Science & Technology

ChatGPT, Gemini અને Claude પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં રશિયા, જાણો કારણ…

By GS Team
23 Mar 20262 mins read
TukuTouch Logo
રશિયા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડલ જેમ કે ChatGPT, Gemini અને Claude સામે કડક પગલાં લેવા પર વિચાર કરી રહ્યું છે. આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. આ નવા નિયમો અનુસાર વિદેશી AI મોડેલ્સે રશિયન યુઝર્સનો ડેટા ત્રણ વર્ષ સુધી તેમના દેશની અંદર જ રાખવો પડશે. રશિયામાં લગભગ દરરોજ 500,000થી વધુ લોકો આ AIનો ઉપયોગ કરે છે. રશિયન ડેટાને દેશની અંદર જ રાખવા માટે અને દેશના ઇન્ટરનેટ પર અન્ય દેશોના પ્રભાવને મર્યાદિત કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. જો કંપની નિયમોનું પાલન નહીં કરે તો તેમને સીધા બેન કરી દેવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ChatGPT, Gemini અને Claude પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં રશિયા, જાણો કારણ…
AI Image

Russia to ban ChatGPT and Gemini: રશિયા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડલ જેમ કે ChatGPT, Gemini અને Claude સામે કડક પગલાં લેવા પર વિચાર કરી રહ્યું છે. આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. આ નવા નિયમો અનુસાર વિદેશી AI મોડેલ્સે રશિયન યુઝર્સનો ડેટા ત્રણ વર્ષ સુધી તેમના દેશની અંદર જ રાખવો પડશે. રશિયામાં લગભગ દરરોજ 500,000થી વધુ લોકો આ AIનો ઉપયોગ કરે છે. રશિયન ડેટાને દેશની અંદર જ રાખવા માટે અને દેશના ઇન્ટરનેટ પર અન્ય દેશોના પ્રભાવને મર્યાદિત કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. જો કંપની નિયમોનું પાલન નહીં કરે તો તેમને સીધા બેન કરી દેવામાં આવશે.

AI મોડલનો ઉપયોગ નહીં કરી શકશે યુઝર્સ

આ નિયમો 2027 સુધી અમલમાં આવશે તો રશિયાના ઘણા યુઝર્સ OpenAI અને Google જેવી કંપનીઓના લોકપ્રિય AI મોડલનો ઉપયોગ નહીં કરી શકશે. રશિયાના ડિજિટલ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે આ પગલાં નાગરિકોને ગુપ્ત રીતે થતી અસર અને ભેદભાવભર્યા અલ્ગોરિધમ્સથી સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી રહ્યા છે. એક્સપર્ટ્સ માની રહ્યા છે કે આવા પગલાં સ્થાનિક ટેક્નોલોજી જેવી કે Yandexના AI માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પોતાના AIને વધુ લોકપ્રિય બનાવવા માટેની પહેલ

આ નિયમો રશિયાના ડિજિટલ ક્ષેત્રને વધુ સ્વતંત્ર બનાવવાના મોટા પ્રયત્નનો ભાગ છે, જે સરકારના કહેવાતા પરંપરાગત રશિયન આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો અનુસાર કામ કરે છે. મોટાભાગના AI મોડલ તેમની ઇચ્છા મુજબ કામ કરે છે અને તેમની કોઈ નૈતિકતા નથી. જોકે રશિયાના AI મોડલમાં તેમના દેશના મૂલ્યોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ નિયમો રશિયાના ડિજિટલ વિકાસ મંત્રાલય દ્વારા ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યા છે. રશિયામાં AI ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે અને તેથી જ આ નિયમ દ્વારા મોસ્કોને એના પર ખૂબ જ કંટ્રોલ મળશે. એ નિયમ દ્વારા રશિયાનો હેતુ અન્ય દેશોના AI ડોમિનેટ ન કરે તે માટે સ્વતંત્ર ઇન્ટરનેટ એક્સેસ તેમના લોકોને આપવાનો છે.

આ પણ વાંચો: સાયબર એટેકથી બ્લોક થઈ કાર સ્ટાર્ટ સિસ્ટમ: અમેરિકામાં ડ્રાઇવર્સ મુશ્કેલીમાં

સ્થાનિક પ્લેટફોર્મને પ્રોત્સાહન

આ નિયમોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે રશિયન ફેડરેશનના કાયદા મુજબ તેઓ ચોક્કસ પરિસ્થિતિઓમાં રશિયાની બહારની કોઈ પણ AI ટેક્નોલોજીના ઉપયોગ પર પ્રતિબંધ અથવા તો એને મર્યાદિત કરી શકે છે. આ પગલું સ્થાનિક પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા અને પશ્ચિમી ટેક્નોલોજી પર નિર્ભરતા ઘટાડવા માટેના મોટા પ્રયાસનો ભાગ છે. રશિયા હવે અમેરિકા પર કોઈ પણ રીતે નિર્ભર રહેવા નથી માગતું. આથી તેઓ પોતાના સોશિયલ મીડિયા થી લઈને પોતાની ટેક્નોલોજી અને પોતાના AI પર ફોકસ કરી રહ્યા છે.