Science & Technology

108 વર્ષ જૂની જાપાનની કંપની પેનાસોનિક હવે ટીવી નહીં બનાવે, જાણો કેમ…

By GS Team
24 Feb 20263 mins read
TukuTouch Logo
જાપાનની કંપની પેનાસોનિક દ્વારા હવે ટીવી નહીં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ હવે ચીનની સ્કાયવર્થ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે. આ પાર્ટનરશિપ હેઠળ સ્કાયવર્થ હવે પેનાસોનિક ટીવીનું પ્રોડક્શન કરશે અને તેનું માર્કેટિંગ અને વેચાણ પણ સંભાળશે. તેમની આ પાર્ટનરશિપની ભાગીદારી તેમના લેટેસ્ટ લોન્ચ ઇવેન્ટમાં જાહેર કરવામાં આવી છે. પેનાસોનિકના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પાર્ટનરશિપ હેઠળ સ્કાયવર્થ વેચાણ અને લોજિસ્ટિક્સને સંભાળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

108 વર્ષ જૂની જાપાનની કંપની પેનાસોનિક હવે ટીવી નહીં બનાવે, જાણો કેમ…

Panasonic No Longer Make TV: જાપાનની કંપની પેનાસોનિક દ્વારા હવે ટીવી નહીં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ હવે ચીનની સ્કાયવર્થ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે. આ પાર્ટનરશિપ હેઠળ સ્કાયવર્થ હવે પેનાસોનિક ટીવીનું પ્રોડક્શન કરશે અને તેનું માર્કેટિંગ અને વેચાણ પણ સંભાળશે. તેમની આ પાર્ટનરશિપની ભાગીદારી તેમના લેટેસ્ટ લોન્ચ ઇવેન્ટમાં જાહેર કરવામાં આવી છે. પેનાસોનિકના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પાર્ટનરશિપ હેઠળ સ્કાયવર્થ વેચાણ અને લોજિસ્ટિક્સને સંભાળશે.

વેચાણ અને લોજિસ્ટિક્સ સંભાળશે સ્કાયવર્થ

ચીનના શેનઝેનમાં આવેલી કંપની સ્કાયવર્થ 2025ના પહેલાં ક્વાર્ટરમાં વેચાણની આવકના આધારે ટોચના પાંચ ટીવી બ્રાન્ડ્સમાં સામેલ છે. આ કંપની હવે પેનાસોનિક બ્રાન્ડેડ ટીવીનું ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણ સંભાળશે. સ્કાયવર્થ કંપનીનો દાવો છે કે તે એન્ડ્રોઇડ ટીવી પ્લેટફોર્મમાં દુનિયાભરમાં ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. આ નવી પાર્ટનરશિપ હેઠળ પેનાસોનિક પોતાના એક્સપર્ટાઇઝ અને ક્વોલિટીની ખાતરી રાખશે. તેમના ટીવી સારી ક્વોલિટીના OLED મોડલ્સ બને અને તેમના હાઇ ઓડિયોવિઝ્યુઅલ સ્ટાન્ડર્ડને જાળવી રાખવામાં આવે એનું ધ્યાન રાખશે.

હાલના ટીવી માટે માર્ચ 2026 સુધી સપોર્ટ

પેનાસોનિકે તેમના ગ્રાહકોને આશ્વાસન આપ્યું છે કે માર્ચ 2026 સુધી વેચાયેલા તમામ ટીવી માટે તેઓ સપોર્ટ આપશે. સ્કાયવર્થ દ્વારા બનાવાયેલા પેનાસોનિક ટીવી અમેરિકા અને યુરોપમાં ઉપલબ્ધ થશે, જેમાં યુરોપમાં ડબલ-ડિજિટ માર્કેટ શેર મેળવવાનો પ્લાન છે. આ પગલું પેનાસોનિકના લાંબા સમયથી ચાલતા ટીવી વ્યવસાયમાં મોટો ફેરફાર દર્શાવે છે.

પેનાસોનિકનો ઇતિહાસ

પેનાસોનિક કંપનીની શરૂઆત 1918માં થઈ હતી. એ સમયે કંપનીનું નામ માત્સુશિતા ઇલેક્ટ્રિક હાઉસવેર મેન્યુફેક્ચરિંગ વર્ક્સ હતું. ત્યાર બાદ 1935માં ફરી એક વાર નામ બદલવામાં આવ્યું હતું અને 2008માં પેનાસોનિક કોર્પોરેશન કરવામાં આવ્યું હતું. કંપનીએ ભલે ઓફિશિયલી નામ 2008માં કર્યું હોય, પરંતુ તેમણે વર્લ્ડ વોર 2 બાદ જ્યારે ટીવીનું પ્રોડક્શન શરૂ કર્યું ત્યારે નેશનલ ટીવી તરીકે વેચાણ કરતા હતા. ત્યાર બાદ અમેરિકામાં પેનાસોનિક તરીકે ટીવીનું વેચાણ 1961ની આસપાસ શરૂ થઈ ગયું હતું. પેન એટલે સમગ્ર અને સોનિક એટલે અવાજ. એના પરથી પેનાસોનિક નામ આપવામાં આવ્યું હતું.

પેનાસોનિક એક સમયે પ્લાઝમા પેનલ માર્કેટમાં ખૂબ જ આગળ હતું. 2010માં 40%થી વધુ હિસ્સો પેનાસોનિકના હાથમાં હતો. જોકે માર્ચ 2014 સુધીમાં કંપનીએ પ્લાઝમા ટીવી બનાવવાનું બંધ કર્યું હતું કારણ કે ફ્લેટ-સ્ક્રીન LCD ટીવીની માંગ વધી રહી હતી. એ જ વર્ષે પેનાસોનિકે અમેરિકાના ટીવી વ્યવસાયમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું અને 2016 સુધીમાં કંપનીએ અમેરિકામાં બિઝનેસ બંધ કરી દીધો હતો.

પેનાસોનિકના ટીવી વ્યવસાયમાં ટર્નિંગ પોઇન્ટ

2021માં પેનાસોનિકે તમામ ટીવીના ઉત્પાદનને થર્ડ-પાર્ટી કંપની પાસેથી આઉટસોર્સ કરવાની જાહેરાત કરી હતી. આ પગલું ભરતા કંપનીનો વિકાસ અને નાણાકીય સ્થિતિ સુધારવા માગી હતી. 2024માં પેનાસોનિકે અમેરિકાના બજારમાં OLED અને મિની LED ટીવી સાથે પુનરાગમન કર્યું. આ ટીવીની તમામ ડિઝાઇન અને ડેવલપમેન્ટ જાપાનમાં કરવામાં આવ્યું હતું. જોકે ફેબ્રુઆરી 2025માં કંપનીના પ્રેસિડન્ટ યુકી કુસુમીએ જણાવ્યું હતું કે જો જરૂરી હોય તો તેઓ ટીવી બિઝનેસને વેચવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: 20% બાળકોને Instagram પર ઇચ્છા વગર પણ ન્યૂડ કન્ટેન્ટ જોવા મળે છે…

ગ્રાહકો માટે એનો અર્થ શું છે?

સ્કાયવર્થ સાથેનો કરાર પેનાસોનિક માટે મોટું પગલું છે કારણ કે તે પોતાના ટીવી વ્યવસાયમાં જે પૈસા ઇન્વેસ્ટ કરતું હતું એ બંધ કરી રહ્યું છે અને એમ છતાં પેનાસોનિક બ્રાન્ડ માટે તેમને રેવન્યુ મળતી રહેશે. આ પાર્ટનરશિપની જાહેરાત પેનાસોનિકે તેમના OLED ટીવીના બે પ્રોટોટાઇપની લોન્ચ ઇવેન્ટમાં કરી છે. આ પ્રોટોટાઇપમાંથી એકમાં LG ડિસ્પ્લેની લેટેસ્ટ ટાન્ડમ WOLED પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી આ પાર્ટનરશિપ દ્વારા ગ્રાહકોને ટૂંક સમયમાં પેનાસોનિક બ્રાન્ડ હેઠળ નવી ડિઝાઇન અને ટેક્નોલોજીથી ભરપૂર ટીવી જોવા મળશે.