Science & Technology

અંતરિક્ષમાંથી દુનિયાનો સૌથી ચમકતો વિસ્તાર ભારતમાં, NASAએ શેર કરી અદભૂત તસવીરો

By GS Team
19 Apr 20263 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી NASA(નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેટિવ)નો નાઈટ ટાઈમ સેટેલાઈટ મેચ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં NASAની બ્લેક માર્બલ ડેટા સીરિઝની નવી તસવીરોમાં અંતરિક્ષમાંથી દુનિયાનો સૌથી ચમકતો વિસ્તાર ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ-બિહાર બેલ્ટ જોવા મળી રહ્યો છે. આની ચમક એટલી છે કે તે શાંઘાઈ, ન્યુ યોર્ક અને લંડન જેવા મહાનગરોને પણ પાછળ છોડી દીધા છે. ચાલો આપણે તેની પાછળના વૈજ્ઞાનિક સત્યની જાણકારી મેળવીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

અંતરિક્ષમાંથી દુનિયાનો સૌથી ચમકતો વિસ્તાર ભારતમાં, NASAએ શેર કરી અદભૂત તસવીરો
Image : NASA

Bihar's Nighttime Glow: સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી NASA(નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેટિવ)નો નાઈટ ટાઈમ સેટેલાઈટ મેચ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં NASAની બ્લેક માર્બલ ડેટા સીરિઝની નવી તસવીરોમાં અંતરિક્ષમાંથી દુનિયાનો સૌથી ચમકતો વિસ્તાર ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ-બિહાર બેલ્ટ જોવા મળી રહ્યો છે. આની ચમક એટલી છે કે તે શાંઘાઈ, ન્યુ યોર્ક અને લંડન જેવા મહાનગરોને પણ પાછળ છોડી દીધા છે. ચાલો આપણે તેની પાછળના વૈજ્ઞાનિક સત્યની જાણકારી મેળવીએ.

શું છે NASAનો ખાસ નકશો?

NASAએ તાજેતરમાં 2014 અને 2022 વચ્ચે પૃથ્વી પર રાત્રિના સમયે પ્રકાશમાં થયેલા ફેરફારો દર્શાવતો વૈશ્વિક નકશો બહાર પાડ્યો છે. આ નકશો લાખો સેટેલાઈટ્સ તસવીરોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. તેને બનાવવા માટે વૈજ્ઞાનિકોએ વિશ્વના વિવિધ ભાગોમાં રાત્રિના સમયે પ્રકાશ કેવી રીતે વિકસિત થયો છે તે સમજવા માટે આશરે 16 લાખ તસવીરનું વિશ્લેષણ કર્યું હતુ. આ ડેટા ખાસ કરીને શહેરો, ગામડાઓ અને ઔદ્યોગિક ક્ષેત્રોની ચમક પ્રદર્શિત કરે છે.

અંતરિક્ષમાંથી દુનિયાનો સૌથી ચમકતો વિસ્તાર ભારતમાં

આ નકશામાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી વાત એ છે કે, ઉત્તર પ્રદેશ અને બિહારના મોટાભાગના વિસ્તારોમાં સોના જેવી ચમક જોવા મળી હતી. નિષ્ણાતોનું માનવુ છે કે, આની પાછળ ઝડપથી વધતુ શહેરીકરણ, ગામડાંઓ સુધી પહોંચેલી વીજળી અને સતત વધતી વસ્તી મોટું કારણ છે. 

NASAએ કઈ રીતે બનાવી તસવીર?

આ તસવીર બનાવવા માટે વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારના યંત્રનો ઉપયોગ કર્યો છે, જેને  VIIRS(વિઝિબલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ રેડિયો મીટર સ્યુટ) કહેવામાં આવે છે. VIIRS એ  દરેક રાત્રે ધરતીની તસવીર લે છે, તે નાની-નાની લાઈટ્સને પણ પકડી પાડે છે. આ તસવીરને એક નવા એલ્ગોરિથમની મદદથી જોડવામાં આવી છે અને પછી નક્કી કરવામાં આવ્યું હતું કે કયા વિસ્તારોમાં લાઇટિંગ વધી રહી છે અને ક્યાં ઘટી રહી છે.

આ પણ વાંચો: WhatsApp પર પણ બની શકશે કસ્ટમ સ્ટેટસ લિસ્ટ, બહુ જલદી રિલીઝ કરવામાં આવશે ઇન્સ્ટાગ્રામ જેવું ફીચર…

દુનિયાના અન્ય ભાગોનો હાલ

NASAએ શેર કરેલી અદભૂત તસવીરોમાં ભારત જ નહીં, પરંતુ આખી દુનિયાની તસવીર સામે આવી છે. જેમાં ચીન, મધ્ય પૂર્વ અને સેન્ટ્રલ અમેરિકાના અનેક વિસ્તારોમાં ચમકદાર નજારો જોવા મળે છે. જ્યારે યુરોપના કેટલાક વિસ્તારોમાં લાઈટ્સ ઓછી થતી જોવા મળે છે. અમેરિકાના પણ અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ તસવીર દેખાઈ, જેમાં કેટલીક જગ્યાએ અત્યંત વધુ ચમક તો ક્યાંક લાઈટ્સ ઓછી જોવા મળી હતી.

તસવીર વાઈરલ થતાં સોશિયલ મીડિયામાં ચર્ચા

આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. બિહાર જેવા રાજ્યને દુનિયાનું સૌથી ચમકદાર વિસ્તાર ગણતાં અનેક લોકો ચોંકી ગયા હતા. તો કેટલાક લોકોએ આને વિકાસનો સંકેત માન્યો હતો. જ્યારે અમુક લોકોનું કહેવું છે કે, આ વધતી વસ્તી અને પ્રકાશ પોલ્યુશનની અસર પણ હોઈ શકે છે. રેડિટ જેવા પ્લેટફોર્મ પર પણ આ અંગે ચર્ચાઓ જોવા મળી હતી. એક યુઝરે લખ્યું, 'આ ફક્ત વિકાસની નિશાની જ નહીં, પણ વસ્તી ગીચતાની અસર પણ હોઈ શકે છે.' તો બીજા યુઝરે ટિપ્પણી કરી કે, રાતની રોશનીથી દેશની આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

શું આ ખરેખર વિકાસની નિશાની છે?

રાત્રિના સમયે જોવા મળતી લાઈટ્સ વાળા વિસ્તારોમાં વિસ્તારોમાં સામાન્ય રીતે ઉદ્યોગો, રસ્તાઓ, બજારો અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ હોય છે. પ્રકાશનું સ્તર વધતું જવું એ ઉચ્ચ વસ્તી ગીચતા અથવા વીજળીના વપરાશમાં ઝડપી વધારો પણ સૂચવી શકે છે. પરિણામે વૈજ્ઞાનિકો આ ડેટાનો ખૂબ સાવધાની સાથે ઉપયોગ કરે છે, તેનું વિશ્લેષણ અન્ય આંકડાકીય સૂચકાંકો સાથે કરે છે.

આ પણ વાંચો: ચંદ્ર પર આગ સળગાવશે NASA, જાણો કેમ કરવામાં આવી રહ્યો છે આ પ્રયોગ...

પ્રકાશ પ્રદૂષણનો વધતો ખતરો

વૈજ્ઞાનિકોએ આ ઘટનાને "પ્રકાશ પ્રદૂષણ" તરીકે ઓળખાવી છે. વધુ પડતી કૃત્રિમ લાઇટિંગ રાત્રિના આકાશમાં તારાઓની દૃશ્યતા ઘટાડે છે, પરંતુ માનવ અને પ્રાણીઓ બંનેના જીવનને પણ અસર કરે છે. વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે, જરૂરી કરતાં વધુ પ્રકાશ કુદરતી સંતુલનને વિક્ષેપિત કરી શકે છે. નાસાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આવા ડેટાનો ઉપયોગ દેશના ઉર્જા વપરાશ અને આર્થિક પ્રવૃત્તિને માપવા માટે પણ થઈ શકે છે. રાત્રે વધતી જતી રોશની વીજળીની વધતી પહોંચ અને અંધારા પછી પણ લોકો કેટલી હદ સુધી કામ કરી રહ્યા છે તેનું સૂચક તરીકે કામ કરે છે.