Science & Technology

20% બાળકોને Instagram પર ઇચ્છા વગર પણ ન્યૂડ કન્ટેન્ટ જોવા મળે છે…

By GS Team
24 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં સોશિયલ મીડિયા એડિક્શન સંબંધિત એક મહત્ત્વપૂર્ણ કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં કોર્ટ ફાઇલિંગ વખતે એક નવો ખુલાસો જોવા મળ્યો છે કે 13થી 15 વર્ષની ઉંમરના લગભગ પાંચમાંથી એક બાળકને Instagram પર ઇચ્છા વગર ન્યૂડ કન્ટેન્ટ જોવા મળી રહ્યું છે. આ નવી વાત શુક્રવારે કોર્ટમાં સામે આવી હતી. માર્ચ 2025માં Instagramના એડમ મોસેરી દ્વારા આપવામાં આવેલી ડિપોઝિશનની કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

20% બાળકોને Instagram પર ઇચ્છા વગર પણ ન્યૂડ કન્ટેન્ટ જોવા મળે છે…

Nude Content On Instagram: અમેરિકામાં સોશિયલ મીડિયા એડિક્શન સંબંધિત એક મહત્ત્વપૂર્ણ કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં કોર્ટ ફાઇલિંગ વખતે એક નવો ખુલાસો જોવા મળ્યો છે કે 13થી 15 વર્ષની ઉંમરના લગભગ પાંચમાંથી એક બાળકને Instagram પર ઇચ્છા વગર ન્યૂડ કન્ટેન્ટ જોવા મળી રહ્યું છે. આ નવી વાત શુક્રવારે કોર્ટમાં સામે આવી હતી. માર્ચ 2025માં Instagramના એડમ મોસેરી દ્વારા આપવામાં આવેલી ડિપોઝિશનની કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Metaના ડૉક્યુમેન્ટમાં ટીનએજ યુઝર્સ પર ફોકસનો ખુલાસો

આ ટ્રાયલમાં Instagramની પેરેન્ટ કંપની Meta પર આરોપ છે કે તે યુવા યુઝર્સને આકર્ષવા પર ખાસ ધ્યાન આપી રહી હતી. 2021ની 20 જાન્યુઆરીના ડૉક્યુમેન્ટમાં Metaના એક રિસર્ચરે સૂચન કર્યું હતું કે ટીનએજર અને યુવાન યુઝર્સને ટાર્ગેટ કરવું જોઈએ કારણ કે તેઓ ઘરમાં પ્રભાવશાળી હોય છે. મેમોમાં લખાયું હતું કે ‘જો આપણે નવા યુઝર્સ મેળવવા (અને રાખવા) માંગીએ છીએ તો આપણે ઘરમાં ટીનએજરના પ્રભાવને ઓળખવો પડશે.’

Meta સામેના કેસમાં ટીનએજરની મેન્ટલ હેલ્થ પર ફોકસ

Meta સામે વિશ્વભરના ઘણાં લીડર્સ દ્વારા અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. એમાં મોટાભાગના કેસમાં કંપની દ્વારા ટીનએજર્સ અને યુવાન યુઝર્સને નુકસાન પહોંચાડતા પ્રોડક્ટ્સ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકામાં જ હજારો ફેડરલ અને સ્ટેટ કોર્ટ કેસોમાં Meta પર ટીનએજર માટે આકર્ષક અને એડિક્ટિવ પ્રોડક્ટ્સ ડિઝાઇન બનાવવાની સાથે તેમના પર મેન્ટલ હેલ્થ પર અસર કરી રહી હોવાનો પણ આરોપ છે.

પ્લેટફોર્મ પર ચિંતાજનક કન્ટેન્ટ અંગે ચિંતા

અશ્લીલ કન્ટેન્ટ વિશે Meta એ સ્પષ્ટતા કરી છે કે આ આંકડા 2021માં Instagramના યુઝર્સના સર્વેમાંથી આવ્યા છે. આ આંકડામાં 20% બાળકોએ ઇચ્છા વગર ન્યૂડ કન્ટેન્ટ જોયું છે. એડમ મોસેરીના ડિપોઝિશનમાં પણ ખુલાસો થયો કે 13-15 વર્ષની ઉંમરના લગભગ 8% યુઝર્સે Instagram પર કોઈને અથવા તો પોતાને નુકસાન પહોંચાડતા તેમ જ એ કરવાની ધમકી આપતા કન્ટેન્ટને જોયું છે. 

આ પણ વાંચો: Samsung Galaxy Unpacked 2026 ઇવેન્ટમાં શું-શું થશે લોન્ચ?: લાઇવ કેવી રીતે જોવું…

Meta 18 વર્ષથી ઓછા યુઝર્સ માટે ચોક્કસ કન્ટેન્ટ પર પ્રતિબંધ લાવશે

2025માં Meta એ જાહેરાત કરી કે તે ટીનએજર યુઝર્સ માટે ન્યૂડિટી અથવા સ્પષ્ટ યૌન પ્રવૃત્તિ ધરાવતી ઇમેજ અને વિડિયોઝ દૂર કરશે. આ નિયમ AI-જનરેટેડ કન્ટેન્ટ પર પણ લાગુ થશે, પરંતુ મેડિકલ અને શૈક્ષણિક હેતુઓ માટે છૂટછાટ આપવામાં આવશે. Metaના પ્રવક્તા એન્ડી સ્ટોને જણાવ્યું કે 'અમે જે પ્રગતિ કરી છે તેના પર અમને ગર્વ છે અને અમે હંમેશા વધુ સારું કરવા માટે પ્રયત્નશીલ છીએ.'