવાર પોતાની પકડ મજબૂત કરતા તેના આગામી મોસ્ટ અવેટેડ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ સત્તાવાર રીતે લોન્ચ કરી દીધા છે. કંપનીએ પ્રીમિયમ સેગમેન્ટમાં Samsung Galaxy Z Fold 8 Ultra, Galaxy Z Fold 8 અને ફ્લિપ ડિઝાઇનની લોકપ્રિયતાને આગળ ધપાવતું Galaxy Z Flip 8 મોડલ વૈશ્વિક બજારમાં ઉતાર્યા છે. આ તમામ પ્રીમિયમ ડિવાઇસને સેમસંગના લેટેસ્ટ અપગ્રેડેડ પાવરફુલ 'Galaxy AI' ફીચર્સ અને અત્યંત આધુનિક હાર્ડવેર સ્પેસિફિકેશન્સ સાથે સજ્જ કરવામાં આવ્યા છે.
'Galaxy Z Fold 8 Ultra' અને 'Fold 8'ના પાવરફુલ ફીચર્સ
સેમસંગે આ વખતે તેના ફોલ્ડ લાઇનઅપમાં 'Ultra' વેરિઅન્ટ રજૂ કરીને ટેક જગતને ચોંકાવી દીધું છે. આ મોડલ્સના મુખ્ય સ્પેસિફિકેશન્સ નીચે મુજબ છે:
સ્ક્રીન સાઇઝ: Galaxy Z Fold 8 Ultraમાં અત્યાર સુધીની સૌથી મોટી 8 ઇંચની ડાયનેમિક ઇનર ફોલ્ડેબલ સ્ક્રીન અને 6.3 ઇંચની આઉટર કવર સ્ક્રીન આપવામાં આવી છે. જ્યારે સ્ટાન્ડર્ડ Fold 8 મોડલ 7.6 ઇંચની મુખ્ય સ્ક્રીન અને 6.2 ઇંચની કવર ડિસ્પ્લે સાથે આવે છે. બંનેમાં 120Hzનો રિફ્રેશ રેટ મળે છે.
કેમેરા સિસ્ટમ: અલ્ટ્રા મોડલમાં પ્રો-ગ્રેડ 200MPનો પ્રાઇમરી રિયર કેમેરા, 50MPનો ટેલિફોટો લેન્સ (5x ઓપ્ટિકલ ઝૂમ) અને 12MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે કવર સ્ક્રીન પર 10MP અને અંડર-ડિસ્પ્લે 4MPનો કેમેરા છે. સ્ટાન્ડર્ડ Fold 8માં 50MPનો ડ્યુલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે.
રેમ અને સ્ટોરેજ: મલ્ટિટાસ્કિંગને સુપરફાસ્ટ બનાવવા માટે Fold 8 Ultraમાં 16GB RAM અને સ્ટોરેજ માટે 512GB અથવા 1TBની હાર્ડ ડ્રાઇવ (UFS 4.0 સ્ટોરેજ)ના ઓપ્શન્સ મળે છે. જ્યારે Fold 8 મોડલ 12GB RAM અને 256GB/512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
બેટરી અને પ્રોસેસર: Fold 8 Ultraમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સ્ટાન્ડર્ડ ફોલ્ડમાં 4800mAh ની બેટરી છે. બંને સ્માર્ટફોન ખાસ ઓપ્ટિમાઇઝ કરેલા સ્નેપડ્રેગન 8 જેન 5 પ્રોસેસર પર કામ કરે છે.
સ્ટાઇલિશ 'Galaxy Z Flip 8': કોમ્પેક્ટ સાઇઝમાં પ્રીમિયમ પાવર
સેમસંગના આ પોકેટ-ફ્રેન્ડલી ફ્લિપ ફોનને યુઝર ફિડબેકના આધારે મોટો અપગ્રેડ મળ્યો છે:
સ્ક્રીન સાઇઝ: આ ફોનમાં 6.7 ઇંચની મુખ્ય ફોલ્ડેબલ FHD+ સ્ક્રીન આપવામાં આવી છે. આ વખતે સૌથી મોટો ફેરફાર તેની બહારની કવર સ્ક્રીનમાં કરાયો છે, જે હવે વધીને 3.9 ઇંચની થઈ ગઈ છે.
કેમેરા: તેમાં પાછળની તરફ 50MPનો મુખ્ય કેમેરા અને 12MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા છે, જ્યારે સેલ્ફી માટે 10MPનો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ કરાવાયો છે.
રેમ, સ્ટોરેજ અને બેટરી: Galaxy Z Flip 8માં 12GB RAMની સાથે 256GB અને 512GBના સ્ટોરેજ ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. આ નાનકડા ડિવાઇસમાં બેટરી લાઈફ વધારીને 4300mAh કરવામાં આવી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
રિયલ-ટાઇમ કન્વર્સેશન અને 'Galaxy AI'ના જાદુઈ ફીચર્સ
આ વર્ષના લોન્ચિંગનો મુખ્ય હીરો સેમસંગનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે 'Galaxy AI' છે, જેને ફોલ્ડિંગ સ્ક્રીન મુજબ ઓપ્ટિમાઇઝ કરાયું છે:
AI પ્રાઇવેસી અને ટ્રાન્સલેશન: ડ્યુઅલ-સ્ક્રીન ફોર્મ ફેક્ટરનો ઉપયોગ કરીને રીઅલ-ટાઇમ ઇન્ટરપ્રીટર ફીચર હવે બે અલગ-અલગ ભાષાઓના યુઝર્સ માટે સામસામે બેસીને વાતચીત કરવાનું તદ્દન સરળ બનાવે છે, જેમાં એક સ્ક્રીન સામેની વ્યક્તિને તેની ભાષામાં અનુવાદ બતાવે છે.
પ્રો-વિઝ્યુઅલ એન્જિન: ફોટો એડિટિંગ માટે એડવાન્સ AI ટૂલ્સ આપવામાં આવ્યા છે, જે બેકગ્રાઉન્ડમાંથી અનિચ્છનીય ઓબ્જેક્ટ્સ હટાવવા, ઇમેજ રિકન્સ્ટ્રક્શન કરવા અને વીડિયોને સિલ્કી સ્મૂધ સ્લો-મોશનમાં કન્વર્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
પ્રોડક્ટિવિટી બૂસ્ટર: નોટ્સ અને મેઇલ્સના લાંબા લખાણને સેકન્ડોમાં સમરાઇઝ કરવાની સુવિધા પણ ઇન-બિલ્ટ આપવામાં આવી છે.
કિંમત અને બજારમાં ઉપલબ્ધતા
કિંમતની વાત કરીએ તો, સેમસંગે તેની પ્રીમિયમ ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને તેની કિંમતો નક્કી કરી છે. Galaxy Z Flip 8 કોમ્પેક્ટ માર્કેટમાં સ્પર્ધાત્મક કિંમતે એટલે કે 1,34,999 રૂપિયા રાખવામાં આવી છે. ફ્લેગશિપ ફોલ્ડ સીરિઝ અને ખાસ કરીને ઓલ-ન્યૂ 'Ultra' મોડલ તેની અદભુત સ્ક્રીન અને 200MP કેમેરાના કારણે પ્રીમિયમ પ્રાઇસ ટેગ સાથે 2,04,999 રૂપિયાની કિંમત સૈથો વૈશ્વિક માર્કેટમાં એન્ટ્રી કરી રહ્યું છે. Galaxy Z Fold 8ની કિંમત ભારતીય બજારમાં 1,84,999 રાખવામાં આવી છે. આ સીરિઝનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે અને એની ડિલિવરી પણ બહૂ જલદી શરૂ કરવામાં આવશે.









