Science & Technology

Metaની મોટી જાહેરાત: ભારતમાં લોન્ચ થયો 'ઇન્સ્ટાગ્રામ પ્લસ' પ્લાન, જાણો કેટલી છે કિંમત અને ફીચર્સ

By GS Team
7 Jun 20262 mins read
TukuTouch Logo
મેટા (Meta)એ ભારતમાં પોતાનો નવો પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન 'ઇન્સ્ટાગ્રામ પ્લસ' (Instagram Plus) લોન્ચ કરી દીધો છે, જેની કિંમત ભારતમાં દર મહિને 299 રૂપિયા રાખવામાં આવી છે. આ પેઇડ પ્લાન હેઠળ યુઝર્સને કેટલાય નવા અને એડવાન્સ ફીચર્સ મળશે, જેમાં સ્ટોરીઝ પર બહેતર કંટ્રોલ, સ્ટોરી જોવાનું સિક્રેટ ફીચર, ન્યૂ ફોન્ટ્સ અને પ્રોફાઇલ પોસ્ટ પિન કરવા જેવા ફીચર્સ સામેલ છે. ઇન્સ્ટાગ્રામ પ્લસ પ્લાનની મદદથી હવે યુઝર્સ અન્ય લોકોની સ્ટોરીઝ તેમની જાણ બહાર છૂપી રીતે (સિક્રેટલી) જોઈ શકશે. કંપનીએ થોડા દિવસો પહેલા જ પોતાની પોપ્યુલર એપ્સ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ (WhatsApp) માટે નવા સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Metaની મોટી જાહેરાત: ભારતમાં લોન્ચ થયો 'ઇન્સ્ટાગ્રામ પ્લસ' પ્લાન, જાણો કેટલી છે કિંમત અને ફીચર્સ

Meta Launches Instagram Plus in India : મેટા (Meta)એ ભારતમાં પોતાનો નવો પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન 'ઇન્સ્ટાગ્રામ પ્લસ' (Instagram Plus) લોન્ચ કરી દીધો છે, જેની કિંમત ભારતમાં દર મહિને 299 રૂપિયા રાખવામાં આવી છે. આ પેઇડ પ્લાન હેઠળ યુઝર્સને કેટલાય નવા અને એડવાન્સ ફીચર્સ મળશે, જેમાં સ્ટોરીઝ પર બહેતર કંટ્રોલ, સ્ટોરી જોવાનું સિક્રેટ ફીચર, ન્યૂ ફોન્ટ્સ અને પ્રોફાઇલ પોસ્ટ પિન કરવા જેવા ફીચર્સ સામેલ છે. ઇન્સ્ટાગ્રામ પ્લસ પ્લાનની મદદથી હવે યુઝર્સ અન્ય લોકોની સ્ટોરીઝ તેમની જાણ બહાર છૂપી રીતે (સિક્રેટલી) જોઈ શકશે. કંપનીએ થોડા દિવસો પહેલા જ પોતાની પોપ્યુલર એપ્સ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ (WhatsApp) માટે નવા સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યા છે.

આ પ્લાન હેઠળ યુઝર્સને એડિશનલ ફીચર્સ, બહેતર ઇનસાઇટ્સ અને ઘણા એક્સક્લુઝિવ ફીચર્સ મળશે. જો કે, ઇન્સ્ટાગ્રામનું સ્ટાન્ડર્ડ વર્ઝન પહેલાની જેમ જ મફતમાં કામ કરતું રહેશે, પરંતુ જે યુઝર્સ એક્સ્ટ્રા અને એડવાન્સ ફીચર્સનો ઉપયોગ કરવા માંગે છે, તેમણે દર મહિને 299 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

સિક્રેટ રીતે જોઈ શકાશે સ્ટોરી

ઇન્સ્ટાગ્રામ પ્લસ હેઠળ ઘણા ખાસ ફીચર્સ સ્ટોરીઝ સાથે જોડાયેલા છે:

સિક્રેટ સ્ટોરી પ્રિવ્યૂ : આ પ્લાન હેઠળ યુઝર્સ કોઈપણ વ્યક્તિની સ્ટોરીનો સિક્રેટ પ્રિવ્યૂ સરળતાથી જોઈ શકશે અને વ્યુઅર લિસ્ટમાં તેમનું નામ દેખાશે નહીં.

સ્ટોરી રીવોચ કાઉન્ટ : સબસ્ક્રાઇબર્સ એ જાણી શકશે કે કેટલા લોકોએ તેમની સ્ટોરી ફરીથી (બીજી વાર) જોઈ છે.

48 કલાકની ટાઈમલાઈન : ઇન્સ્ટાગ્રામ પ્લસમાં સ્ટોરીનો સમયગાળો 24 કલાકથી વધારીને 48 કલાક સુધીનો થઈ જાય છે.

વીકલી સ્ટોરી સ્પોટલાઇટ : યુઝર્સ દર અઠવાડિયે પોતાની એક સ્ટોરીને એક્સ્ટ્રા વિઝિબિલિટી (વધુ લોકો સુધી પહોંચાડવા) માટે સ્પોટલાઇટ કરી શકશે.

સ્ટોરી વ્યુઅર સર્ચ : સ્ટોરી જોનારા લોકોના લિસ્ટમાં જઈને યુઝર્સ કોઈપણ ચોક્કસ વ્યક્તિનું નામ સર્ચ કરી શકશે.

અનલિમિટેડ સ્ટોરી ઓડિયન્સ લિસ્ટ : ક્લોઝ ફ્રેન્ડ્સની જેમ જ યુઝર્સ પોતાની અલગ-અલગ કસ્ટમ ઓડિયન્સ લિસ્ટ તૈયાર કરી શકશે.

સ્પેશિયલ ઇમોજી અને ફોન્ટ્સ

ઇન્સ્ટાગ્રામ પ્લસ યુઝર્સને એનિમેટેડ 'સુપર હાર્ટ રિએક્શન' મળશે, જેમાં ચેટ કે ઇન્ટરેક્શન દરમિયાન સ્ક્રીન પર રંગબેરંગી એનિમેટેડ હાર્ટ દેખાશે. આ સાથે જ સબસ્ક્રાઇબર્સને ઇન્સ્ટાગ્રામ અને ક્રિએટર્સ માટે ખાસ ડિઝાઇન કરાયેલા કસ્ટમ એપ આઇકન અને બાયો (Bio) માટે સ્પેશિયલ ફોન્ટ્સનો એક્સેસ મળશે.

6 પોસ્ટ પિન કરી શકાશે

આ પ્લાન હેઠળ બીજું એક ખાસ ફીચર 'પ્રોફાઇલ પિન્સ' મળશે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની પ્રોફાઇલ પર મેક્સિમમ 6 પોસ્ટને પિન કરીને પોતાની સૌથી જરૂરી કે, મનપસંદ પોસ્ટને પ્રોફાઇલમાં સૌથી ઉપર રાખી શકશે. અત્યાર સુધી સ્ટાન્ડર્ડ વર્ઝનમાં માત્ર 3 પોસ્ટ પિન કરવાની મંજૂરી મળતી હતી.

મેટાએ રેવન્યુ સ્ટ્રેટેજી બદલી

મેટાએ પોતાની રેવન્યુ સ્ટ્રેટેજીમાં મોટો બદલાવ કરીને માત્ર જાહેરાતો (Ads) પરની નિર્ભરતા ઘટાડવા માટે આ પેઇડ પ્લાન લોન્ચ કર્યો છે. આનાથી કંપનીને કમાણીના નવા વિકલ્પો મળશે. કંપનીનું કહેવું છે કે આગામી દિવસોમાં પ્લસ સબસ્ક્રાઇબર્સ માટે વધુ નવા ફીચર્સ ઉમેરવામાં આવશે.