Metaએ Threadsને બનાવ્યું વધુ સ્માર્ટ, PC પર મેસેજિંગ અને લાઇવ ચેટ્સ ફીચર લોન્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meta Launch New Feature for Threads: Metaના સોશિયલ નેટવર્ક Threadsએ વેબ મેસેજિંગ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફીચર દ્વારા યુઝર્સ હવે તેમના ડેસ્કટોપ પરથી સીધી વન-ઓન-વન અને ગ્રુપ ચેટ કરી શકશે. આ પગલું Meta દ્વારા ડેસ્કટોપ અનુભવને X અને Bluesky જેવા અન્ય પ્લેટફોર્મ્સ સામે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે લેવામાં આવ્યું છે. આ સાથે જ યુઝર્સ દ્વારા એની સતત ડિમાન્ડ કરવામાં આવી રહી હોવાથી એને લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
વેબ મેસેજિંગની સૌથી વધુ ડિમાન્ડ કરવામાં આવી હતી
Metaના Threadsના હેડ Connor Hayesએ જણાવ્યું કે જુલાઈ 2025માં DMs લોન્ચ થયા બાદ યુઝર્સ તરફથી વેબ મેસેજિંગ સૌથી વધુ માંગવામાં આવેલું ફીચર હતું. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે ‘અમારા સૌથી વધુ એક્ટિવ યુઝર્સ વેબ પર વધુ સમય પસાર કરે છે કારણ કે તેઓ પોતાના ડેસ્ક પર હોય છે અને લાંબા સમય સુધી Threadsનો ઉપયોગ કરે છે.’ તેમણે વધુમાં કહ્યું કે એક કન્વર્સેશન એપ જ્યાં પણ હો ત્યાં કામ કરવી જોઈએ અને હવે આ નવા ફીચર સાથે તે શક્ય બન્યું છે.
વેબ પર નવું Messages ટેબ
Threadsના વેબ વર્ઝનમાં હવે Messages નામનું નવું ટેબ ઉમેરવામાં આવ્યું છે, જે તમને સીધા DM ઇનબોક્સમાં લઈ જશે. તેમાં Requests વિભાગ પણ છે, જ્યાં નવા મેસેજ રિક્વેસ્ટ્સ જોઈ શકાશે. યુઝર્સ પોતાના મેસેજ સર્ચ કરી શકશે અને ઝડપથી નવી ચેટ શરૂ કરી શકશે.
આ પણ વાંચો: Googleએ બનાવ્યું Remy, યુઝર્સ માટે 24/7 કામ કરતું પર્સનલ AI એજન્ટ…
ઇવેન્ટ દરમિયાન રિયલ-ટાઇમ વાતચીત માટે લાઇવ ચેટ્સ
વેબ મેસેજિંગ સાથે Threadsએ લાઇવ ચેટ્સ નામનું નવું ફીચર પણ રજૂ કર્યું છે. આ ફીચર સાંસ્કૃતિક ઇવેન્ટ્સ દરમિયાન રિયલ-ટાઇમ વાતચીત કરવાની સુવિધા આપે છે અને હાલમાં NBA Threads કમ્યુનિટીમાં પ્લેઓફ્સ દરમિયાન શરૂ કરવામાં આવ્યું છે. યુઝર્સ મેસેજ, ફોટો, વીડિયો, લિંક્સ અને ઇમોજી રિએક્શન પણ મોકલી શકશે. એક ચેટમાં વધુમાં વધુ 150 લોકો એક્ટિવ રીતે મેસેજ મોકલી શકશે, જ્યારે તેની બાદ અન્ય લોકો દર્શક તરીકે જોડાઈ શકશે.









