Science & Technology

સાયબર એટેકથી બ્લોક થઈ કાર સ્ટાર્ટ સિસ્ટમ: અમેરિકામાં ડ્રાઇવર્સ મુશ્કેલીમાં

By GS Team
21 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકાની વાહન બ્રેથએનલાઇઝર કંપની Intoxalock પર થયેલા તાજેતરના સાયબર હુમલાના કારણે દેશભરના ડ્રાઇવર્સ માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે. 14 માર્ચે થયેલા આ હુમલાના કારણે ઘણા લોકો પોતાની કાર સ્ટાર્ટ કરી શકતા નથી. Intoxalockના ડિવાઇસનો ઉપયોગ એવા લોકો કરે છે જેમને કાર સ્ટાર્ટ કરતા પહેલા નેગેટિવ આલ્કોહોલ બ્રેથ સેમ્પલ આપવું જરૂરી હોય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયબર એટેકથી બ્લોક થઈ કાર સ્ટાર્ટ સિસ્ટમ: અમેરિકામાં ડ્રાઇવર્સ મુશ્કેલીમાં

Cyber Attack On Car System: અમેરિકાની વાહન બ્રેથએનલાઇઝર કંપની Intoxalock પર થયેલા તાજેતરના સાયબર હુમલાના કારણે દેશભરના ડ્રાઇવર્સ માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે. 14 માર્ચે થયેલા આ હુમલાના કારણે ઘણા લોકો પોતાની કાર સ્ટાર્ટ કરી શકતા નથી. Intoxalockના ડિવાઇસનો ઉપયોગ એવા લોકો કરે છે જેમને કાર સ્ટાર્ટ કરતા પહેલા નેગેટિવ આલ્કોહોલ બ્રેથ સેમ્પલ આપવું જરૂરી હોય છે.

કેલિબ્રેશન પ્રક્રિયા પર પણ અસર

Intoxalockની પ્રવક્તા રેચેલ લાર્સને સાયબર હુમલાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે સાવચેતીના પગલા તરીકે કંપનીએ પોતાના કેટલાક સિસ્ટમ્સને તાત્કાલિક રીતે બંધ રાખ્યા હતા. આ સાયબર એટેકની અસર ડિવાઇસની કેલિબ્રેશન પ્રક્રિયા પર પણ પડી છે. આ કેલિબ્રેશન સામાન્ય રીતે થોડા-થોડા મહિનામાં કરવું જરૂરી હોય છે. જેમના પણ ડિવાઇસની કેલિબ્રેશન બાકી હતી એવા ગ્રાહકોને કાર સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.

ડ્રાઇવર્સ પોતાની જ કારમાંથી લૉકડ આઉટ

આ સાયબર એટેકને કારણે અમેરિકાભરમાં એટલે કે ન્યૂ યોર્કથી લઈને મિનેસોટા સુધી કાર લૉકડ આઉટની સમસ્યા સામે આવી છે. ડ્રાઇવર્સે આ વિશે પોતાની સમસ્યાઓ શેર કરતા જણાવ્યું કે કેલિબ્રેશન ચૂકી જવાના કારણે તેમની કાર સ્ટાર્ટ થતી નથી. આ કારણસર તેઓ પોતાની જ કારમાંથી લૉકડ આઉટ થઈ ગયા છે. મિડલબરોના એક ઓટો શોપે તો જાણકારી આપી કે આ ઘટનાને કારણે તેમની પાર્કિંગમાં કાર્સ એક અઠવાડિયાથી ઊભી રહી હતી.

આ પણ વાંચો: Pixel બાદ હવે Samsung યુઝર્સને પણ મળશે Appleનું ફીચર: Galaxy S26 સિરીઝમાં મળશે AirDrop સપોર્ટ, ફોટો શેર કરવું થયું વધુ સરળ

સાયબર એટેક અંગે અસ્પષ્ટતા

કંપનીની વેબસાઇટ મુજબ Intoxalockની ટેક્નોલોજી 46 રાજ્યોમાં ઉપયોગમાં લેવાય છે અને દર વર્ષે લગભગ 1.5 લાખ ડ્રાઇવર્સને સેવા આપે છે. જોકે કંપનીએ હજી સુધી આ હુમલો કયા પ્રકારનો હતો તે અંગે કોઈ માહિતી આપી નથી. રૅન્સમવેર કે ડેટા બ્રિચ એ હજી સુધી સામે આવ્યું નથી. હેકર્સ તરફથી કોઈ સંપર્ક કે રૅન્સમ ડિમાન્ડ મળી છે કે નહીં તેની વિગતો પણ જાહેર કરવામાં આવી નથી. હાલ માટે કંપની આ સમસ્યામાંથી કેવી રીતે સંપૂર્ણપણે બહાર આવશે એ અંગે પણ કોઈ સ્પષ્ટતા કરી રહી નથી.