Astro

આજનું રાશિફળ: મકર અને કન્યા રાશિના ચમકશે સિતારા, મેષ-સિંહ રાશિ વાહન ચલાવતી વખતે સાચવજો!

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં સાવચેતી રાખવી. વૃષભ રાશિના અટકેલા કામ ધીમે ધીમે ઉકેલાશે. કન્યા રાશિના જાતકોને યશ અને ધનમાં વૃદ્ધિ થશે, જ્યારે મકર રાશિના જાતકોને સીઝનલ ધંધામાં અચાનક ઘરાકીથી આવક થશે. કર્ક રાશિના લોકો વાણીની મીઠાશથી કાર્યો સરળ બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનું રાશિફળ: મકર અને કન્યા રાશિના ચમકશે સિતારા, મેષ-સિંહ રાશિ વાહન ચલાવતી વખતે સાચવજો!

મેષ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક - વ્યવહારિક કામમાં સાચવવું પડે.
વૃષભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
મિથુન : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. નુકસાનીથી સંભાળવું પડે. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું.
કર્ક : આપની બુદ્ધિ-અનુભવ- આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.
સિંહ : આપને કામકાજમાં પ્રતિકૂળતા રહે. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે. ઘર-પરિવારની ચિંતા જણાય.
કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
તુલા : સામાજિક-વ્યવહારિક કામકાજ અર્થે દોડધામ-શ્રમ- ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
ધન : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. કોર્ટ-કચેરીના કામમાં આપની ગણત્રી-ધારણાઓ અવળાં પડે.
મકર : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.
કુંભ : દિવસના પ્રારંભથી આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈભાંડુ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે.

  • અગ્નિદત્ત પદમનાભ