Science & Technology

ભારત બન્યું જનરેટિવ AI એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ, જાણો વિગત...

By GS Team
26 Feb 20262 mins read
TukuTouch Logo
એક રિપોર્ટ અનુસાર ભારત જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું બજાર બની ગયું છે. દેશમાં 2025માં આવા ડાઉનલોડ્સમાં વર્ષ-દર-વર્ષ 207%નો અદ્ભુત વધારો નોંધાયો છે. આ વધારાને કારણે ભારતે અમેરિકા જેવા દેશોને પણ પાછળ મૂકી દીધા છે. એના કારણે ભારત વૈશ્વિક AI ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત બન્યું જનરેટિવ AI એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ, જાણો વિગત...

AI in India: એક રિપોર્ટ અનુસાર ભારત જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું બજાર બની ગયું છે. દેશમાં 2025માં આવા ડાઉનલોડ્સમાં વર્ષ-દર-વર્ષ 207%નો અદ્ભુત વધારો નોંધાયો છે. આ વધારાને કારણે ભારતે અમેરિકા જેવા દેશોને પણ પાછળ મૂકી દીધા છે. એના કારણે ભારત વૈશ્વિક AI ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે.

ડાઉનલોડ્સ અને આવક વચ્ચેનો તફાવત

ભારત વૈશ્વિક જનરેટિવ AI એપ ડાઉનલોડ્સમાં લગભગ 20%નો ફાળો આપી રહ્યું છે. જોકે આટલા વધુ યુઝર્સ હોવા છતાં કંપનીને આવક નથી થઈ રહી. ભારતીય યુઝર્સ દ્વારા કરવામાં આવેલી ઇન-એપ ખરીદી 2025માં માત્ર 1% જેટલી હતી. આ તફાવત દર્શાવે છે કે કંપનીઓ માટે યુઝર્સને સ્થિર આવકમાં ફેરવવું મુશ્કેલ છે.

આવકમાં થઈ રહ્યો છે ધીમો વધારો

ડાઉનલોડ્સમાં ઉછાળો હોવા છતાં આવકમાં ખૂબ જ ધીમો વધારો થઈ રહ્યો છે. નવેમ્બરમાં ઇન-એપ ખરીદી 22% ઘટી અને ડિસેમ્બરમાં એમાં 18%નો ઘટાડો થયો હતો. આ ઘટાડો ત્યારે નોંધાયો જ્યારે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ડાઉનલોડ દર અનુક્રમે 320% અને 260% સુધી પહોંચ્યો હતો. આ રિપોર્ટ મુજબ પ્રમોશનલ કેમ્પેઇન અને DeepSeek, Grok, Meta AI જેવી નવી AI પ્લેટફોર્મ્સને કારણે AI ડાઉનલોડ્સમાં ઉછાળો આવ્યો છે.

ChatGPT Goની મફત ઍક્સેસની આવક પર અસર

ChatGPT Goની મફત ઍક્સેસ ઓફર્સનો આવક પર સીધી અસર જોવા મળી છે. નવેમ્બરમાં ChatGPT Goની મફત ઍક્સેસ ઓફર શરૂ થઈ હતી. આથી ભારતમાં ChatGPTની આવક નવેમ્બરમાં 33% અને ડિસેમ્બરમાં 32% ઘટી ગઈ હતી. આ ઘટાડા છતાં OpenAIનું પ્લેટફોર્મ અગ્રણી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં જનરેટિવ AI ઇન-એપ આવકમાં 60%થી વધુનો ફાળો આપ્યો છે.

આ પણ વાંચો: ChatGPT બની દુનિયાની બીજા ક્રમની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ: પ્રીમિયમ ફિચર્સ માટે પૈસા ચૂકવી રહ્યાં છે યુઝર્સ…

ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર AI અપનાવામાં મદદરૂપ

ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક અબજથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ અને 700 મિલિયન સ્માર્ટફોન માલિકો સાથે AIને વધુ આગળ લઈ જઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ 2025માં ભારત ટોચના AI અસિસ્ટન્ટ એપ્સના વૈશ્વિક યુઝર બેઝમાં લગભગ 19%નો ફાળો આપ્યો છે. અમેરિકાના 10%ના ફાળાથી એ ઘણો વધારે છે. જોકે એન્ગેજમેન્ટ સ્તર હજુ પણ અમેરિકાની સરખામણીમાં ઓછું છે. અમેરિકાના યુઝર્સ દર અઠવાડિયે વધુ સમય AI પર પસાર કરે છે અને ભારતીય યુઝર્સ કરતાં વધુ સેશન લોગ કરે છે.