કોર્પોરેટ જગતમાં ગાજતો નવો 'ફેક વર્ક' ટ્રેન્ડ: એક કર્મચારીની 'સ્માર્ટ ટ્રીક' ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New Corporate Fake Work Trend: કોર્પોરેટ ઓફિસમાં કામ કરીએ છીએ એવા ઘણાં વ્યક્તિઓ કોલર ઊંચો કરીને કહેતાં હોય છે. જોકે આ જ વાઇટ કોલર નોકરી હોવાનું કહેનાર પણ ઘણાં લોકો કામચોર હોય છે. ઘણી કોર્પોરેટ ઓફિસમાં એકાદ વ્યક્તિ તો એવી હોય જ છે, જે પોતાના કામ કરવા કરતાં દેખાડો વધુ કરે છે. આ એક ખૂબ જ કડવી હકીકત છે અને એક કર્મચારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ વિશે લોકોને માહિતગાર પણ કર્યા છે. ઓફિસમાં આવતાં પ્રેશરની સામે કેવી રીતે કામ કરવું એ માટે તેણે એક ખૂબ જ હોશિયારી ભર્યો રસ્તો શોધી કાઢ્યો છે.
રેડિટ પર એક અજાણ્યા યુઝરની પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે તેના ઓફિસનો માહોલ તેને વધુ કામ કરી રહ્યો હોય એવો દેખાડો કરવા માટે મજબૂર કર્યો હતો. આ વ્યક્તિ અનુસાર તેની કંપનીમાં કેટલું કામ કરો છો એના કરતાં વધુ મહત્ત્વ ડેસ્ક પર કોણ કેટલો સમય વધુ બેઠા હોય તેને આપવામાં આવતું હતું.
શું છે ‘ફેક વર્ક’, જેણે લોકોને ચોંકાવી દીધા છે?
આ કર્મચારીએ ગેમ રમવાનો નિર્ણય કર્યો અને એક એવો નુસખો શોધી કાઢ્યો જેના પરથી લાગે કે તે ખૂબ જ મહત્ત્વનું કામ કરી રહ્યો છે. તેણે કહ્યું કે તેના બીજા મોનિટર પર તેણે એક ડમી પાયથન સ્ક્રિપ્ટ ચાલુ રાખી હતી. આ સ્ક્રિપ્ટ ધીમે-ધીમે ઘણી લાઇન્સ પ્રિન્ટ કરે છે. એ જોવામાં તો સર્વર લોગ જેવી જ દેખાય છે. જો કોઈ મેનેજર પાસેથી પસાર થાય અને તે શેર સ્ક્રીન જુએ, તો તેને લાગે છે કે તે ખૂબ જ મોટા ડેટા પાઇપલાઇન ડિપ્લોયમેન્ટને મોનિટર કરી રહ્યો છે. જોકે તે ત્યારે બુક વાંચી રહ્યો હોય છે અથવા તો વીકએન્ડનું પ્લાનિંગ કરી રહ્યો હોય છે.
વર્ક પ્રેશર કે સર્વાઇવલ?
આ પોસ્ટ પર હજારો લોકોનું ધ્યાન ખેંચાયું છે. તેમણે પણ એ વાત શેર કરી છે કે વધુ સમય માટે ઓફિસમાં બેસી રહેવાને જ મહેનત માનવામાં આવે છે. આ કર્મચારીનું કહેવું છે કે આ કરવાથી તેને દર શુક્રવારે ઓછામાં ઓછા 2 કલાક માટે શાંતિ મળે છે. આ ટેક્નિકને તે ‘એક્ટિંગ માય વે’ એટલે કે વ્યક્તિ પોતાની સેલરીના હિસાબે કામ કરવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો: EPFO 3.0: PF ઉપાડવું હવે સરળ, UPIથી તરત ટ્રાન્સફર અને ઝડપી ક્લેમ સેટલમેન્ટ
ઇન્ટરનેટ પર આ વિશે એક ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો આ ટેક્નિકને કામચોરી કહે છે, તો કેટલાક લોકો મેન્ટલ હેલ્થને બચાવવા માટેનો એકદમ ઉત્તમ ઉપાય માને છે. ઘણાં યુઝર્સ દ્વારા તેમણે પોતાના અનુભવના આધારે આ પ્રકારના સ્માર્ટ રસ્તાઓનો ઉપયોગ કર્યો છે.









