Science & Technology

'કોઈ એલિયન શિપ નહીં પણ...' 3I/ATLAS અંગે માઉન્ટ આબુ પરથી લીધેલી તસવીરોના આધારે વિજ્ઞાનીઓનો ખુલાસો

By GS Team
21 Nov 20252 mins read
TukuTouch Logo
ભારતીય અને અમેરિકન વૈજ્ઞાનિકોએ આંતરતારકીય પદાર્થ 3I/ATLAS ની તાજેતરની તસવીરો જાહેર કરી છે, જેણે ખગોળશાસ્ત્રમાં ચાલી રહેલી એક મોટી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અને નાસા (NASA) બંનેએ સ્પષ્ટ કર્યું છે કે આ રહસ્યમય પદાર્થ કોઈ 'એલિયન સ્પેસશીપ' નથી, પરંતુ આપણા સૌરમંડળમાંથી પસાર થઈ રહેલો એક સામાન્ય ધૂમકેતુ જ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કોઈ એલિયન શિપ નહીં પણ...' 3I/ATLAS અંગે માઉન્ટ આબુ પરથી લીધેલી તસવીરોના આધારે વિજ્ઞાનીઓનો ખુલાસો

3I/ATLAS News : ભારતીય અને અમેરિકન વૈજ્ઞાનિકોએ આંતરતારકીય પદાર્થ 3I/ATLAS ની તાજેતરની તસવીરો જાહેર કરી છે, જેણે ખગોળશાસ્ત્રમાં ચાલી રહેલી એક મોટી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અને નાસા (NASA) બંનેએ સ્પષ્ટ કર્યું છે કે આ રહસ્યમય પદાર્થ કોઈ 'એલિયન સ્પેસશીપ' નથી, પરંતુ આપણા સૌરમંડળમાંથી પસાર થઈ રહેલો એક સામાન્ય ધૂમકેતુ જ છે.



માઉન્ટ આબુથી અમદાવાદના વૈજ્ઞાનિકોનું અવલોકન 

ઈસરો (ISRO) અનુસાર, PRLના વૈજ્ઞાનિકોએ 12 થી 15 નવેમ્બરની વચ્ચે માઉન્ટ આબુ ખાતે આવેલા 1.2-મીટર ટેલિસ્કોપની મદદથી 3I/ATLASનું અવલોકન કર્યું હતું. તસવીરોમાં ધૂમકેતુનો લગભગ ગોળાકાર 'કોમા' (ધૂમકેતુના કેન્દ્રની આસપાસ બનેલું તેજસ્વી વાતાવરણ) સ્પષ્ટપણે દેખાય છે. વૈજ્ઞાનિકોએ તેના પ્રકાશના સ્પેક્ટ્રમનું વિશ્લેષણ કરતાં તેમાં CN, C2 અને C3 જેવા ઉત્સર્જન બેન્ડ જોવા મળ્યા, જે સામાન્ય રીતે સૌરમંડળના ધૂમકેતુઓમાં જોવા મળે છે. PRLના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 3I/ATLASનો ગેસ ઉત્પાદન દર લગભગ 10²⁵ અણુ/સેકન્ડ છે, જે તેને સૌરમંડળના 'સામાન્ય ધૂમકેતુઓ'ની શ્રેણીમાં મૂકે છે.

નાસાએ પણ કરી પુષ્ટિ: કોઈ ટેકનિકલ સંકેત નથી 

બુધવારે, નાસાએ પણ 3I/ATLASની નવી તસવીરો જાહેર કરી અને એલિયન જીવનની કોઈપણ સંભાવનાને સંપૂર્ણપણે નકારી કાઢી. નાસાના એસોસિએટ એડમિનિસ્ટ્રેટર નિકોલ ફોક્સે કહ્યું, "તે બિલકુલ ધૂમકેતુ જેવું જ વર્તન કરી રહ્યું છે. અમને કોઈ એવા ટેકનિકલ સંકેત નથી મળ્યા જે સૂચવે કે આ કોઈ એલિયન જહાજનો ભાગ છે." તેમણે તેને આપણા સૌરમંડળનો 'મૈત્રીપૂર્ણ મહેમાન' ગણાવ્યો. નાસાના અન્ય એસોસિએટ એડમિનિસ્ટ્રેટર અમિત ક્ષત્રિયે પણ પુષ્ટિ કરી કે, "તે દેખાવ અને વર્તન, બંનેમાં એક ધૂમકેતુ છે. તમામ વૈજ્ઞાનિક પુરાવા આ તરફ જ ઈશારો કરે છે."

નાસાએ હબલ, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અને મંગળની કક્ષામાં ફરી રહેલા સેટેલાઇટ સહિત એક ડઝનથી વધુ પ્લેટફોર્મ પરથી 3I/ATLASનો અભ્યાસ કર્યો છે. હાલમાં આ ધૂમકેતુ આંતરિક સૌરમંડળ છોડીને બહારની તરફ આગળ વધી રહ્યો છે અને ભારતીય વૈજ્ઞાનિકો ભવિષ્યમાં પણ તેના પર નજર રાખશે.