ઈન્ટરનેટ વગર મેસેજ મોકલ્યા, CJPના વિરોધ પ્રદર્શનમાં ઉપયોગમાં લેવાયેલી ટેકનોલોજીથી પોલીસ ચોંકી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

How Offline Messaging Apps Work : દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનકારીઓને લઈને મોટી માહિતી સામે આવી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, CJP સાથે પ્રદર્શન કરી રહેલા કેટલાક પ્રદર્શનકારીઓ એક એવી એપનો ઉપયોગ કરતા હતા, જે ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગર મેસેજ મોકલવા અને મેળવવાની સુવિધા આપે છે.
રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસને એક શંકાસ્પદ એપ વિશે ખબર પડી છે, જેનો ઉપયોગ પ્રદર્શનકારીઓ કરી રહ્યા છે. આ બ્લૂટૂથ બેઝ્ડ કમ્યુનિકેશન એપ છે, અને ઇન્ટરનેટ કનેક્શન વગર કામ કરે છે. જોકે, દિલ્હી પોલીસે કન્ફર્મ નથી કર્યું કે, તે ખાસ એપનું નામ શું છે. આવા સમયે ઘણા લોકોનું ધ્યાન એ તરફ ગયું છે કે, આખરે તે કઈ એપ છે, જેનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ વગર પણ મેસેજ મોકલી અને મેળવી શકાય છે. આના માટે મોબાઈલ ડેટા, વાઈફાઈ કે સેલ્યુલર નેટવર્કની જરૂર પડતી નથી.
મોબાઈલ ડેટા વગર કેવી રીતે કામ કરે છે સોશિયલ મેસેજિંગ એપ્સ?
વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સ મોબાઈલ ડેટા કે વાઈફાઈ વગર કામ નથી કરતી. જ્યારે ઓફલાઈન મેસેજિંગ એપ્સ 'બ્લૂટૂથ લો એનર્જી' (BLE)નો ઉપયોગ કરે છે, જે એક વાઈરલ ટેકનોલોજી છે, અને આજકાલ તમામ મોર્ડન સ્માર્ટફોનમાં હોય છે.
2025માં જેક ડોર્સીએ લોન્ચ કરી હતી એપ
આવી જ એક જાણીતી એપ BitChat છે, જે ઓફલાઈન મેસેજિંગની સુવિધા આપે છે. આ એપને વર્ષ 2025 માં ટ્વિટરના ફાઉન્ડર જેક ડોર્સીએ તૈયાર કરી હતી.
BitChatના પ્લે સ્ટોર પર 10 લાખ ડાઉનલોડર્સ
BitChatના ગૂગલ પ્લે સ્ટોર પર આશરે 10 લાખ ડાઉનલોડર્સ છે, અને આ એપ પોતાના યુઝર્સને ઇન્ટરનેટ વગર મેસેજ શેર અને રિસીવ કરવાની સુવિધા આપે છે. આ એપ બ્લૂટૂથની મદદથી એક સર્વર કે નેટવર્ક તૈયાર કરે છે, અને તેનાથી કનેક્ટ થાય છે. આવી જ અન્ય એપ્સ પણ ગૂગલ પ્લે સ્ટોર પર એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.









