Science & Technology

ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ રહેશે અમર? મેટાના આ નવા ફીચર વિશે જાણો…

By GS Team
12 Feb 20263 mins read
TukuTouch Logo
મેટાએ મૃત્યુ પછી પણ અકાઉન્ટ ચાલુ રહે અને પોસ્ટ થતી રહે એવા ફીચર પર કામ કરવાનું નક્કી કર્યું હતું. મેટા આ માટે એવા ફીચર પર કામ કરી રહ્યું હતું કે અકાઉન્ટ હંમેશાં માટે ચાલુ રહે. કોઈ યુઝર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકથી લાંબો બ્રેક લીધો હોય અથવા તો પછી કોઈનું અવસાન થયું હોય એમ છતાં પણ તેનું અકાઉન્ટ પહેલાંની જેમ ચાલતું રહે તો કેવું? યુઝર અકાઉન્ટથી દૂર હોય, પરંતુ એમ છતાં પોસ્ટ થતી રહે, કોમેન્ટના જવાબ આપવામાં આવે અને લાઇવ પણ ચાલુ રહે તો? આ માટે મેટા દ્વારા નવી ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ રહેશે અમર? મેટાના આ નવા ફીચર વિશે જાણો…

Meta New Grief Tech: મેટાએ મૃત્યુ પછી પણ અકાઉન્ટ ચાલુ રહે અને પોસ્ટ થતી રહે એવા ફીચર પર કામ કરવાનું નક્કી કર્યું હતું. મેટા આ માટે એવા ફીચર પર કામ કરી રહ્યું હતું કે અકાઉન્ટ હંમેશાં માટે ચાલુ રહે. કોઈ યુઝર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકથી લાંબો બ્રેક લીધો હોય અથવા તો પછી કોઈનું અવસાન થયું હોય એમ છતાં પણ તેનું અકાઉન્ટ પહેલાંની જેમ ચાલતું રહે તો કેવું? યુઝર અકાઉન્ટથી દૂર હોય, પરંતુ એમ છતાં પોસ્ટ થતી રહે, કોમેન્ટના જવાબ આપવામાં આવે અને લાઇવ પણ ચાલુ રહે તો? આ માટે મેટા દ્વારા નવી ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી હતી.

મેટાની નવી ટેક્નોલોજી Grief Tech

મેટાએ અત્યાર સુધી ઘણી ટેક્નોલોજી વિકસાવી છે. Biz-Tech, Edu-Tech, Health-Tech અને હવે Grief Tech આવી રહ્યું છે. આ ટેક્નોલોજીનો સીધો સંબંધ યુઝરની સોશિયલ લાઇફ સાથે છે. એટલે કે જીવન સાથે પણ અને જીવન પછી પણ. આ ટેક્નોલોજીનું પેટન્ટ ફક્ત મેટા પાસે છે.

મૃત્યુ પછી પણ પોસ્ટ થતી રહેશે

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પાસે એવી ટેક્નોલોજીનો પેટન્ટ છે જે LLM (Large Language Model)નો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિની ગેરહાજરીમાં એટલે કે મૃત્યુ પછી પણ તેના સોશિયલ અકાઉન્ટને ચાલુ રાખી શકે છે. LLM એટલે કે AIનો ઉપયોગ. મેટાએ 2023માં આ ટેક્નોલોજી માટે પેટન્ટ માટે અરજી કરી હતી. આ મોડેલ યુઝરના વર્તનને સમજીને તેના માટે પોસ્ટ કરી શકે છે અને કોમેન્ટના જવાબ પણ આપી શકે છે.

સરળ ભાષામાં કહીએ તો મેટાનું આ મોડેલ યુઝરના સોશિયલ અકાઉન્ટની હિસ્ટ્રી, પોસ્ટ કરવાની રીત, તેનો ઇન્ટરેસ્ટ, કોમેન્ટ્સ, લાઇક્સને સ્ટડી કરશે અને તેના આધારે નવી પોસ્ટ કરશે. આ AI યુઝરના અકાઉન્ટથી વીડિયો અને ઑડિયો કોલ પણ કરી શકે છે. આ ટેક્નોલોજી સાંભળવામાં જોરદાર લાગે છે. ક્રિએટર્સ અને બીજા પ્લેટફોર્મ્સ માટે તો અમર થવાનો જુગાડ થઈ ગયો હતો, પરંતુ દુઃખની વાત છે કે મેટાએ આ મોડેલને પોતે જ બંધ કરી દીધું છે.

આ ફીચરને બંધ કરી દીધું મેટાએ

મેટાનું આ મોડેલ હજી લોન્ચ પણ થયું નહોતું, તેના પહેલાં જ ઘણા પ્રશ્નો ઊભા થઈ ગયા. કોઈ વ્યક્તિના બદલે કોઈ મોડેલ અકાઉન્ટ ચલાવશે, આ જાણીને જ જાહેરાત આપનાર કંપનીઓ, એજન્સીઓ અને પ્લેટફોર્મ્સે બ્રાન્ડ સેફ્ટી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રકારની પોસ્ટની પ્રામાણિકતા અંગે પણ સવાલો ઉઠવામાં આવ્યા હતા. એક રિપોર્ટ મુજબ યુનિવર્સિટી ઑફ બર્મિંગહમની પ્રોફેસર એડિના હર્બિન્જાએ આ મોડેલના કાનૂની અને સામાજિક અસર અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

વર્જિનિયા યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના પ્રોફેસર જોસેફ ડેવિસે જણાવ્યું હતું કે તેઓ ચિંતિત છે કે આવા મોડેલ શોકની પ્રક્રિયાને અસર કરી શકે છે. તેમનો તર્ક હતો કે શોકમાં લોકોને દુઃખ થાય છે, નહીં કે તેમના દુઃખને વધુ ધૂંધળું કરવું.

અન્ય કંપનીઓ બનાવી રહી છે AI

સરળ ભાષામાં કહીએ તો મેટા સાથે “સિર મુંડાવતા જ ઓલા પડ્યા” જેવી સ્થિતિ થઈ. કંપનીએ સ્પષ્ટ કર્યું કે તેના પાસે પેટન્ટ તો છે, પરંતુ તે આનો પ્રોડક્ટ બનાવી નથી રહી. તેનો અર્થ એ નથી કે Grief Tech પર કામ બંધ થઈ ગયું છે. ઘણા સ્ટાર્ટઅપ્સ આ પર કામ કરી રહ્યા છે. માઇક્રોસોફ્ટ પાસે પણ એવો ચેટબોટનો પેટન્ટ છે જે મૃત્યુ પછી તમારી હૂબહૂ નકલ કરી શકે છે. ટૂંક સમયમાં “death bots” અને “ghost bots” જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે તૈયાર રહેવું પડશે.

લીગસી કોન્ટેક્ટ ફીચર

જો તમે ઈચ્છો છો કે તમારા અવસાન પછી પણ તમારા અકાઉન્ટનો ઍક્સેસ કોઈ પાસે રહે, તો તમે “legacy contact” ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ કોન્ટેક્ટ બાદ જે-તે યુઝરની અકાઉન્ટ તેણે પસંદ કરેલી વ્યક્તિ ચલાવી શકશે.