Science & Technology

2050 સુધી ધરતી ‘ભઠ્ઠી’ બનશે: ભારત માટે રેડ ઍલર્ટ, જાણો શું અસર થશે…

By GS Team
30 Jan 20263 mins read
TukuTouch Logo
2026નું વર્ષ હજી શરુ થયું છે કે ત્યાં એક ડરામણી ખબર આવી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની એક રિસર્ચ અનુસાર સૂરજની ગરમી હવે ધીમે ધીમે વધી જશે. સૂરજમાંથી આગ નીકળી રહી હોય એવો અહેસાસ થશે. ગરમી એટલી વધી જશે કે રસ્તાઓ પર પણ ડામર પીગળવા લાગશે. તેમ જ ઘરમાં એર કન્ડિશનર નહીં હશે તો એ ભઠ્ઠી બની ગયો હોય એવો અહેસાસ થશે. 2050 સુધીમાં દુનિયાની 40 ટકા વસ્તી એટલે કે અંદાજે 4 અબજ લોકો એવી ગરમીનો સામનો કરશે જેને તેઓ સહન પણ નહીં કરી શકે. સૌથી ખતરનાક વાત એ છે કે વૈજ્ઞાનિકો દ્વારા ભારત માટે પણ રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર પૃથ્વી પાણીની જેમ ઉકળતી જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

2050 સુધી ધરતી ‘ભઠ્ઠી’ બનશે: ભારત માટે રેડ ઍલર્ટ, જાણો શું અસર થશે…

India on Red Alert for Extreme Heat: 2026નું વર્ષ હજી શરુ થયું છે કે ત્યાં એક ડરામણી ખબર આવી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની એક રિસર્ચ અનુસાર સૂરજની ગરમી હવે ધીમે ધીમે વધી જશે. સૂરજમાંથી આગ નીકળી રહી હોય એવો અહેસાસ થશે. ગરમી એટલી વધી જશે કે રસ્તાઓ પર પણ ડામર પીગળવા લાગશે. તેમ જ ઘરમાં એર કન્ડિશનર નહીં હશે તો એ ભઠ્ઠી બની ગયો હોય એવો અહેસાસ થશે. 2050 સુધીમાં દુનિયાની 40 ટકા વસ્તી એટલે કે અંદાજે 4 અબજ લોકો એવી ગરમીનો સામનો કરશે જેને તેઓ સહન પણ નહીં કરી શકે. સૌથી ખતરનાક વાત એ છે કે વૈજ્ઞાનિકો દ્વારા ભારત માટે પણ રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર પૃથ્વી પાણીની જેમ ઉકળતી જોવા મળશે.

ભારતમાં શું અસર થશે?

ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકો દ્વારા ભારત માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર ભારત, નાઇજીરિયા અને ઈન્ડોનેશિયા એવા દેશ છે જ્યાં સૌથી વધુ ગરમી જોવા મળશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દેશમાં ગરમીનો પારો 45થી 50 ડિગ્રીની આસપાસ હોઈ શકે છે અથવા તો એને ક્રોસ પણ કરી શકે છે. આ ગરમીને કારણે મનુષ્યનું શરીર તેના અંદરના અંગોને ઠંડા રાખવામાં સફળ નહીં રહે. ભારતના કરોડો લોકો પાસે હજી પણ એર કન્ડિશનરની સુવિધા નથી. આ સાથે જ વૈજ્ઞાનિકોનો દાવો છે કે આગામી વર્ષોમાં ગરમીને કારણે થતાં મૃત્યુનો આંકડો ખૂબ જ જોરમાં વધશે.

2010માં ફક્ત 1.5 અબજ લોકો પર આ જોખમ હતું. જોકે 2050માં આ આંકડો ડબલ કરતાં વધી જશે અને 3.8 અબજ લોકો પર ગરમીને કારણે મૃત્યુનો જોખમ થઈ શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર ભવિષ્યમાં પૃથ્વીની ઓળખ એક આગ અને ધુમાડો બનીને રહી શકે છે. એજ્યુકેશન, હેલ્થ કેર અને કૃષિ ક્ષેત્રે ગરમીને કારણે ખૂબ જ વધુ અસર જોવા મળશે.

ઠંડા દેશો પણ સુરક્ષિત નથી

આ ગરમી ફક્ત ભારત, ઈન્ડોનેશિયા અને નાઇજીરિયા પૂરતી સીમિત નથી. ઠંડા દેશો પણ હવે સુરક્ષિત નથી. રશિયા, કેનેડા અને ફિનલૅન્ડ જેવા દેશને ખૂબ જ ઠંડા દેશ તરીકે ઓળખવામાં આવે છે. જોકે તેમના પર સૌથી વધુ જોખમ છે. પૃથ્વી હવે ગરમ થઈ રહી છે અને એની અસર આ દેશો પર પણ પડશે. આ ઠંડા દેશમાં આવેલા ઘર ગરમી જાળવી રાખે અને ઠંડીથી બચી શકે એ માટે બનાવવામાં આવ્યાં છે. આથી આ દેશમાં જ્યારે ગરમી વધશે ત્યારે આ તમામ ઘર ગેસ ચેમ્બર બની જશે. આ દેશની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અને હેલ્થ કેર પણ ગરમી માટે તૈયાર નથી.

આ પણ વાંચો: તમારા સ્માર્ટફોનમાં કેટલું સોનું છુપાયેલું હોય છે? જાણીને ચોંકી જશો

ઓક્સફોર્ડ રિસર્ચની રાધિકા ખોસલાએ ચેતવણી આપી છે કે ગરમી એક ચોક્કસ ડિગ્રીને ક્રોસ કરતાં જ એજ્યુકેશન, હેલ્થ અને ખેતી દરેક ક્ષેત્રમાં નુકસાન થવાનું શરુ થઈ જશે. ખેતીના પાક સૂકાઈ જશે અથવા તો સળગી જશે આથી ખાવાની મુશ્કેલી પડી શકે છે. કરોડો લોકો રહેવા લાયક જગ્યાની શોધમાં પોતાનું ઘર પણ છોડી દેશે.