3.5 અબજ વર્ષ જૂનો બીચ: મંગળ ગ્રહના હવામાન અને જીવનનો નવો પુરાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI Image |
Beach On Mars: નાસાના પર્સિવરન્સ રોવરે મંગળ ગ્રહ પર એક અનોખી શોધ કરી છે. જેઝેરો ક્રેટર તરીકે ઓળખાતી જગ્યામાં રોવર દ્વારા એક પ્રાચીન બીચ શોધવામાં આવ્યો છે. આ બીચ 3.5 બિલિયન વર્ષ પહેલાં હોવાનું કહેવામાં આવે છે. આ શોધથી એક વાત નક્કી છે કે આ લાલ ગ્રહ પર હજારો વર્ષો પહેલાં ખૂબ જ મોટું તળાવ અથવા તો બીચ હોય એવી સંભાવના છે. એને કારણે ત્યા માઇક્રોબાયલ લાઇફ હોવાના પુરાવા મળ્યા છે.
જેઝેરો ક્રેટરનું રહસ્ય
પર્સિવરન્સ રોવર 2021થી મંગળ ગ્રહ પર શોધ કરી રહ્યું છે. આ રોવર દ્વારા જેઝેરો ક્રેટરમાં માર્જિન યુનિટ તરીકે ઓળખાતા જીયોલોજિકલ ફોર્મેશનને શોધી કાઢવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પથ્થર પાણીની લહેરોના આકારના છે. ઓલિવિન અને કાર્બોનેટની ગોળ રેતીના કણ અને ઘસાયેલા પથ્થરો જોવા મળ્યા છે. દરિયા કિનારે બીચ પર આ પ્રકારની રેતી અને પથ્થરો જોવા મળે છે. આથી આ શોધથી એક વાત નક્કી છે કે ત્યાં હજારો વર્ષ પહેલાં બીચ હતો. આ શોધથી એ વાતની પુષ્ટિ મળે છે કે આ જગ્યાએ લાંબા સમય સુધી પાણી હતું.
પાણીની હાજરીના પુરાવા
• પાણીની લહેરોના આકારના બીચ : પૃથ્વી પર જે રીતે પાણીની લહેરોથી બીચ પર રેતી બને છે અને એક આકાર તૈયાર થાય છે એ આકારની જગ્યા અને રેતી મંગળ ગ્રહ પર જોવા મળી છે.
• ભૂગર્ભમાં પાણીની અસર : જમીનની અંદર પાણીની અવરજવરથી પથ્થર પર રાસાયણિક પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા અહીંના પથ્થરો પર જોવા મળી છે.
• ડેલ્ટા સાથેનું કનેક્શન : આ બીચનું કનેક્શન ડેલ્ટા રીવર સાથે જોડાયેલું હોવાનું જાણવા મળ્યું છે. એનાથી એ નક્કી થાય છે કે જેઝેરો ક્રેટરમાં એક વિશાળ તળાવ હતું જેના કારણે આ કાંઠો તૈયાર થયો હતો.
મંગળના હવામાન વિશેની સમજ
આ શોધથી એ વાત જાણવા મળી છે કે મંગળ ગ્રહ પર એક સમયે પાણી હતું અને એ થોડો ગરમ ગ્રહ પણ હતો. આજે ત્યાં જે ઠંડી છે એની કરતાં ત્યાં ગરમી હતી અને હવામાન પણ સૂકું હતું. એટલે કે મનુષ્યને રહેવા માટે જે હવામાન જોઈએ એવું હોવાની આશંકા છે. ભૂગર્ભમાં પાણીની અવરજવર અને બીચ એ દેખાડે છે કે મંગળ ગ્રહ પર એક સમયે જીવન હતું. વૈજ્ઞાનિકો હવે માને છે કે આ શોધથી તેમની થિયરી પર મહોર લાગે છે કે મંગળ ગ્રહ એક સમયે રહેવા લાયક ગ્રહ હતો.
જીવન માટેની શોધ શરુ
નાસાના મિશનની સ્ટ્રેટેજીમાં મંગળ ગ્રહના વિવિધ પથ્થરોને ભેગા કરી એને પૃથ્વી પર લાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બન્સન પીક અને કોમેટ ગીઝર જેવા વિસ્તારમાંથી ઘણાં પથ્થરોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ પથ્થરના સેમ્પલના જીવનના પુરાવા હોવાની શક્યતા પૂરેપૂરી છે. આજે પૃથ્વી પર જે પથ્થરો છે એમાં માઇક્રોબાયલ લાઇફ જોવા મળે છે અને એવા જ પથ્થરો મંગળ ગ્રહ પરથી પણ મળ્યા છે.
આ પણ વાંચો: આ નવું પેટ્રોલ દર વર્ષે 100 કિમી વધારાની માઇલેજ આપે છે, જાણો કેમ?
વૈજ્ઞાનિક મહત્ત્વ
આ શોધ ફક્ત મંગળ પર પાણી હતું એ પુરવાર કરવાની સાથે ત્યાના ભૂગર્ભ અને જીવનના ઇતિહાસને સમજવા માટે પણ ખૂબ જ મહત્ત્વની છે. આ શોધથી એ જાણવા મળ્યું કે અત્યાર સુધી આપણે જે આશા રાખી રહ્યા હતા એના કરતાં ખૂબ જ વધુ સમયગાળા સુધી ત્યાં જીવન શક્ય હતું. પૃથ્વી પર આજે પણ દરિયાકિનારે જે સૂક્ષ્મજીવો જોવા મળે છે એવી જ પરિસ્થિતિઓ મંગળ ગ્રહ પર પણ જોવા મળી છે. ભવિષ્યની શોધખોળ માટે આ પુરાવા અને મિશન ખૂબ જ મહત્ત્વના સાબિત થઈ શકે છે. એના કારણે એસ્ટ્રોબાયોલોજિકલ સ્ટડી પણ મહત્ત્વની બનશે.









