Science & Technology

Foxconn હેક થતાં AMD, Google અને Intelનો ડેટા જોખમમાં; Appleના સિક્રેટ્સ સુરક્ષિત

By GS Team
13 May 20263 mins read
TukuTouch Logo
Foxconn પર અમેરિકાના વિસ્કોન્સિન સ્થિત પ્લાન્ટમાં મોટો સાયબર હુમલો થયો છે. આ હુમલામાં Foxconnના નેટવર્કમાંથી 8TB જેટલો ડેટા એટલે કે 1.1 કરોડથી વધુ ડોક્યુમેન્ટ્સની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ડેટા લીકના કારણે AMD, Google અને Intelના સિક્રેટ પ્રોજેક્ટ્સ જોખમમાં આવ્યા હોવાની શક્યતા છે. જોકે Appleની ટેક્નોલોજી હાલમાં સુરક્ષિત હોવાનું કહેવાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Foxconn હેક થતાં AMD, Google અને Intelનો ડેટા જોખમમાં; Appleના સિક્રેટ્સ સુરક્ષિત

Cyber Attack on Foxconn: Foxconn પર અમેરિકાના વિસ્કોન્સિન સ્થિત પ્લાન્ટમાં મોટો સાયબર હુમલો થયો છે. આ હુમલામાં Foxconnના નેટવર્કમાંથી 8TB જેટલો ડેટા એટલે કે 1.1 કરોડથી વધુ ડોક્યુમેન્ટ્સની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ડેટા લીકના કારણે AMD, Google અને Intelના સિક્રેટ પ્રોજેક્ટ્સ જોખમમાં આવ્યા હોવાની શક્યતા છે. જોકે Appleની ટેક્નોલોજી હાલમાં સુરક્ષિત હોવાનું કહેવાઈ રહ્યું છે.

Appleની સપ્લાય ચેઇન પર વધતા સાયબર હુમલા

Apple પોતાની પ્રી-પ્રોડક્શન ડિઝાઇન માટે કડક સુરક્ષા વ્યવસ્થા રાખે છે, છતાં તેની સપ્લાય ચેઇન સાથે જોડાયેલી કંપનીઓ સતત સાયબર હુમલાનો ભોગ બની રહી છે. ડિસેમ્બર 2025માં ચીનમાં આવેલી Apple એસેમ્બલર કંપની પર હુમલો થયો હતો, જ્યારે જાન્યુઆરી 2026માં Luxshare પર પણ સાયબર હુમલો થયો હતો. હવે Foxconn પણ Appleની સપ્લાય ચેઇન સાથે જોડાયેલી એવી કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેના પર સાયબર હુમલો થયો છે.

Nitrogen ગેંગે લીધી હુમલાની જવાબદારી

રેન્સમવેર ગેંગ Nitrogenએ આ હુમલાની જવાબદારી લીધી છે. ગેંગનો દાવો છે કે તેણે Foxconn પાસેથી 8TB ડેટા અથવા 1.1 કરોડથી વધુ ફાઇલો ચોરી છે. ગેંગના નિવેદન અનુસાર આ ડેટામાં Intel, Apple, Google, Dell અને NVIDIA સહિત અનેક કંપનીઓના સિક્રેટ ડોક્યુમેન્ટ્સ, પ્રોજેક્ટ્સ અને ડિઝાઇન્સ સામેલ છે. તેમણે હુમલાનો પુરાવો આપવા માટે કેટલીક સેમ્પલ ફાઇલો પણ શેર કરી છે.

ચોરાયેલા ડેટામાં નાણાકીય અને પ્રોજેક્ટ સંબંધિત ડોક્યુમેન્ટ્સ

Foxconnના નેટવર્કમાંથી ચોરાયેલા ડેટામાં ટેક્સાસના હ્યુસ્ટન પ્લાન્ટ સંબંધિત નાણાકીય ડોક્યુમેન્ટ્સ પણ સામેલ છે. ઉપરાંત Foxconnના ટેમ્પરેચર સેન્સર્સ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને બોર્ડ લેઆઉટ્સ સંબંધિત ડોક્યુમેન્ટ્સ પણ લીક થયા છે. ઉપલબ્ધ સેમ્પલ ફાઇલો પરથી એવું લાગી રહ્યું છે કે મોટાભાગનો ડેટા Foxconnની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટીમ સાથે સંબંધિત છે. તેમાં AMD, Intel અને Googleના સર્વર પ્રોસેસર્સ અને સોકેટ્સ સંબંધિત નેટવર્ક ટોપોલોજી ડોક્યુમેન્ટ્સ પણ સામેલ છે.

Appleના પ્રોજેક્ટ્સ સાથે સીધો સંબંધ મળ્યો નથી

હાલ સુધી કોઈ પુરાવો મળ્યો નથી કે ચોરાયેલો ડેટા Appleના હાલના અથવા ભવિષ્યના પ્રોજેક્ટ્સ સાથે સીધી રીતે જોડાયેલો હોય. આ નવાઈની વાત પણ નથી કારણ કે Foxconnનું માઉન્ટ પ્લેઝન્ટ પ્લાન્ટ મુખ્યત્વે ટેલિવિઝન અને ડેટા સર્વર્સ બનાવે છે, Appleના પ્રોડક્ટ્સ નહીં. કંપનીના વિવિધ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સામાન્ય રીતે આંતરિક VPN દ્વારા સુરક્ષિત હોય છે અને પરસ્પર તથા Apple સાથે ઈમેઇલ દ્વારા સંપર્કમાં રહે છે.

આ પણ વાંચો: Android 17માં આવશે AIનો ધમાકો: લોન્ચ પહેલાં જ ચર્ચામાં, જાણો નવા ફીચર્સ…

સાયબર હુમલાથી Foxconnના પ્લાન્ટમાં નેટવર્ક ઠપ

આ સાયબર હુમલાના કારણે મે 2026ની શરૂઆતમાં Foxconnના માઉન્ટ પ્લેઝન્ટ પ્લાન્ટમાં નેટવર્ક બંધ થઈ ગયું હતું, જેના કારણે લગભગ એક અઠવાડિયા સુધી ઉત્પાદન પર અસર પડી હતી. એનાલિસ્ટ Mark Hendersonએ કહ્યું કે Google અને Intelની ટોપોલોજી સ્પેસિફિકેશન્સ સૌથી મોટી ચિંતા છે, કારણ કે તે વિશ્વભરના ડેટા સેન્ટર્સમાં રહેલી ખામીઓ બહાર લાવી શકે છે. આ હુમલા પાછળની Nitrogen ગેંગ 2023થી સક્રિય છે અને તે ડબલ-એક્સટોર્શન મોડલ માટે જાણીતું છે, જેમાં ડેટા એન્ક્રિપ્ટ કર્યા પછી તેને લીક કરવાની ધમકી આપવામાં આવે છે.