Science & Technology

ChatGPTની મદદથી એક વ્યક્તિએ 9 લાખ ડોલરની જગ્યાએ 10 લાખ ડોલરમાં ઘર વેચ્યું, જાણો કેવી રીતે કર્યો સફળ સોદો…

By GS Team
24 Mar 20263 mins read
TukuTouch Logo
અમેરિકાના એક વ્યક્તિએ ChatGPTની મદદથી પોતાનું ઘર 9 લાખ અમેરિકન ડોલરની જગ્યાએ 10 લાખ અમેરિકન ડોલરમાં સોદો કર્યો હતો. એક રોડ ટ્રિપ દરમિયાન રોબર્ટ લેવિન અને તેમની પત્નીએ ChatGPTનો ઉપયોગ કરીને ફ્લોરિડામાં આવેલું પોતાનું ઘર વેચવામાં મદદ લીધી અને અંતે તેને $954,800માં વેચવામાં સફળતા મેળવી હતી. રિયલ એસ્ટેટ એજન્ટોના અંદાજ કરતાં તેમાં નોંધપાત્ર વધારો હતો. AIએ ઘર પ્રેઝન્ટેશનથી લઈને સમયબદ્ધ આયોજન સુધી વિવિધ બાબતોમાં રોબર્ટને મદદ કરી હતી અને પરિણામે આ ઘરની માર્કેટ વેલ્યુ કરતાં વધુ કિંમત આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ChatGPTની મદદથી એક વ્યક્તિએ 9 લાખ ડોલરની જગ્યાએ 10 લાખ ડોલરમાં ઘર વેચ્યું, જાણો કેવી રીતે કર્યો સફળ સોદો…
AI Image

Man Sells Home Via ChatGPT:અમેરિકાના એક વ્યક્તિએ ChatGPTની મદદથી પોતાનું ઘર 9 લાખ અમેરિકન ડોલરની જગ્યાએ 10 લાખ અમેરિકન ડોલરમાં સોદો કર્યો હતો. એક રોડ ટ્રિપ દરમિયાન રોબર્ટ લેવિન અને તેમની પત્નીએ ChatGPTનો ઉપયોગ કરીને ફ્લોરિડામાં આવેલું પોતાનું ઘર વેચવામાં મદદ લીધી અને અંતે તેને $954,800માં વેચવામાં સફળતા મેળવી હતી. રિયલ એસ્ટેટ એજન્ટોના અંદાજ કરતાં તેમાં નોંધપાત્ર વધારો હતો. AIએ ઘર પ્રેઝન્ટેશનથી લઈને સમયબદ્ધ આયોજન સુધી વિવિધ બાબતોમાં રોબર્ટને મદદ કરી હતી અને પરિણામે આ ઘરની માર્કેટ વેલ્યુ કરતાં વધુ કિંમત આવી હતી.

હોલિડે સીઝનમાં રોબર્ટ લેવિન સાઉથ ફ્લોરિડાથી નોર્થ કેરોલાઇના જઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાની પત્નીને ChatGPTનો ઉપયોગ કરીને ઘર વેચવા વિશે પ્રશ્નો પૂછવા કહ્યું. લાંબી મુસાફરી દરમિયાન સમય પસાર કરવા માટે શરૂ કરાયેલ આ પ્રક્રિયા ઝડપથી ગંભીર દિશામાં આગળ વધી હતી.

આ કપલે AIની મદદથી માર્કેટિંગ, પ્રાઇસિંગ, પ્લાનિંગ અને નેગોશિએશન જેવી તમામ પ્રક્રિયાઓ સંભાળી અને તેમના કૂપર સિટી, ફ્લોરિડામાં આવેલા ઘરને $954,800માં વેચ્યું હતું. આ કિંમત એજન્ટોના અંદાજ કરતાં અંદાજે $100,000 વધુ હતી.

રોબર્ટ લેવિને આ વિશે કહ્યું કે “જ્યારે અમે રિયલ એસ્ટેટ એજન્ટો સાથે મળ્યા ત્યારે તેઓ ભાવ નક્કી કરવામાં તકલીફ પડી રહી હતી. તેમને આ પ્રોપર્ટીની કિંમત ઓછી આવશે એમ લાગતું હતું. ChatGPTએ અમને માર્કેટના ભાવ વિશે વધુ વિશ્વાસ આપ્યો હતો અને અમે કિંમત નક્કી કરી હતી.”

AIએ શું કામ કર્યું?

AI માત્ર ભાવ નક્કી કરવામાં જ નહીં, પરંતુ અન્ય ઘણી પ્રક્રિયામાં મદદરૂપ સાબિત થયું હતું. ChatGPTએ રોબર્ટને કઈ દિવાલો ફરી રંગવા, ઘરની બહારની આકર્ષકતા કેવી રીતે વધારવી અને તેમના વ્યસ્ત સમયપત્રક અનુસાર ઘર જોવા માટેનો સમય કેવી રીતે નક્કી કરવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત દિવાલોના સ્કફ માર્ક્સ, ઘરની પહેલી ઇમ્પ્રેશન શું પડવાથી પ્રેઝન્ટેશન જેવી નાની-નાની વિગતો પર પણ ધ્યાન દોર્યું હતું. રોબર્ટ લેવિન કહે છે, “AIએ અમને એવી બાબતોમાં માર્ગદર્શન આપ્યું જે વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. ઘરની પહેલી ઇમ્પ્રેશન ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે.”

રોબર્ટ લેવિને અંદાજે 15 સંભાવિત ખરીદદારોને ઘર બતાવ્યું હતું, જેમાંથી પાંચ વ્યક્તિઓએ વધતી ઓફર આપી હતી. તેમના જણાવ્યા મુજબ શ્રેષ્ઠ વ્યૂ, મોટો પ્લોટ અથવા આધુનિક સુવિધાઓ ન હોવા છતાં ઘર સ્થાનિક માર્કેટમાં પ્રતિ સ્ક્વેર ફૂટના ઊંચા ભાવમાં વેચાયું હતું.

રોબર્ટ લેવિન કોણ છે? તેનું કહેવું છે આ કોઈ પણ કરી શકે છે…

રોબર્ટ લેવિન ComOps નામની સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ ફર્મના CEO છે, જ્યાં તેઓ કેસિનો અને હૉસ્પિટાલિટી બ્રાન્ડ્સને AIના ઉપયોગ અંગે સલાહ આપે છે. તેમનું ટેક્નોલોજી જ્ઞાન સામાન્ય લોકો કરતાં વધુ છે, પરંતુ તેઓ માને છે કે આ પદ્ધતિ સામાન્ય ઘરમાલિકો માટે પણ શક્ય છે. રોબર્ટ આ વિશે કહે છે કે “ChatGPT કોડિંગ નથી, આ એક વાતચીતનું સાધન છે. જો તમે રિયલ એસ્ટેટ એજન્ટ સાથે વાત કરો છો તો આ પણ એ જ પ્રકારની પ્રક્રિયા છે. હું બધાને તેનો ઉપયોગ કરવાની ભલામણ કરું છું.”

આ પણ વાંચો: SPADEX-2 અને SPADEX-3 મિશન માટેની તૈયારીઓની ઝડપ વધારી ISROએ: જાણો શું છે ઉદ્દેશ…

AI શું કરી શક્યું નહીં?

રોબર્ટ લેવિને સ્પષ્ટ કર્યું કે AIની મર્યાદાઓ પણ છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન રોબર્ટે સતત જોડાયેલા રહેવું પડ્યું અને દરેક સ્ટેપ પર AIને માર્ગદર્શન આપવું પડ્યું હતું. કાનૂની પ્રક્રિયાની જરૂર હતી ત્યારે એ ChatGPT નહોતું કરી શક્યું, એ માટે વકીલની સેવા લીધી હતી. તેમજ AI ઘરનું ઓપન હાઉસ યોજી શકતું નથી કે સામાન પેક કરવા માટે પણ મદદ નહોતું કરી શક્યું. આમ છતાં રોબર્ટ માને છે કે રિયલ એસ્ટેટ એજન્ટોનું મહત્ત્વ હજી પણ છે, ખાસ કરીને ખરીદનાર વ્યક્તિ માટે. જોકે વેચાણ કરનાર વ્યક્તિ હવે આ માટે AIનો ઉપયોગ કરી શકે છે. રોબર્ટ કહે છે, ‘આ ટેક્નોલોજી લોકોના બિઝનેસને બદલી કાઢે એવું નથી, પરંતુ તે લોકોને વધુ જિજ્ઞાસુ અને નિર્ણય લેવામાં આત્મવિશ્વાસપૂર્ણ બનાવે છે.’