AI એક્સપર્ટ રુઓમિંગ પાંગ OpenAI માં જોડાયા, મેટામાં ₹1800 કરોડથી વધુનું પેકેજ હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meta Employee to OpenAI: OpenAI દ્વારા દુનિયાના સૌથી જાણીતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રુઓમિંગ પાંગને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં જ એપલમાંથી મેટામાં જોડાયા હતા. રુઓમિંગ પાંગ હવે ઓપનએઆઈમાં જોડાઈ ગયા હોવાથી એ દર્શાવે છે કે ટેક જાયન્ટ્સ વચ્ચે આગામી પેઢીના AI સિસ્ટમ્સ બનાવવા માટે શ્રેષ્ઠ ટેલેન્ટ મેળવવાની સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે. મેટા દ્વારા તેમને 200 મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે 1800 કરોડ રૂપિયાનું પેકેજ હતું.
રુઓમિંગ પાંગની કારકિર્દી
રુઓમિંગ પાંગને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં ગણવામાં આવે છે. એપલમાં તેઓ એડવાન્સ્ડ AI મોડલ્સ પર કામ કરી રહ્યાં હતા અને ટીમને લીડ કરતાં હતા. તેમનું કામ કંપનીના મશીન લર્નિંગને વધુ સારું બનાવવાનું હતું. 2025ના મધ્યમાં એટલે કે સાત મહિના પહેલાં તેઓ મેટામાં જોડાયા. ત્યાં તેમણે સુપરઇન્ટેલિજન્સ લેબ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હેન્ડલ કર્યું હતું. આ ડિપાર્ટમેન્ટ મેટાનું સૌથી મહત્ત્વાકાંક્ષી AI મોડલ્સ વિકસાવવા માટે જવાબદાર છે.
મેટામાં તેમણે ખૂબ જ ટૂંકા સમય માટે કામ કર્યું હતું. તેઓ જેટલો પણ સમય ત્યાં રહ્યા ત્યાં સુધી ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું. મેટામાં તેમને 200 મિલિયન ડોલરથી વધુનું એટલે કે 1800 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું હતું. આ પેકેજ થોડા વર્ષ દરમિયાન માટેનું હતું. સિલિકોન વેલીની AI ટેલેન્ટ વોરમાં આ દાવપેચની નીતિને દર્શાવે છે. OpenAI દ્વારા અનેક મહિનાઓની ખૂબ જ જોરશોરમાં લોકોને ભરતી કરી રહી છે. જોકે રુઓમિંગ પાંગે ગયા અઠવાડિયે મેટાને છોડી દીધું છે.
OpenAIએ કેમ તેમને પસંદ કર્યા?
OpenAI દ્વારા રુઓમિંગ પાંગને પસંદ કરવામાં આવ્યા એ કંપનીની વ્યૂહાત્મક દિશાને દર્શાવે છે. કંપની દ્વારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આગળ લઈ જવામાં આવી રહ્યું છે જેથી વધુ શક્તિશાળી મોડલ્સને બનાવી શકાય. રુઓમિંગ પાંગની ખાસિયત એ છે કે તેઓ કમ્પ્યુટેશનલ ડિમાન્ડને વધુ સારી રીતે સંભાળી શકે છે અને તેમનો અનુભવ OpenAI માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. OpenAI કંપનીને સુપરઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં નંબર વન બનવા માટે કમરકસી રહી છે. આથી તેઓ ખૂબ જ સારા ટેલેન્ટને વધુ કિંમતે નોકરીએ રાખી રહી છે.
ટેલેન્ટ વોર બની વધુ ખતરનાક
રુઓમિંગ પાંગ દ્વારા આ નોકરીને પસંદ કરવામાં આવી એ દર્શાવે છે કે ઇન્ડસ્ટ્રીમાં કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટી-મોટી AI કંપનીઓ સંશોધકોને આકર્ષવા અને તેઓ નોકરી ન છોડે એ માટે મલ્ટી-મિલિયન ડોલર પેકેજ આપી રહી છે. મેટા, OpenAI, ગૂગલ અને એપલ દરેક કંપની આ સ્પર્ધામાં છે. દરેક કંપની દ્વારા જે ભરતી કરવામાં આવી રહી છે એ કંપની કેટલી પાવરફુલ છે એ પણ દેખાડે છે.
આ પણ વાંચો: ભારત બન્યું જનરેટિવ AI એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ, જાણો વિગત...
ઇન્ડસ્ટ્રી પર અસર
મેટા માટે રુઓમિંગ પાંગ નોકરી છોડીને ગયા એ તેમની સુપરઇન્ટેલિજન્સ લેબ્સ માટે ખૂબ જ મોટો ઝટકો છે. મેટાની લાંબા ગાળાની AI મહત્ત્વાકાંક્ષાઓ માટે રૂઓમિંગને પસંદ કરવામાં આવ્યા હતા. OpenAI માટે આ ભરતી એક મહત્ત્વપૂર્ણ છે, જે તેને AI ટેલેન્ટના માર્કેટમાં સૌથી આક્રમક પ્લેયર તરીકે આગવું સ્થાન અપાવે છે.









