Science & Technology

WhatsApp પર પણ બની શકશે કસ્ટમ સ્ટેટસ લિસ્ટ, બહુ જલદી રિલીઝ કરવામાં આવશે ઇન્સ્ટાગ્રામ જેવું ફીચર…

By GS Team
18 Apr 20262 mins read
TukuTouch Logo
WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ પોતાના નજીકના મિત્રો માટે અલગ કસ્ટમ સ્ટેટસ લિસ્ટ બનાવી શકશે. ‘Status Lists’ નામનું આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ હેઠળ છે. આ ફીચરને હજી બેટા ટેસ્ટિંગ માટે પણ ઉપલબ્ધ કરવામાં નથી આવ્યું. આ ફીચર લોન્ચ થશે ત્યારે યુઝર્સ દરેક વખતે પ્રાઇવસી સેટિંગ બદલ્યા વગર ચોક્કસ લોકો સાથે સ્ટેટસ શેર કરી શકશે. ઇન્સ્ટાગ્રામમાં જે રીતે ‘ક્લોઝ ફ્રેન્ડ્સ’ ફીચર છે એ જ રીતે આ ફીચર પણ કામ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

WhatsApp પર પણ બની શકશે કસ્ટમ સ્ટેટસ લિસ્ટ, બહુ જલદી રિલીઝ કરવામાં આવશે ઇન્સ્ટાગ્રામ જેવું ફીચર…

WhatsApp Status List Feature: WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ પોતાના નજીકના મિત્રો માટે અલગ કસ્ટમ સ્ટેટસ લિસ્ટ બનાવી શકશે. ‘Status Lists’ નામનું આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ હેઠળ છે. આ ફીચરને હજી બેટા ટેસ્ટિંગ માટે પણ ઉપલબ્ધ કરવામાં નથી આવ્યું. આ ફીચર લોન્ચ થશે ત્યારે યુઝર્સ દરેક વખતે પ્રાઇવસી સેટિંગ બદલ્યા વગર ચોક્કસ લોકો સાથે સ્ટેટસ શેર કરી શકશે. ઇન્સ્ટાગ્રામમાં જે રીતે ‘ક્લોઝ ફ્રેન્ડ્સ’ ફીચર છે એ જ રીતે આ ફીચર પણ કામ કરશે.

Instagramના ક્લોઝ ફ્રેન્ડ્સ ફીચર જેવી સુવિધા

આવનાર ‘Status Lists’ ફીચર યુઝર્સને અલગ-અલગ લિસ્ટ બનાવવાની સુવિધા આપશે. યુઝર્સ ક્લોઝ ફ્રેન્ડ્સ માટે અલગ-અલગ લિસ્ટ બનાવી શકશે. ઓફિસ, સ્કૂલ અને કોલેજ એમ દરેક ફ્રેન્ડ્સ માટે અલગ લિસ્ટ બનાવી શકશે. આ સુવિધા Instagramના ક્લોઝ ફ્રેન્ડ્સ ફીચર જેવી છે, જ્યાં યુઝર્સ ચોક્કસ ફોલોઅર્સ સાથે જ કન્ટેન્ટ શેર કરી શકે છે. આ નવી સુવિધાથી WhatsApp યુઝર્સ સરળતાથી નક્કી કરી શકશે કે તેમના ખાસ સ્ટેટસ કોણ જોઈ શકે.

Android અને iOS બંને માટે બની રહ્યું છે ફીચર

‘Status Lists’ ફીચર Android અને iOS બંને વર્ઝન માટે વિકસાવવામાં આવી રહ્યું છે. હાલમાં WhatsApp આ ફીચર કેવી રીતે કામ કરશે તેના પર કામ કરી રહ્યું છે, જેમાં યુઝર્સ લિસ્ટ કેવી રીતે બનાવશે, મેનેજ કરશે અને અપડેટ કરશે તે સામેલ છે. ટેસ્ટિંગ પૂર્ણ થયા પછી આ ફીચર પસંદગીના બેટા યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યાર બાદ તેમાં રહેલી ખામીઓને દૂર કરવામાં આવશે.

હાલના પ્રાઇવસી વિકલ્પો

હાલમાં WhatsApp પર સ્ટેટસ માટે ‘My Contacts’, ‘My Contacts Except’ અને ‘Only Share With’ જેવા પ્રાઇવસી વિકલ્પો ઉપલબ્ધ છે. આ વિકલ્પો યુઝર્સને તેમના સ્ટેટસ કોણ જોઈ શકે છે તેના પર નિયંત્રણ આપે છે. જોકે કેટલીક વખત યુઝર્સ અલગ ઓડિયન્સ સાથે સ્ટેટસ શેર કરવા માગતા હોય છે, ત્યારે તેમને તાત્કાલિક સેટિંગ બદલવું પડે છે.

આ પણ વાંચો: ચંદ્ર પર આગ સળગાવશે NASA, જાણો કેમ કરવામાં આવી રહ્યો છે આ પ્રયોગ...

વધુ ચોક્કસ શેરિંગ માટે કસ્ટમ ઓડિયન્સ

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે WhatsApp ભવિષ્યના અપડેટમાં કસ્ટમ ઓડિયન્સ ફીચર લાવવાની તૈયારીમાં છે. આ ફીચર દ્વારા યુઝર્સ અનેક વ્યક્તિગત લિસ્ટ બનાવી શકશે, જેમ કે એક ઓફિસ કોલીગ્સ માટે અને બીજું પરિવાર માટે. ત્યારબાદ તેઓ વધુ ચોકસાઈથી નક્કી કરી શકશે કે તેમના સ્ટેટસ કોણ જોઈ શકે. એપમાં ‘Close Friends’ નામની ડિફોલ્ટ કસ્ટમ લિસ્ટ પણ આપવામાં આવશે, જેથી યુઝર્સ કોઈ વધારાની સેટિંગ કર્યા વગર તરત જ આ ફીચરનો ઉપયોગ શરૂ કરી શકે.