Science & Technology

WhatsApp પર ટીન ચેટ્સ માટે લોન્ચ થયા ‘Parental Controls’, જાણો કેવી રીતે ચાલુ કરવા આ ફીચર્સ

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
WhatsAppએ સગીર બાળકોની ઓનલાઇન સુરક્ષા માટે નવા 'Parental Controls' લોન્ચ કર્યા છે. આ ફીચર્સ દ્વારા વાલીઓ પોતાના સંતાનોની વોટ્સએપ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખી શકશે. તેઓ Meta AI ચેટ્સમાં કન્ટેન્ટ ફિલ્ટર કરી શકશે તેમજ ગ્રૂપ, સ્ટેટસ અને ચેનલના ઉપયોગ પર નિયંત્રણ મૂકી શકશે. આ સેટિંગ્સ 6-ડિજિટ PINથી સુરક્ષિત રહેશે. આ પગલું બાળકોને અયોગ્ય સામગ્રીથી બચાવવામાં મદદ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

WhatsApp પર ટીન ચેટ્સ માટે લોન્ચ થયા ‘Parental Controls’, જાણો કેવી રીતે ચાલુ કરવા આ ફીચર્સ

WhatsApp Introduces Parental Controls: સગીર વયના બાળકો અને કિશોરોની ઓનલાઇન સુરક્ષા તેમજ પ્રાઇવસીને લઈને વધતી ચિંતાઓ વચ્ચે WhatsAppએ મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. પ્લેટફોર્મે ખાસ વાલીઓ માટે નવા ‘Parental Controls’ લોન્ચ કર્યા છે, જેની મદદથી તેઓ પોતાના સંતાનોની વોટ્સએપ પ્રવૃત્તિઓ પર વધુ સારી દેખરેખ રાખી શકશે. આ ફીચર્સ વાલીઓને એ નક્કી કરવાની સત્તા આપે છે કે તેમના બાળકો પ્લેટફોર્મ પર કોની સાથે વાતચીત કરી શકે છે તેમજ Meta AI ચેટ્સમાં કેવા પ્રકારનું કન્ટેન્ટ જોઈ શકે છે.

નવા પેરેન્ટલ કંટ્રોલ્સમાં શું-શું સુવિધાઓ મળશે?

  • ગ્રૂપ, સ્ટેટસ અને ચેનલ પર નિયંત્રણ: વાલીઓ હવે બાળકોના વોટ્સએપ ચેનલના ઉપયોગ પર મર્યાદા મૂકી શકશે, તેમના સ્ટેટસ અપડેટ્સ કોણ જોઈ શકે તે નક્કી કરી શકશે તેમજ તેઓ કયા ગ્રૂપમાં જોડાઈ શકે તેનું સંચાલન કરી શકશે.
  • ગ્રૂપ એલર્ટ્સ અને નોટિફિકેશન્સ: જ્યારે તેમનું બાળક કોઈ નવું ગ્રૂપ જોઈન કરે, ગ્રૂપ છોડે કે પછી ગ્રૂપમાં સભ્યોની સંખ્યામાં મોટો વધારો થાય ત્યારે વાલીઓને તાત્કાલિક નોટિફિકેશન મળશે.
  • સુરક્ષિત 6-ડિજિટ PIN: આ તમામ સેટિંગ્સ વાલીઓ દ્વારા નક્કી કરાયેલા એક ગુપ્ત PIN દ્વારા સુરક્ષિત રહેશે, જેથી બાળકો તેમાં જાતે ફેરફાર ન કરી શકે.

Meta AI ચેટ્સ માટે કન્ટેન્ટ ફિલ્ટરિંગ

વાલીઓ હવે બાળકોના Meta AI સાથેના સંવાદ પર પણ મર્યાદા સેટ કરી શકશે. વાલીઓ ડિફોલ્ટ '13+' સેટિંગ અથવા વધુ કડક 'Limited Content' વિકલ્પ પસંદ કરી શકે છે. લિમિટેડ કન્ટેન્ટ મોડ ચાલુ કરવાથી ઇન્કોગ્નિટો ચેટ અને મેસેજ સમરી જેવા ફીચર્સ બંધ થઈ જશે, જેનાથી સગીરો અયોગ્ય કે અસુરક્ષિત સામગ્રીના સંપર્કમાં આવતા બચી શકશે.

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન યથાવત રહેશે

આ નવા કંટ્રોલ્સ ઉમેરાયા હોવા છતાં, WhatsApp એ સ્પષ્ટતા કરી છે કે પ્લેટફોર્મ પર તમામ પર્સનલ મેસેજીસ અને કોલ્સ પહેલાંની જેમ જ End-to-End Encrypted રહેશે. તેનો અર્થ એ છે કે મેસેજ કે કોલ માત્ર મોકલનાર અને મેળવનાર જ જોઈ-સાંભળી શકશે, ખુદ વોટ્સએપ પણ તેને એક્સેસ કરી શકશે નહીં. સોશિયલ મીડિયાથી બાળકોને થતા નુકસાન અંગે કાનૂની વિવાદોનો સામનો કર્યા બાદ કંપનીએ આ સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા છે.

કેવી રીતે એનેબલ કરશો Parental Controls?

  1. એપ અપડેટ કરો: સૌથી પહેલાં તમારા સંતાનના સ્માર્ટફોનમાં WhatsAppને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.
  2. સેટિંગ્સમાં જાઓ: WhatsApp ખોલી Settings > Parental controlsમાં જાઓ અને Continue પર ટેપ કરો.
  3. ઉંમરની વિગતો દાખલ કરો: તમારા સંતાનની જન્મતારીખ નાખી ઉંમરની પુષ્ટિ કરો.
  4. QR કોડ સ્કેન કરી લિંક કરો: સંતાનના ફોનમાં દેખાતા QR કોડને વાલીએ પોતાના વોટ્સએપ એકાઉન્ટથી સ્કેન કરીને બંને એકાઉન્ટ લિંક કરવાના રહેશે.
  5. PIN સેટ કરો: અંતે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વાલીઓએ પોતાનો 6-અંકનો પેરેન્ટ PIN સેટ કરવાનો રહેશે.