Googleએ બનાવ્યું Remy, યુઝર્સ માટે 24/7 કામ કરતું પર્સનલ AI એજન્ટ…
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Google New AI Agent: Google તેના Gemini પ્લેટફોર્મ માટે નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત પર્સનલ એજન્ટ પર કામ કરી રહ્યું છે. Remy કોડનેમ ધરાવતો આ પ્રોજેક્ટ કામ, અભ્યાસ અને દૈનિક જીવન માટે 24/7 પર્સનલ એજન્ટ તરીકે સેવા આપવા માટે બનાવવામાં આવી રહ્યો છે. Remy વિશેની આંતરિક માહિતીમાં જણાવાયું છે કે તે Gemini એપને માત્ર પ્રશ્નોના જવાબ આપતી અથવા કન્ટેન્ટ જનરેટ કરતી એપથી આગળ લઈ જઈને એવો સાચો આસિસ્ટન્ટ બનાવશે, જે યુઝર્સ માટે વિવિધ કામ પણ કરી શકે છે.
OpenClawને ટક્કર આપી શકે Remy
Remyને સીધી રીતે OpenClawનો પ્રતિસ્પર્ધી માનવામાં આવી રહ્યો છે. OpenClaw એક AI એજન્ટ પ્લેટફોર્મ છે, જેને આ વર્ષે યુઝર્સ માટે કામ કરવાની ક્ષમતાના કારણે લોકપ્રિયતા મળી હતી. તે ઈમેલ્સનું સમરી બનાવવું, કેલેન્ડર મેનેજ કરવું, મેસેજનો જવાબ આપવો અને વેબસાઇટ્સ પર નેવિગેટ કરવાનું કામ પણ કરી શકે છે. OpenClawની સફળતા બાદ તેને OpenAI દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું.
Googleના ઇકોસિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન
રિપોર્ટ મુજબ Remy, Googleના સમગ્ર ઇકોસિસ્ટમ સાથે અંદર સુધી જોડાયેલું હશે. તે હવે યુઝર માટે મહત્ત્વપૂર્ણ બાબતો પર નજર રાખી શકશે, જટિલ કામોને પહેલેથી સંભાળી શકશે અને સમય સાથે યુઝર્સની પસંદગીઓ શીખી શકશે. હાલમાં આ નવા AI એજન્ટના લોન્ચ વિશે કોઈ સત્તાવાર સમય જાહેર કરવામાં આવ્યો નથી. પ્રોજેક્ટ હાલમાં ડોગફૂડિંગ સ્ટેજમાં છે, જેમાં કંપનીના કર્મચારીઓ પ્રોડક્ટને જાહેર લોન્ચ પહેલાં આંતરિક રીતે ટેસ્ટ કરે છે.
આ પણ વાંચો: Apple iPhone 20માં મળશે ઓલ-ગ્લાસ ડિઝાઇન અને ફિઝિકલ બટન્સની જગ્યાએ હશે સોલિડ-સ્ટેટ બટન્સ?
Google I/O ઇવેન્ટમાં થઈ શકે રજૂઆત
આ મહિના અંતે (19-20 મે) યોજાનારી Googleની I/O ઇવેન્ટ Remyના લોન્ચ માટેનું સ્ટેજ બની શકે છે. Googleનો ઇતિહાસ રહ્યો છે કે તે આ ઇવેન્ટ્સમાં તેના મોટા AI અપડેટ્સ રજૂ કરે છે. Googleએ તાજેતરમાં તેનું Gemini 2.5 Pro મોડલ, Google Searchમાં AI Mode અને Deep Research ટૂલ લોન્ચ કર્યા હતા. ઉપરાંત કંપનીએ Project Mariner જેવા અનેક AI પ્રોજેક્ટ્સ પણ રજૂ કર્યા હતા, જે તરત જાહેર કરવામાં આવ્યા નહોતાં. Project Mariner એવો AI એજન્ટ છે, જે બ્રાઉઝરનો ઉપયોગ કરીને યુઝર્સ માટે મલ્ટી-સ્ટેપ કામ કરી શકે છે.




